________________
ફળફળાદિને અવલંબીને સ્તુતિઓની રચના કરવામાં આવી. આ સ્તવનોમાં ક્યાંક પ્રભુના ગુણોનું માત્ર કીર્તન હોય છે. જેમ કે શ્રી જિનમહેન્દ્રસૂરિ શ્રી સુવિધિ જિન સ્તવનમાં પ્રભુના ગુણોને દર્શાવતાં કહે છે :
“જય જય જ ગદાધાર, સુવિધિ જિ ગંદા રે; સારે સુરનર સેવ અધિક આનંદા રે. સુરતરૂનાં અવતાર, સિવે સુખકં દા રે; સમયાં પૂર છે કાજ , કાટે હું દા રે. પાપ વિદારણ મ્યાંમ, કોટિ જિ ગંદા રે; સાત જ કારણ જાંણ, (જિ ન) ચંદા રે. તુજ ગુણ અંત ન પાર, કહત સુરિંદા રે,
ચાહે તુઝ પદ સેવ, મહેન્દ્ર મુર્ષિદા રે. આવાં સ્તવનોમાં તીર્થંકરના ગુણોનું કીર્તન હોય છે અને ઘણી વાર તો એ ગુણાનુવાદ માત્ર વિશેષણોથી જ કરવામાં આવે છે. યોગી આનંદઘનજીએ પણ સાતમા શ્રી સુપાર્શ્વજિન સ્તવનનું આવું ગુણ-કીર્તન કરતાં માત્ર વિશેષણોથી તીર્થંકરનો મહિમા કર્યો છે. : શિવશંકર જગદીસરુ ચિદાનંદ ભગવાન,
જિન અરિહા તિર્થંકરૂ જ્યોતિ સરુપ સમાન, લલના.” અલખ નિરંજણ વચ્છવું, સકલ જંતુ વિસરામ
અભયદાન દાતા સદા, પૂરણ આતમારાંમ.” (ગાથા : ૩, ૪) પામર માનવી પોતાને ઉગારવા માટે અને ભવભ્રમણના ફેરા ટાળવા માટે તીર્થંકર દેવને દર્દભરી વિનંતી કે આજીજી કરતા હોય એવાં સ્તવનો મળે છે. આ સ્તવનોમાં પ્રભુને પરમસ્થાન, પરમજ્ઞાન અને પરમ આત્મારૂપ માનીને જીવ વિનંતી કરતો હોય છે. શ્રી ખુશાલમુનિ એમના શ્રી નમિજિન સ્તવનમાં પોતાનો અક્ષય ખજાનો ધરાવતા “સાહિબા"ને સેવકને કશુંક આપવા વિનંતી કરે છે. એના દરબારમાં રાત-દિવસ ઊભો રહીને સહેજે ખામી ન આવે તે રીતે પોતે સેવા કરે છે અને છેલ્લે તેઓ જિનવરને વિનંતી કરે છે :
“મુજને આપો વહાલા વંછિતદાન જો , જેહવો રે તેહવો છું તો પણ તાહરો રે; વહાલો વહેલો રૂડો સેવકે વાન જો,
દોષ ન કોઈ રે ગણજો માહરો રે. જગબંધવ જાણીને તાહ રે પાસ જો , આવ્યો રે ઉમાહ ધરીને નેહશું રે, શ્રી અખિયચંદસુરીશ પસાય આશ જો,
સફળી ફળી છે ખુશાલ મુનિને જેહશું રે.” એ જ રીતે શ્રી હરખચંદજી શ્રી શાંતિનાથ જિન સ્તવનના આરંભે કહે છે કે “ચિત ચાહત સેવા ચરનનકી.”ક
પ્રભુને પ્રિયતમ કે મિત્ર માનીને પણ એનું ગુણ-કીર્તન કરવામાં આવે છે. આનંદઘનજીએ ઋષભ-જિનના પ્રથમ સ્તવનમાં એમને “પ્રીતમ" કહ્યા છે. પ્રભુને પ્રિયતમ માનીને પ્રભુ પોતાને ભૂલી ગયા, એ રીતે ઉપાલંભ આપતાં સ્તવનોની પણ રચના થઈ છે અને આવાં સ્તવનોમાં કૃષ્ણભક્તિનાં પદોની છાંટ પણ જોવા મળે છે. અમૃતવિજયજી નેમિનાથ સ્તવનમાં ગુલાલ ઉડાડતા પ્રિયતમની વાત કરતાં કહે છે :
રસ બસ કે સંગ હૈ કુરકવા, વા ન દૂર હીયા રિઝેગી; કેસર ભરી પીચકારી નિવારી, સુરંગ ચુનરીયા ભજે ગી. પીરી ભઈ પિયુ પિયુ રટનાયે, જે સી હીયા છીજે ગી; ખેલ બરજ સખીયાકી મહિયા, કહા જુ સુનઈયા કીજે ગી. રાજુલ સિર બડી તો મત યાકી, છોટીસી નનદીયા દીજે ગી; મન ભાવન પિયા નેમિસર સોં અમૃત રસ યા પીજે ગી.”
પ્રભુને “મુજરો” લેવાનું પણ કહેવામાં આવે છે, અને આ “ભવ ભવ સેવક” એની પાસે માગણી કરે છે.
“કાંઈ જોજ્યો કાંઈ જોજ્યો રે, સ્વામીડા મુને નેહ ભર જોજ્યો. મુજરો લ્યો કે પાસ જિગંદા, ટાળી જે ભવ ફેરો રે...”
શ્રી કાંતિવિજયજીરચિત પાર્શ્વજિન સ્તવનમાં આ રીતે “સ્વામીડા” પાસે યાચના કરવામાં આવી છે, તો પ્રભુને ઉપાલંભ આપતાં સ્તવનો પણ મળે છે :
“બાળપણે આપણ સનેહીં, રમતા નવ નવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારીને વે.
હે પ્રભુજી ! ઓલંભડે મત ખીજો . જો તુમ ધ્યાતાં શિવ-સુખ લહીએ, તો તેમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ-પરિપાક થયા વિણ, કોઈ ન મુક્તિ જાવે.
હો પ્રભુજી.” પરંપરા અને આનંદઘન
મહાયોગી આનંદઘન