________________
આમાં જ્ઞાનની ગહનતા છે, ભક્તિની મૃદુતા છે, અધ્યાત્મની ગૂઢતા છે અને એથીયે વિશેષ આ બધું ચૂંટાઈ ઘંટાઈને સાહજિક રીતે વ્યક્ત થયેલું છે. આથી જ જ્ઞાનસાર જેવા વિદ્વાને છત્રીસ-છત્રીસ વર્ષ સુધી “આનંદધન બાવીસી" પર મનન કર્યા પછી એના પર “બાલાવબોધ ” લખ્યો ત્યારે એને આનંદથનનો આશય “અતિગંભીર ” લાગ્યો હતો. તેઓ આનંદઘનની રચનાઓને “ટંકશાળી” એટલે કે નગદ સત્યનો કીમતી ઉપદેશ આપનારી તરીકે ઓળખાવે છે. આ સ્તવનોમાં વણાયેલો બોધ જોઈએ.
આધ્યાત્મિક ઉન્નતિનો બોધ યોગ અને અધ્યાત્મનાં આત્મસાત્ કરેલાં રહસ્યો કઈ રીતે પ્રગટ થાય ? સમર્થ યોગી, મહાન અધ્યાત્મજ્ઞાની અને આગમના અભ્યાસી સાધકની વાણીનું સ્વયંસ્કુરિત ઝરણું કેવી રીતે પ્રગટ થાય છે ? આનંદઘનનાં સ્તવનોનો પ્રારંભ જ્ઞાન, ભક્તિ અને યોગની અનુપમ ત્રિવેણીથી થાય છે. તે આપણને એકાએક સાધનાના ઊંડાણમાં લઈ જતા નથી, પણ ક્રમશ: એનાં એકએકથી ચઢિયાતાં ઉન્નત સોપાનો દર્શાવે છે. આનંદઘને આરંભ કર્યો છે ભૌતિક પ્રેમ અને પ્રભુપ્રેમનું અંતર બતાવીને, ભૌતિક પ્રેમના સંદર્ભમાં ઉચ્ચ આધ્યાત્મિક પ્રેમની વિશેષતા દર્શાવીને. આમ છતાં ઋષભ જિનેશ્વરને તેઓ “પ્રીતમ માહરા” કહે છે, પણ ક્યાંય આ “પ્રીતમ” પ્રત્યે લાગણીની ઘેલછા દાખવી નથી. એની સામે પ્રણયના લાડભર્યા ઉદ્ગાર કાઢચા નથી. આ પ્રીતિ એ તો ગૌરવશાળી પ્રીતિ છે, એ કોઈ લાચારની શરણાગતિ નથી. આ પ્રીતિ એ આત્મખોજના અંતે સાંપડેલી એકલીનતા છે, એ કોઈ સોપાધિક પ્રીતિ નથી. આથી તો યોગી આનંદઘન બાહ્ય પ્રીતિનો વિરોધ કરી ધાતુએ ધાતુનો મેળાપ થાય એવી તદ્રુપતાનો આગ્રહ રાખે છે. દુન્યવી પ્રેમ એ તો પ્રીતિની વાતો કરે છે. એમાં પુલનું આકર્ષણ હોય છે; જ્યારે આનંદઘન તો આત્માની વિશુદ્ધ દશાથી મેળવાતા પ્રભુપ્રેમની ચાહના કરે છે. આ માટે બાહ્ય તપ કે લીલાના લક્ષ્ય સ્વરૂપની તેઓ ટીકા કરે છે. અહીં તો ધ્યાન, ધ્યેય અને ધ્યાતા એકરૂપ બને તેવા ભાવપૂજનની વાત છે. અંતરમાં ક્યાંય ફૂડ-કપટ ન હોય, મનમાં કયાંય ક્લેશ ન હોય, આત્મામાં
ક્યાંય વિકાર ન હોય એવી શુદ્ધ ચેતનાનું આત્મસમર્પણ છે. આવી પૂજાનું ફળ જ છે ચિત્તપ્રસત્તિ. એવી ચિરમસત્તિ મેળવવાના માર્ગનો કવિ નિર્દેશ કરે છે. આ રીતે પ્રથમ સ્તવનમાં પરમાત્મપ્રીતિનું તત્ત્વજ્ઞાન આનંદઘને આલેખ્યું છે..
