________________
પાંચ
અગાઉનાં સ્તવનોમાં તત્ત્વજ્ઞાનનું આલેખન હતું. એનો વિષય યોગ અને અધ્યાત્મનો હતો, જ્યારે આ બાવીસમા સ્તવનમાં એક નારીની તીવ્ર વેદનાનું આલેખન થયું છે. પરિણામે અગાઉનાં સ્તવનો કરતાં અહીં વિષય વધુ મૂર્ત લાગે છે. વાચક રાજિમતીની લાગણીઓ સાથે આત્મીયતા અનુભવે છે. એ લાગણીઓ, એ વેદના, જે કલ્પના અને અલ કારના પરિવેશમાં પ્રગટ થાય છે તે કોઈ વિરહવ્યાકુળ નારીના હૃદયમાંથી સીધેસીધી પ્રગટતી લાગે છે.
આ બાવીસમા સ્તવનમાં આલેખન અને શૈલીની ભિન્નતાનું મુખ્ય કારણ એ છે કે સ્તવનનું વિષયવસ્તુ જ સમૂળગું બદલાઈ ગયું છે, આથી આલેખનની ભિન્નતા કે શૈલીના નોખાપણાને ધોરણ તરીકે રાખીને આ સ્તવન આનંદ ઘનજીનું નથી તેમ કહી શકાય નહીં. આનંદઘનનાં સ્તવનો પર સ્તબક રચનારા કોઈ પણ સ્તબકકારે આ સ્તવન અંગે સહેજે શંકા વ્યક્ત કરી નથી.
વળી, “આનંદઘન બાવીસી "ના પ્રથમ સ્તબ કકાર શ્રી જ્ઞાનવિમલસૂરિએ આ બાવીસમા સ્તવનમાં મનોહર સમાપનની કલ્પના કરી છે. પ્રથમ સ્તવનમાં પ્રીતમ ઋષભ જિનેશ્વરને એટલે કે શુદ્ધ ચેતનાને સ્વામી રૂપે સ્થાપી હતી, એ જ પ્રિયતમરૂપી શુદ્ધ ચેતનાને મેળવવાની ભાવના આ બાવીસમા સ્તવનમાં આલેખાઈ છે. આમ, પ્રથમ સ્તવનના પ્રારંભને અનુરૂપ એવું સમાપન આનંદઘનજીએ બાવીસમાં સ્તવનમાં કર્યું છે. આને દર્શાવતા શ્રી જ્ઞાનવિમલસૂરિ બાવીસમાં સ્તવનની પ્રથમ ગાથાના સ્તબકમાં લખે છે -
જે માટઇ પ્રથમ તવનમાં શુદ્ધ ચેતનાને કંત આત્મા કરી થાણો છઇ તે મોટઇ છેહડઇ પણિ ઇમ મેળવ્યાની ભાવના પણિ થાઇ.”
“આનંદઘન બાવીસી ''ની હસ્તપ્રતોમાં પણ ક્યાંય એકવીસ સ્તવન મળતાં નથી. આ હકીકત પણ સૂચવે છે કે આ બાવીસમું સ્તવન આનંદઘનજીનું જ છે.
છેલ્લાં બે સ્તવનો
ઔધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીનાં સ્તવનોની હસ્તપ્રતો જોતાં એમાં તેવીસમાં શ્રી પાર્શ્વનાથ અને ચોવીસમા શ્રી મહાવીરસ્વામીનાં સ્તવનો એક અભ્યાસનો વિષય બની રહે છે. સ્તવનોની ચોવીસી પૂરી કરવા માટે “આનંદઘન બાવીસી ''માં છેલ્લાં બે સ્તવનો અન્ય કર્તાને હાથે લખાયેલાં માલુમ પડે છે. કદાચ પરંપરાને અનુસરીને પણ અન્ય કવિઓએ આ રીતે “ચતુર્વિશતિકા જિનસ્તવન” પૂરાં કર્યા હોય તેમ માની શકાય તેવીસમું અને ચોવીસમું સ્તવન “આનંદઘન બાવીસી માં મળે છે. તેની છણાવટ કરીએ તો સૌપ્રથમ શ્રી આનંદઘનજીનાં બાવીસ સ્તવનો પર “સં. ૧૭૬૯ના કારતક વદ સાતમે રાજપત્તન (રાજનગર)માં” આનંદઘનનાં સ્તવનો પર ટબો લખનાર જ્ઞાનવિમલસૂરિનાં બે સ્તવનો જોઈએ. શ્રી જ્ઞાનવિમલસૂરિ આ સ્તવનોના ટબામાં આનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે -
આનંદઘન ચોવીસમાંહે દોય સ્તવન પૂરાં ભણી શ્રી જ્ઞાનવિમલ જિણંદ ગાતાં અખય સંપદા અતિઘણી પામી.”
વળી, આ સ્તવનોને અંતે “જ્ઞાનવિમલ' એવું નામ મુકાયું હોવાથી આ સ્તવનો એમનાં જ છે અને એ એમણે ચોવીસી પૂર્ણ કરવા માટે લખ્યાં છે તે નિર્વિવાદ છે.
શ્રી જ્ઞાનવિમલસૂરિરચિત આ બે સ્તવનો જોતાં એમ લાગે છે કે શ્રી આનંદઘનજીનાં સ્તવનો પર સ્તબક લખનાર આ સ્તવનોની રચનામાં મૂળમાં પ્રતીત થતી ભાષા કે ભાવની ઊર્ધ્વ કોટિએ પહોંચી શક્યા નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિનાં આ બંને સ્તવનોમાં આલેખાયેલા વિચારો ઘણા સામાન્ય છે. વિચારની પ્રૌઢતા અને
મહાયોગી આનંદથન
10