________________
સહજ દશા નિશ્ચય જગે
ઉત્તમ અનુપ રસ રંગે રે,
રાચે નહીં પરભાવસું
નિજ ભાવ રંગ અભંગ રે. પ્રણમું૦ ૫.
નિજગુણ સબ નિજમેં લખે
ન ચાખે પરગુણની રેખ રે,
ખીર નીર વિવરો કરે
એ અનુભવ હંસરું પેખ રે. પ્રણમું૦ ૬. નિવિકલ્પ ધ્યેય અનુભવે
અનુભવ અનુભવની પ્રીત રે,
ઓર ન કબહુ લખી શકે
આનંદઘન પ્રીત પ્રતીત ૨. પ્રણમું૦ ૭. (૨૪) શ્રીમદ્ વીર ભગવાનની સ્તવના
વીર જિનેશ્વર પરમેશ્વર જયો
જગતજીવન જિન ભૂપ,
અનુભવ મિત્તે રે ચિત્તે હિત કરી
દાખવ્યું તાસ સ્વરૂપ. વીર૦ ૧.
જેહ અગોચર માનસ વચનને
તેહ અતીન્દ્રિય રૂપ અનુભવ મિત્તેરે વ્યક્તિ શક્તિ શું, નય નિક્ષેપે રે જેહ ન જાણિયે
ભાખ્યું તાસ સ્વરૂપ. વી૨૦ ૨.
નવિ જિહાં પ્રસરે પ્રમાણ
શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે
કેવળ અનુભવ ભાણ. વી૨૦ ૩. મહાયોગી આનંદઘન
114
અલખ અગોચર અનુપમ અર્થનો
કોણ કહી જાણે રે ભેદ,
સહજ વિશુદ્ધયેરે અનુભવ વયણ જે
શાસ્ત્ર તે સયલા હૈ ખેદ. વી૨૦ ૪.
દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે,
ન લહે અગોચર બાદ,
કારજ સાધક બાધક રહિત જે
અનુભવ મિત વિખ્યાત. વી૨૦ ૫.
અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની,
અહો તસ પ્રીત પ્રતીત,
અંતરજામી સ્વામી સમીપ તે
રાખી મિત્રસું રીત. વીર૦ ૬.
અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા
સફલ ફલ્યા સવિ કાજ,
નિજપદ સંપદ જે તે અનુભવે,
આનંદઘન મહારાજ. વીર૦ ૭.
આ બંને સ્તવનો પંડિત મુનિશ્રી ગબ્બુલાલજીએ લખેલા અને પં. મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રીએ ગુજરાતીમાં અનુવાદિત કરેલા પુસ્તક “આનંદઘન ચોવીશી યાને અધ્યાત્મ પરમામૃત''માં અંતે આપવામાં આવ્યાં છે. પણ આ સ્તવનો કોની રચના છે તે સ્પષ્ટ થતું નથી. શ્રી અગરચંદજી નાહટાનું આ વિશે અનુમાન છે કે આ અંગે કોઈ નિશ્ચિત પ્રમાણ મળતું નથી. શ્રી યશોવિજયનો આનંદઘન પરનો બાલાવબોધ ક્યાંય ઉપલબ્ધ નથી. એ મળશે ત્યારે આ બે સ્તવનો કોનાં લખેલાં છે તેનું પ્રમાણ કદાચ મળી રહે.
આ બે સ્તવનો આનંદઘનજીનાં છે એવો મત શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ધરાવે છે. તેઓ છેલ્લાં બે સ્તવનો અપ્રાપ્ય હોવા અંગે લખે છે – “૨૩મા અને ૨૪મા જિનનાં સ્તવનો કેમ સાંપડતાં નથી ? શું તે મહાપુરુષનો તે રચે તે પહેલાં દેહ પડી ગયો હશે ? (૨) તેમનાં રચેલાં લુપ્ત થયાં હશે ? (૩) તે લોક પાસે મૂકવા યોગ્ય નહિ ગણી જાણીજોઈને મુકાયાં નહિ હોય ? – ત્રીજો વિકલ્પ વધુ સંભવિત હોય એમ કોઈ તર્ક કરે છે, કારણ કે તે જૈનયુગ” માસિકના સં. ૧૯૮૨ના
છેલ્લાં બે સ્તવનો 115