________________
(૨૩) બાહ્ય અને આંતરિક કર્મના સંબંધથી તે (ઉપર કહેલી વસ્તુઓ જીવ વિષે
અનેક પ્રકારે સંભવે છે. કર્મના અભાવથી તે વસ્તુઓ)ના નિષેધને લીધે
(થયેલા) સિદ્ધ અંગે તત્ત્વવાળું કાંઈક રમણીય અને નમવા લાયક કહ્યું છે. (૨૪) જે કર્મના ખપવાને કારણે વીર્યના, પ્રગટ થતા આનંદના, દર્શનના (અને)
જ્ઞાનના વ્યક્ત થતા નિત્ય એવા ઉચ્ચ આનન્ય (બીજા ચરણમાં નિત્યમાન્ય તમૈવને સ્થાને નિત્યમાનીર્મવ પાઠ લેતાં)ને ધારણ કરે છે તે પ્રશંસા પામેલા
સિદ્ધને પૂછું છું. (૨૫) આમ, કોઈક અપૂર્વ અને સત્ સ્વરૂપ (તસ્વરૂપને બદલે સર4પ પાઠ
લેતાં) તપ્ત (?) પ્રગટની ભંગીથી ગોઠવાયેલા (2) જ્ઞાનમય, હિતકારક અને સારી સિદ્ધિવાળા સિદ્ધ આનંદઘનના ઉદયના શ્રેષ્ઠ પ્રભાવવાન બની રહે. આ (છેલ્લું) પદ્ય (વૃત્ત) રદ કરવા જેવું છે. આમ, આનંદઘને રચેલી સિદ્ધો વિશેની ચોવીશી પૂરી થઈ.
ગરમી નથી, રાત્રી નથી તે.... (૧૩) (જેને) નાI (હાથી) નથી, ચંદન વગેરે અંગલેપન નથી, કામ નથી, કોઈને
પ્રણામ (કરવાપણું) નથી, મદ નથી, વાદ નથી, બેસી જવાપણું નથી, પ્રસન્નતા
નથી તે.. (૧૪) (જેને) વેળા-કવેળા નથી, શ્રડા નથી, લીલા નથી, (ખાતાં વધેલું) એઠું અન્ન
નથી, વૈતા (?) નથી, વિપત્તિ નથી, પત્તિ (પગપાળો સૈનિક ?) નથી, દાંત
નથી, સારથિ નથી, રથો નથી, દત્ત (?) નથી તે.. (૧૫) (જેને) કૂવો નથી, રાજા નથી, યુપ ($5 યજ્ઞપશુને બાંધવાનો થાંભલો) નથી,
રૂપ () નથી, સાપ નથી, અભિમાન નથી, પ્રવીણ વીણા નથી, શુલ નથી,
રૂ નથી, મૂળ નથી, પૂળો નથી તે... (૧૬) (જેને) નિદ્રા નથી, મુદ્રા (?) નથી, પુત્ર નથી, બંધુ નથી, શત્રુ નથી, સાર
(શતરંજનો પાસો) નથી, રોગચાળો (?) નથી, કફની પીડા નથી, વાયુ નથી,
પિત્ત નથી, ધન નથી તે... (૧૭) (જેને) કંઠી નથી, પીટી (પીઠિકા 5 બેઠક ?) નથી, લાકડી નથી, મૂઠી નથી,
વંશ નથી, દેશ નથી, ગાલ નથી, પ્રાઇ (કોણીથી ખભા સુધીનો બાહુ) નથી, મેષ (ઘેટું ?) નથી, સૂપડું નથી, કુર્ય (ભવાઓ વચ્ચેનો ભાગ) નથી
તે... (૧૮) (જેને) જૂઠાણું નથી, તરસ નથી, ભૂખ નથી, શિષ્યો નથી, વિપ્ન કે ઉત્સવ