પ્રથમ સ્તવનમાં સ્થૂળપ્રીતિ અને આધ્યાત્મિક પ્રીતિનો ભેદ દર્શાવી પ્રભુની સ્થાયી પ્રીતિનો મહિમા ગાયો છે. હવે એ સ્થાયી પ્રીતિને માર્ગે આગળ જવું છે. એ દિવ્ય માર્ગનું અનુસરણ કરવું છે અને તેની વાત યોગી આનંદઘન બીજા સ્તવનમાં
મહાયોગી આનંદથન
કહે છે. આ માર્ગે ચાલવું એ તલવારની ધાર પર ચાલવા કરતાં પણ કપરું છે, કારણ કે સત્યમાર્ગ એ કદીય સરળ માર્ગ હોતો નથી. એ માર્ગે ચાલવા માટે અજિતનાથ જિનેશ્વરનો પંથ નિહાળે છે, ત્યારે ખ્યાલ આવે છે કે જે આંતર-શત્રુઓથી હું પીડાઉં છું તેને તો જિનેશ્વરે જીતી લીધા છે. જેને ભગવાને વશ કરીને કાબૂમાં રાખ્યા છે એ જ રાગદ્વેષ પોતાના પર કાબૂ ધરાવે છે ! આવા પ્રભુનો પંથ ચર્મચક્ષુથી કઈ રીતે જોઈ શકાય ? એ માટે તો રહસ્ય પારખનારાં દિવ્યચક્ષુ જોઈએ. એ પંથે ચાલવા માટે અગાઉની પરંપરા જોઈએ તો તે સાચી રાહબર નથી. એમાં મતાગ્રહ અને હઠાગ્રહ ચાલ્યા છે. આ પછી તર્કનો આશ્રય લઈએ તો તેય પ્રભુના પંથે લઈ જતી નથી. વાદ અને વિવાદના વર્તુળમાં તર્ક ફેરફૂદરડી ફર્યા કરે છે. આમ, સ્થૂળ-ચક્ષુ, પુરુષપરંપરા અને તર્ક-વિચારણા પ્રભુનો માર્ગ દાખવતાં નથી. આગમદૃષ્ટિએ વિચાર કરીએ તો ક્યાંય ઊભા રહેવાની જ ગ્યા પણ નથી. અંતે કાળલબ્ધિ પામીને પંથ નિહાળવાના પરિણામની આશા રાખી તેનું અવલંબન કરીએ છીએ. આ બીજા સ્તવનમાં કવિ દર્શાવે છે કે અધ્યાત્મને માર્ગે ચાલનારે વાદ-વિવાદ કે પરંપરાને બદલે આત્મદૃષ્ટિએ આગળ વધવું જોઈએ, તો જ એની પરમાત્મ-માર્ગદર્શનની અભિલાષા સિદ્ધ થશે.
પહેલા સ્તવનમાં પરમાત્મા સાથે પ્રીત જોડી, બીજા સ્તવનમાં એનો માર્ગ નિહાળ્યો અને હવે એ પરમાત્માની સેવાનું રહસ્ય પામીએ. પરમાત્માની સેવા માટે શુદ્ધિની સજ્જતા કેળવવી જોઈએ, કવિ આનંદઘન માત્ર ત્રણ શબ્દોમાં એ સજ્જતા બતાવે છે. તેઓ અભેય, અદ્વેષ અને અખેદ ધારણ કરવાનું કહે છે. અને પછી ભય, દ્વિષ અને ખેદની લાઘવભરી સમજાવટ આપે છે. વિચારોનું અસ્થિરપણું તે ભય, અરોચકભાવ તે દ્વેષ અને પ્રભુસેવામાં પ્રમાદ તે ખેદ. આ રીતે અભય, અદ્વેષ અને અખેદથી ભૂમિકાશુદ્ધિ થાય ત્યારે સાધક યોગના રહસ્ય ભણી આગળ વધે છે. જ્યારે એ ચરમપુદ્ગલપરાવર્તમાં આવે, ત્રીજું કરણ કરે અને એની ભવસ્થિતિ પરિપાકદશાને પામે છે ત્યારે મોક્ષમાર્ગ તરફ એની દૃષ્ટિ ખૂલી જાય છે. પાતિકનો નાશ કરનારા સાધુ પુરુષનો પરિચય થાય છે. અશુભ વૃત્તિઓનો ક્ષય થાય છે અને નયવાદની સાચી સમજ એનામાં જન્મે છે. આવી ભૂમિકા તૈયાર થાય પછી જ અગમ અને અનુપમ પ્રભુસેવા થઈ શકે છે.
પરમાત્માની સેવા માટે સજ્જ સાધકમાં પરમાત્મ-દર્શનની આરત જાગે છે. શ્રી અભિનંદન જિન સ્તવનમાં કવિએ પરમાત્મ-દર્શનનો તલસાટ વ્યક્ત કર્યો છે. આ દર્શન એ અનેકાંતદર્શન છે. એકાંતદર્શનથી તો અંશ સત્ય પ્રાપ્ત થાય છે. અનેકાંતદર્શનથી પૂર્ણ સત્યદર્શન મળે છે. અહીં પરમાત્માનું દર્શન એટલે કે સમ્યફ
પરંપરા અને આનંદથન