Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 41
________________ સંતવ જેવા સંસ્કૃત શબ્દો મળે છે, જે સ્તવનના પર્યાયવાચી શબ્દો ગણાય. આ સ્તવનનો હેતુ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોની સ્તવના કરવાનો છે. આ તીર્થંકરો સમાન શક્તિ અને પ્રભાવ ધરાવનારા છે. તેઓ ચોત્રીસ અતિશયોથી યુક્ત છે. ચોવીસ તીર્થંકરો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ભિન્ન હોવા છતાં ગુણમાં સમાન છે. તેઓ અઢાર દૂષણથી રહિત, ઉપશમરસથી ભરપૂર અને પૂર્ણાનંદમય છે. આવાં તીર્થંકરનાં સ્તવનો વિશુદ્ધ અંત:કરણથી, ભાવપૂર્વક ગાવાથી સમ્યકત્વની શુદ્ધિનું તાત્કાલિક ફળ અને મોક્ષનું પરંપરાફળ મળે છે. જીવ દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચરિત્રબોધિનો લાભ મેળવીને સ્તવનરૂપ “ભાવમંગલ "થી મુક્તિનું મહાસુખ પામે છે. સ્તોત્રમાં જિનેશ્વરદેવના વિશિષ્ટ સદ્ગુણોનું કીર્તન કરવામાં આવ્યું હોય છે. બે પ્રકારની સ્તોત્રરચના મળે છે. એક પ્રકાર તે નમસ્કારરૂપ સ્તોત્ર અને બીજો પ્રકાર તે તીર્થંકરના ગુણકીર્તનરૂપ સ્તોત્ર.' આ સ્તોત્રના જુદા જુદા પ્રકાર જોવા મળે છે. નામસ્તોત્ર, રૂપસ્તોત્ર, કર્મસ્તોત્ર, ગુણરતોત્ર અને આશીર્વાદાત્મક સ્તોત્ર એમ પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ત્રણ જ પ્રકાર આપે છે અને તે આરાધનાસ્તોત્ર, અર્ચનાસ્તોત્ર અને પ્રાર્થનાસ્તોત્ર. આવી જ રીતે દ્રવ્ય, કર્મ, વિધિ અને અભિજન એ રીતે સ્તોત્રના ચાર વિભાગ પણ પાડવામાં આવે છે. વિષય અને રજૂઆતની દૃષ્ટિએ સ્તોત્રના જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે. આ સ્તોત્રમાં પ્રભુગુણકીર્તન હોય છે. જૈન ધર્મમાં જિનની સ્તુતિ અન્ય ધર્મોની પ્રભુસ્તુતિ જેવી નથી. જૈન ધર્મમાં ઈશ્વર કે તીર્થકર જીવોનો ઉદ્ધાર નથી કરી શકતા, માત્ર એને ઉદ્ધારનો માર્ગ બતાવી શકે છે. પોતાના કર્મથી મુક્ત થવાનો પ્રયત્ન તો વ્યક્તિએ પોતે જ કરવાનો હોય છે. હિંદુ ધર્મના ભક્તિમાર્ગમાં જે રીતે પ્રભુ જગતના નાથ છે, તેઓ સઘળી ઇચ્છા પૂરી કરનાર છે અને આખું જગત ઈશ્વરનું મંગલમય સર્જન છે એવી ભાવના જૈન ધર્મના તીર્થંકરોમાં હોતી નથી, આમ છતાં ભક્તિમાર્ગની અસરને કારણે સ્તવનોમાં ઈશ્વરકૃપા અને ઈશ્વરને નાથ કે પ્રીતમ માનવાનું વલણ જોવા મળે છે. જૈન ધર્મમાં તીર્થકરને શરણે જવાની વાત નથી; માત્ર એટલું જ કે એમના માર્ગે ચાલવા માટે તીર્થંકર પર આસ્થા હોવી જોઈએ, પરંતુ સ્તવનસાહિત્યમાં આવી ઈશ્વરશરણની વાત જોવા મળે છે. આ રીતે સ્તવનૌમાં ભક્તિનું પ્રાધાન્ય, ઈશ્વરકૃપાની યાચના, ઈશ્વરનું શરણ, દાસ્યભાવે મુક્તિની માગણી અને પ્રભુને સ્વામી માનવાની જે ભાવના જોવા મળે છે તે હિંદુ ધર્મના ભક્તિમાર્ગની અસરને