નથી, પ્રચંડ દંડ નથી, ચોટલી નથી, મસ્તકમણિ નથી, પીડાય નથી જ તે.... (૧૯) (જે) ઠંડો નથી, પીળો નથી, તીખો નથી, કડવો નથી, તૂરો નથી, ખાટો
નથી, તીક્ષ્ણ નથી, મૃદુ નથી, કઠોર નથી, રોગ (?) નથી, સન્મ (ઝાડી) નથી, જેને ઇન્દ્ર નમ્યો છે તેવો તથા ઇન્દ્રિયોને જીતનાર શ્રી જિનેન્દ્ર લક્ષ્મી
માટે (હો). (૨૦) (જે) દુર્ગધવાળો નથી, સુગંધી નથી, કાળો નથી, નીલો નથી, લીલાવાળો
નથી, પિંગળો નથી, નાનો નથી, લાંબો નથી, ટૂંકો નથી, જાડો નથી, દીન નથી, જેને ઇંદ્ર નમ્યો છે, જેણે ઇંદ્રિયો જીતી છે, તે શ્રી જિતેન્દ્ર લક્ષ્મી માટે
હો. (૨૧) નહીં ઊંચો, નહીં નીચો, નહીં કુબડો, ન વિશાળ, ન ભીનો, નહીં ધીમો,
નહીં જૂનો, નહીં નવો, ન દૂર, ન નીચો, ( તેનીડો ન બદલે ન નીવો પાઠ
કલ્પીએ તો) ન પૂર્ણ, ન છેડે રહેલો, જેને ઇંદ્ર નમ્યો છે તેવો. (૨૨) નહીં મત્ત, નહીં પ્રમત્ત (?), ન ચંચળ, ન ગોળ, ન ડાબો કે જમણો, ન છૂપો (ક) પ્રગટ, ન સીધો, ન વાંકો, ન ઘરડો, ન બાળ...
મહાયોગી આનંદથન
(૧૪) પાંચ સમિતિની સજઝાય ? આનંદઘન ગ્રંથાવલી ''માં પાંચ સમિતિની ઢાળ આપવામાં આવી છે. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન-નિક્ષેપ સમિતિ અને પારિઠાવણિયા સમિતિ એમ પાંચ સમિતિ આપવામાં આવી છે. એ અંગે વિશેષ નોંધ કરતાં સંપાદકશ્રી લખે છે :
પાંચ સમિતિની પાંચે ઢાળ શ્રી આનંદઘનજીની જ છે” આમાં શંકાને કોઈ સ્થાન નથી. સ્વ. શ્રી ઉમરાવચંદજીને આ ઢાળ ક્યાંથી મળ્યો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. શ્રી અગરચંદજી નાહટાએ ‘શ્રીમદ્ દેવચંદ્ર સઝાયમાલા” ભાગ ૧માં એ પ્રકાશિત કરી છે.૧૪
શ્રી આનંદઘનજીએ લખેલી કહેવાતી આ પાંચ સમિતિની હસ્તપ્રત ઘણા ભંડારોમાં તપાસ કરવા છતાં મળી નહીં. સ્તવનો અને પદની માફક એમની સમિતિઓ પણ સારો એવો પ્રચાર પામી જ હોય, તેમ છતાં એની હસ્તપ્રત કેમ નહીં હોય ? એમની “આત્મોપદેશ સઝાય” નામની સઝાય અન્ય સજઝાયમાળાઓમાં મળી, પણ એ સિવાય આનંદઘનજીની કોઈ સજઝાય મળતી ન હતી. એ પછી આનંદઘનજીની રચેલી કહેવાતી આ પાંચે સમિતિઓ જુદી જુદી સઝાયમાળાઓમાં શોધવા પ્રયત્ન કર્યો, તો જણાયું કે “શેઠ ઘેલાભાઈકૃત પાંચ સુમતિની સઝાયો”ને આનંદઘનજીના નામે ચડાવી દીધી છે.
કવન