________________
aei
પરંપરા અને આનંદઘન
ઈ.સ. ૧૮૭૭માં શ્રી ઉત્તમચંદ ઉમેદચંદ અને કેશવલાલ વી. શિવરામ તથા સાંકળચંદ મહાસુખરામે પ્રસિદ્ધ કરેલી “સઝાયમાળા''માં આ પાંચે સજઝાય (પૃ. ૧૯૪ થી ૧૯૯) આપવામાં આવી છે અને પ્રારંભે “અથ શેઠ ઘેલાભાઈકૃત પાંચ સુમતિની સજઝાયો” એવું શીર્ષક આપ્યું છે. અન્ય સઝાયમાળાઓમાં પણ “શેઠ ઘેલાભાઈ કૃત પાંચ સુમતિની સઝાયો” તરીકે આ સજઝાયો મળે છે. ઈ. સ. ૧૯૦૦માં શ્રી લલ્લુભાઈ ઈશ્વરદાસે પ્રગટ કરેલી “સઝાયમાળા” ભાગ ૩ (પૃ.૨૨૩)માં અને ઈ. સ. ૧૯૧૨માં અમદાવાદથી શા. બાલાભાઈ છગનલાલે પ્રસિદ્ધ કરેલી “જૈન સજઝાયમાળા”ના ભાગ ત્રીજામાં (પૃ. ૧૮૪ થી ૧૮૮) આ સક્ઝાય મળે છે. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી સઝાયને અંતે આનંદઘન શબ્દ આવતો હોવાથી આ સજઝાય આનંદઘનની છે એવી કલ્પના કરવામાં આવી હોય. પાંચમી સઝાયમાં છેલ્લે આનંદઘનનું નામ મળે છે જે આ પ્રમાણે છે :
ચેતનજીને બહુ પરે પ્રીછવું રે,
તેને વનાવું સ્થિર વાસ રે, તે તો ચારે બસ કરી ન હોવે રે,
તેને વોસિરાવી શિવ જાય રે, ધર્મરાયની આણને અનુષરે રે,
તે તો આનંદઘન મહારાય રે.” ૨૮ જ્યારે અન્ય સજઝાયમાળામાં અંતે આનંદઘન શબ્દ નથી અને તેને બદલે છેલ્લી પંક્તિ આ પ્રમાણે છે :
તો ચેતનજીને હો બહુ મેરે પ્રીછવું,
તેહને બનાવું થીર વાસ તેહ તો તારે હો ફરી વશ નવિ હોય,
મને વસરાવી સીવ જાય ધર્મરાયની હો આણ જે અનુસરે,
- તિહાં તો નહીં તુજ પ્રચાર.” આ પાંચ સઝાય ભાવ અને ભાષાની દૃષ્ટિએ પણ આનંદઘનની લાગતી નથી. માત્ર અંતે આનંદઘન શબ્દ આવતાં આને આનંદઘનની સજઝાય કહેવા પ્રેરાયા હશે. “આનંદઘન ગ્રંથાવલી ”માં શ્રી મહતાબચંદ ખારેડ નિ:શંક રીતે આને આનંદઘનજીની પાંચ ઢાળ માને છે. પણ હસ્તપ્રતના અભાવે તેમજ સક્ઝાયમાળાઓમાં શેઠ ઘેલાભાઈએ રચેલી સઝાયનો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી આપણે નિ:શંક કહી શકીએ કે આ પાંચ ઢાળ આનંદઘનજીની નથી.
સ્તવનનો પ્રકાર ઉત્તરાધ્યયન સુત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં શિષ્ય પ્રશ્ન કરે છે :
"વડેવીસથUI મંતે ! નીવે ëિ ખાય ?"
“હે ભગવંત ! ચતુર્વિશતિ-સ્તવે કરવાથી જીવ ક્યા લોભને પ્રાપ્ત કરે છે ? એના ઉત્તરમાં ભગવાન કહે છે :
"વસવસત્થguj ઢંસાણ-વિસોëિ Mાય |"
હે શિષ્ય ! ચતુર્વિશતિસ્તવથી જીવ દર્શનની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ દર્શન અંગે સ્પષ્ટતા કરતાં ટીકાકાર કહે છે કે દર્શનનો અર્થ અહીં સમ્યક્ત્વ સમ્યગુદૃષ્ટિ ગ્રહણ કરવાનો છે.
આ રીતે ચતુર્વિશતિ-સ્તવથી તાત્કાલિક ફળ સમ્ય કૃત્વની શુદ્ધિની પ્રાપ્તિનું મળે છે. આ સમ્યકદર્શન વિના સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર પ્રગટતું નથી અને સમ્યક્રચારિત્ર વિના મુક્તિ મળતી નથી. પરિણામે ચતુર્વિશતિ-સ્તવનું પરંપરાફળ એ મોક્ષ છે.
- જૈનપરંપરામાં પ્રભુપૂજન માટે સ્તુતિ, સ્તવન, સજઝાય જેવા કાવ્યપ્રકારો પ્રચલિત છે. આ સ્તવનને માટે સ્તોત્ર, સ્તવ અને
મહાયોગી આનંદધન
80