________________
આનંદઘન ઇમ ઉંચરે ભાઈ ઐસી વિધ સમરો નામ રે,
પ્રભુ. ૬ એસે જિન ચરણે ચિત લ્હાવો મનાજી.
પ્રભુ ચરણે ચિત લાવી. ઇતિ પ્રભાતી સ્તવન સંપૂરણ |
એ ૪
રમ, પ
જેમ પાષાણમેં હેમ ધૃત દુધ મેં, તેલ જિમ તલ વિષે રહ્યો વ્યાપી; કાષ્ટમેં આગ નિચે લખે લોક સવિ,
પ્રગટે પ્રત્યક્ષ વ્યવહાર થાપી. શુદ્ધ નિરાકાર અવિકાર નિજ રૂ૫ શ્યો, ધરત ગુણે આઠ શિવરૂપ દેહે; કર્મ પરિણતિ ખિરે જ્ઞાન ઉદયો ધરે,
તામ કિરિયા કરે પામિ ગેહે. દ્રવ્ય ને કર્મ નોકર્મ વિરહિત ભયો, નિશ્ચયાકાર ચેતન વિરાજે; એક ઉપદેશ ઘરવેશ તિણ અવસરે,
અવર જગ જાલ સંગતિ ન છાજે , પ્રગટ એ વાત દિનરાત આગમ વહે, ઉભય ચારિત્ર વિણ શિવ ન સાધે; આપ્ત અનંત પરંપરા તિણ વિધિ,
એકતા થાપિ એ કિમ વિરાધે ? કલ્પના કર્મ ગુણ આપ ચેતન અગુણ, સરણ થિતિ બંધ ગુણ વિવિધ ગાવે, એક વિપરીત નિજ દરસ સકતે સહજ ,
મોજ આનંદથન રૂપ પાવે.
એ
હું
- ૭
અ. ૮
(૧૦) શ્રી મહાવીર જિન સ્તવન શ્રી જિન ગુણ સ્તવન સ્તુતિ સુઝાયાદિ સંગ્રહે ” નામના પુસ્તકમાં શ્રી આનંદઘન, શ્રી યશોવિજયજી અને શ્રી દેવચંદ્રજી વગેરેની ચોવીશી, પર્વતિર્થિનાં ચૈત્યવંદનો, સ્તુતિઓ અને સઝાયોનો સંગ્રહ આપવામાં આવ્યો છે. આમાં પૃષ્ઠ ૧૩૨ થી ૧૮૪ સુધી આનંદઘનજીનાં ૨૪ સ્તવનો આપ્યાં છે, પણ એની સાથે પૃષ્ઠ ૪૧૮ પર શ્રી આનંદઘનજીકૃત એક જુદું જ “ શ્રી મહાવીર જિન સ્તવન ” મળે છે. આ કૃતિને “ શ્રી આનંદઘનજી કૃત ૨૪ શ્રી મહાવીર જિન સ્તવન” એવું શીર્ષક આપ્યું છે. આ પુસ્તકમાં સંગ્રાહક તરીકે “શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ, ખંભાત, વડવા” અને એને “છપાવી પ્રસિદ્ધ કરનાર તરીકે શા. મણિલાલ ઉગરચંદ નું નામ આપવામાં આવ્યું છે. એની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૩૪માં પ્રગટ થઈ.
આ શ્રી મહાવીર સ્તવનમાં જૈન ધર્મની પરિભાષાનો ઉપયોગ કરીને પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. શ્રી આનંદઘનજીના ૧ થી ૨૧ સ્તવનમાં તીર્થકરના જીવનના બદલે આરાધનાનાં સોપાનોની છણાવટ કરેલી હોય છે, એવું અહીં પણ જોવા મળે છે. આનું કર્તુત્વ આનંદથનનું લાગે છે. એ સ્તવન આ પ્રમાણે છે :
કડખાની દેશી અહો વીર જગવીર વ્યવહાર નિચે મયી, સુગમ કરિ પંથ શિવપંથ દીનો; એક રૂચિ અરૂચિ જિમ અલુણ ભોજન કરે,
પરિહરે અનુસરે ધર્મ ભીનો. અહો. ૧ પંચદર્શન ધરે એ ક પનું રેખાદરે, કિમ વરે આપ નિધિ દૂર વર્તિ; કથન રૂપી હુઆ એહ મત જુજુઆ,
વ્યોમના ફલ જિ મછે અમૂર્તિ, એ ૨ સમય જિન તાહરે ઉભય પુખ જે ધરે, જ્ઞાન કિરિયા કરી શુદ્ધ પરખે; ચેતના રૂપ નિજ રૂપ સંપતિ સદા,
અનંત ચતુષ્ટય સહી જીવ નિરખે, એ ૩ મહાયોગી આનંદથન
(૧૧) “ચોવીસે તીર્થંકરનું તવન’ આનંદઘન બાવીસી ના રચયિતા આનંદઘનજીનું એક “ચોવીસ તીર્થંકરનું તવન” મળે છે, આ સ્તવન શ્રી અગરચંદ નાહટા બિકાનેર )ના સંગ્રહમાં ઉપલબ્ધ થાય છે. આ સ્તવનમાં ચોવીસ તીર્થકરોના પ્રભાવને સંક્ષેપમાં બતાવવામાં આવ્યો છે. કવિએ પ્રાસ મેળવવાનો પણ પ્રયાસ કર્યો છે તેમજ તીર્થંકરના નામને દોહરાવીને નામ અને ગુણાનું એક્ય દર્શાવવા કોશિશ કરી છે. જેમ કે
સીતલ સીતલ જેમ અમી, કામિત ફલદાય જી.” અથવા તો -
“વિમલ વિમલ આચારની, તુઝ શાસન ચાહ જી. ** પ્રાસની દૃષ્ટિએ નોંધપાત્ર ગણી શકાય તેવું સ્તવન ભાવની દૃષ્ટિએ બહુ ઊંચી કોટિનું જણાતું નથી. સ્તવનમાં તીર્થકરોના ગુણોની સ્તુતિ હોય છે અને એ સ્તુતિકાર્ય આ સ્તવન બરાબર બજાવે છે એમ કહી શકાય.