કારણે આવેલી છે. મહાયોગી આનંદથન સ્તોત્રરચનાની આ જૈનપરંપરાનો પ્રારંભ સંસ્કૃતમાં સિદ્ધસેન દિવાકરથી થયેલો જોવા મળે છે. પંડિતશ્રી સુખલાલજી સિદ્ધસેન દિવાકરને “આઘ જૈન તાર્કિક, આઘ જૈન કવિ, આદ્ય જૈન સ્તુતિકાર, આદ્ય જૈનવાદી, આદ્ય જૈન દાર્શનિક અને આદ્ય સર્વ દર્શન સંગ્રાહક” માને છે. આ પછી સ્વામી સમન્તભદ્ર જૈન સાહિત્યમાં અનેક નવીન પરંપરાઓનો માર્ગ ખોલી આપ્યો. એમણે ચોવીસ તીર્થકરોની સ્તુતિ રચી અને એને પરિણામે જૈન સાહિત્યમાં સ્તોત્ર રચવાની એક નવીન પરંપરા શરૂ થઈ. જ્યારે સ્વામી સમરૂંભદ્ર “યુવજયનુશાસન” સ્તોત્રમાં ચોસઠ પદ્યોમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરવાની સાથોસાથ વૈશેષિક, બૌદ્ધ, ચાર્વાક વગેરે દર્શનોની સમાલોચના કરી અને એમાં અનેકાંતવાદનું પણ વર્ણન કર્યું. સ્વામી સમન્તભદ્રના “આપ્તમીમાંસા” સ્તોત્રમાં એકાંતવાદનું નિરસન કરવામાં આવ્યું છે. આ પછી વિક્રમની છઠ્ઠી સદીમાં આચાર્ય દેવ નંદિએ “સિદ્ધિપ્રિયસ્તોત્ર”ની રચના કરી, જેમાં પદાન્ત યમક અને ચક્રબંધનો પ્રયોગ કર્યો. આઠમી સદીમાં શ્રી માનતુંગસૂરિએ એમની રચનાઓમાં મંત્ર, તંત્ર, યંત્ર જેવા શાસ્ત્રીય વિષયોની રચના કરી. એમનું “ભક્તામર સ્તોત્ર” ઘણી લોકચાહના પામ્યું. શ્રી હરિભદ્રસૂરિએ અને બષ્પિભટ્ટસૂરિએ પણ સ્તોત્રસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. વિક્રમની અગિયારમી સદીમાં શ્રી જમ્મુમુનિએ “જિનશતક”ની રચના કરી અને એમાં સગ્ધરા છંદનો તેમજ શબ્દાલંકારોનો પ્રયોગ કર્યો. શ્રી શોભનમુનિએ “સ્તુતિ ચતુર્વિશતિકા”ની યમકમય રચના કરી. આચાર્ય હેમચંદ્રાચાર્યે પૂર્વાચાર્યોની સ્તોત્રરચનાપદ્ધતિનું અવલંબન લીધું, પણ એમાં એમના અગાધ જ્ઞાનનો સુમેળ સધાતાં એ સ્તોત્રમાં ચિંતનને મહત્ત્વનું સ્થાન મળ્યું. આ પછી અલંકારભરી સ્તોત્રરચનાઓ થવા લાગી અને જિનપ્રભસૂરિએ તો ભિન્ન ભિન્ન અલંકાર અને છંદ ધરાવતાં સાતસો સ્તોત્રોની રચના કરી. શ્રી કુલમંડનસૂરિ, જયતિલકસૂરિ, જયકીર્તિસૂરિ જેવા સાધુઓએ ચિત્રકાવ્યમય રચનાઓ કરી. શ્રી સોમસુંદરસૂરિ, રત્નશેખરસૂરિ અને સમયસુંદર ગણિએ પણ મહત્ત્વની સ્તોત્રરચના કરી. આ રીતે જૈનપરંપરામાં સમૃદ્ધ સ્તોત્રસાહિત્યની રચના થયેલી જોવા મળે છે.? આ રસ્તોત્રસાહિત્યમાંથી પ્રાદેશિક ભાષામાં સ્તવનની પરંપરાનો ઉદ્ભવ થયો છે. પ્રારંભે આ સ્તવનોમાં સરળ ટૂંકી અને ગુણપરક રસ્તુતિ જ કરવામાં આવતી, પણ ધીરે ધીરે એનો વિકાસ થતાં એમાં અન્ય વિષયોનો સમાવેશ થવા લાગ્યો. આ સ્તવનોમાં વૈયાકરણોએ વ્યાકરણના વિશિષ્ટ પ્રયોગો દ્વારા સ્તુતિ કરી. યાંત્રિકોએ મંત્રગર્ભિત સ્તુતિઓ રચી. એ પછી તો જુદાં જુદાં વ્યંજન (શાક) અને પરંપરા અને આનંદથન 82

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101