Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 58
________________ ભાદ્રપદ-આશ્વિનના અંકમાં પૃ. ૬૯માં મેં પ્રસિદ્ધ કરેલાં તેમનાં જ રચેલાં હોય તો તેમાં ૨૩મા પાર્શ્વજિન સ્તવનમાં નિશ્ચય માર્ગ છે અને ૨૪મા વીર જિન સ્તવનમાં *અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કરી જાણે રે ભેદ; સહજ વિશુધ્ધ રે અનુભવ-વયણ જે, શસ્ત્ર તે સયલા રે ખેદ : દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત; કારજ સાધક બાધક રહિત જે અનુભવ મિત્ત વિખ્યાત” એમ જણાવી શાસ્ત્ર કરતાં અનુભવની વિશેષતા બતાવી છે; સઘળાં શાસ્ત્રને ‘ખેદ' શબ્દ વાપરી તેમને ઉતારી પાડવા જેવું વચન લોકો માની લે અને તેથી અર્થવિપર્યાસ કરે - એ કારણે તે ગૌણ રખાયાં હોય.' - શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈની આ કલ્પના સ્વીકાર્ય જણાતી નથી. સઘળાં શાસ્ત્રો ખેદરૂપ છે એ વિગત ચોવીસમા સ્તવનમાં આવે છે, તો પછી તેવીસમું સ્તવન ગૌણ રાખવાનું કારણ શું ? બીજી હકીકત એ પણ છે કે આમાં ગૌણ રાખવા જેવી કોઈ વિગત જ નથી. “નંદીસૂત્ર” નામના આગમના એક અંગમાં કહ્યું છે કે સમ્યક્તવાળા માટે આ શાસ્ત્રો સત્ય છે અને મિથ્યાત્વ ભાવવાળા માટે અસત્ય છે. અહીં એટલું જ કહેવાયું છે કે શાસ્ત્રો એ માર્ગ બતાવનારાં છે , દિશાનું સૂચન કરનારાં છે. સાધકે તો શાત્રે ચીંધ્યા માર્ગે સાધનાના પથ પર આગળ પ્રયાણ કરવાનું હોય છે. આમ, આ સ્તવનની વિગત કોઈ વિતંડા ઊભી કરે તેવી નથી અને એથી એને ગૌણ રાખવામાં આવ્યાં હોય તે બાબત સ્વીકારી શકાય તેવી નથી. જુદા જુદા ભંડારોની કેટલીય હસ્તપ્રતો જોતાં આ સ્તવનો મળતાં નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી દેવચંદ્રજી અને શ્રી જ્ઞાનસારજીએ આનંદઘનજીનાં છેલ્લાં બે સ્તવનો ગૌણ રાખવામાં આવ્યાં હોવાથી હકીકતનો ક્યાંય જરા સરખો નિર્દેશ કર્યો નથી, આથી આ સ્તવનો પાછળથી કોઈએ એમના નામે જોડી કાઢયાં હોય તેમ લાગે છે. સવનોનું ભાષાસ્વરૂપ મધ્યકાલીન સમયની સંતપરંપરા દેશની ધાર્મિક અને સાંસ્કૃતિક આધારશિલા હતી. ઝનૂની વિદેશી આક્રમણ હેઠળ કચડાઈ જવાનો ભય ધરાવતી એ સંસ્કૃતિને જતનથી જાળવવાનો અને એમાં નવીન પ્રાણસંચાર કરવાનો સંતપરંપરાએ ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. સંતોની વાણી એ સત્યની વાણી હતી; આત્મખોજની ગહન પ્રક્રિયા હતી. વિરહઘેલી ગોપીની શ્યામની શોધ હતી; તત્ત્વચિંતક માટે પરમપદપ્રાપ્તિની એ શબ્દબદ્ધ ઝંખના હતી. આ વાણી સ્વયંભૂ આત્મસાત્ થઈ જતી હતી. સાધુસંતની એ ખોજ , પછી એ અલક્ષ્ય અલખની હોય કે સલૂણા શ્યામની હોય, બ્રહ્મની હોય કે જિનેશ્વરની હોય, પણ એ લોકકંઠમાં કેટલાય પ્રતિધ્વનિ જગાડતી જગાડતી ગુંજતી હતી. મધ્યકાલીન સમયમાં સંદેશાવ્યવહારનાં ઝડપી સાધનો ઉપલબ્ધ ન હતાં; તેમ છતાં સંતોની વાણી એક પ્રદેશમાં પ્રગટતી અને કેટલાય પ્રદેશો પર ફેલાઈ જતી હતી; એટલું જ નહિ પણ એ દરેક પ્રદેશના લોકહૃદયને એટલી બધી પ્રભાવિત કરતી કે દરેક વ્યક્તિ એમાં પોતાની જ ભાષા, ભાવના અને ઝંખના જોતી. “કહત કબીર સુનો ભાઈ સાધ” કે “મીરાં કે પ્રભુ ગિરધર નાગર ”નું પદ દરેક પ્રદેશને પોતીકું લાગતું. આનું કારણ એ હતું કે સાધુ-સંતો ઠેર ઠેર ઘૂમતા હતા, અનેક તીર્થસ્થળોની યાત્રા કરતા હતા અને સાથોસાથ પોતાનાં ભજનોથી આમજનતાની મહાયોગી આનંદથન 16

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101