Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 36
________________ જી. બા. ૩ જી. બા. ૪ જી. બા. ૫ જી. બા. હું છે : (૧) વાચના (૨) પૃચ્છના (૩) અનુપ્રેક્ષા (૪) આમ્નાય યાને પરિવર્તન (૫) ધર્મોપદેશ. આ સજઝાયમાં ઉપદેશ અથવા તો તત્ત્વજ્ઞાન પઘમાં આલેખાયેલું હોય છે અને આત્મકલ્યાણ અર્થે એ ગાવામાં આવે છે. સજઝાયમાં ધીરે ધીરે ઘણા વિષયો ઉમેરાવા લાગ્યા અને પરિણામે એનું વિષયફલક અત્યંત વિસ્તૃત બન્યું. આમ છતાં એનું કેન્દ્રબિંદુ તો ધર્મોપદેશ જ રહ્યું છે. જુદી જુદી સઝાયમાળાઓમાં આનંદઘનજીની “અધ્યાત્મોપદેશ સઝાય ” મળે છે. ઈ. સ. ૧૮૯૨ (સં. ૧૯૪૯) કારતક સુદ ૧૫ ‘યથામતિ સંશોધન કરાવી, પ્રગટ કરનાર શ્રાવક ખીમજી ‘ભીમસિહ માણેક'ની ‘સજઝાયમાળા' ભાગ ૧ ના પૃ. ૧૯૫ પર આ સઝાય મળે છે. એ પછી ઈ. સ. ૧૯૦૦માં શ્રી લલ્લુભાઈ ઈશ્વરદાસે પ્રગટ કરેલી ‘સઝાયમાળા' ભાગ ૩ના પૃષ્ઠ ૧૭૨ પર આ સજઝાય છે. ત્યાર બાદ ઈ. સ. ૧૯૩૫માં શા. કસ્તુરચંદ નેમચંદ, સુરત દ્વારા પ્રસિદ્ધ થયેલી “શ્રી સક્ઝાયમાળા'માં, ઈ. સ. ૧૯૩૬માં પં. મફતલાલ ઝવેરચંદ દ્વારા પ્રગટ કરેલી ‘સઝાયમાળામાં, ઈ. સ. ૧૯૪પમાં ઝવેરી મોહનલાલ ડાહ્યાભાઈ સુરતીએ પ્રગટ કરેલી ‘સજઝાયમાળા’માં, અને ઈ.સ. ૧૯૫૪માં શ્રી સારાભાઈ નવાબે પ્રગટ કરેલી ‘આનંદઘન પદ્યરત્નાવલી માં આ સજઝાય મળે છે. આ સજઝાયનું કર્તુત્વ આનંદઘનનું લાગતું નથી. સજઝાયની ભાષા અત્યંત આધુનિક છે અને એથી આ સઝાય આનંદઘન પછીના સમયમાં રચાઈ લાગે છે. એટલું જ નહીં, પણ એ કોઈ ગુજરાતી કવિને હાથે રચાઈ છે. આનંદઘનની ભાષામાં જે રાજસ્થાની ભાષાનો સ્પર્શ જોવા મળે છે તે અહીં દેખાતો નથી. અહીં શ્રાવક ખીમજી ભીમસિંહ માણેકની ‘સક્ઝાયમાળા’, જે ઉપર કહેલી સઝાયમાળાઓમાં સૌથી જૂની છે તેમાંથી આ સજઝાય લીધી છે : હું તો પ્રણમું સદ્ગુરુ રાયા રે, માતા સરસતીના વંદું પાયા રે, હું તો ગાઉ આતમ રાયા. જીવનજી બારણે મત જાજો રે, તુંમેં ઘેર બેઠા કમાવો ચેતન જી, બારણે મત જાજો રે. (૧) તાહરે બાહિર દુર્મતિ રાણી રે, કે, તારું કુમતિ કહેવાણી રે, તેને ભોલવી બાંધશે તાણી રે, જી. બા, રે મહાયોગી આનંદથન તાહરા ઘરમાં છે ત્રણ રત્ન રે, તેનું કરજે તું તો જત્ન રે, એ અખૂટ ખજાનો છે ધન રે. તાહરા ઘરમાં પેઠા છે ધુતારા રે, તેને કાઢોને પ્રીતમ પ્યારા રે, એથી રહો ને તુંમેં ન્યારા. સત્તાવનને કાઢો ઘરમાંથી રે, ત્રેવીશને કહો જાયે ઇહાંથી રે, પછી અનુભવ જાગશે માંહેથી. શોલ કષાયને દીયો શીખ રે. અઢાર પાપસ્થાનકને મગાવો ભીખ રે, પછે આઠ કરમની શી બીક, ચારનૅ કરોને ચકચૂર રે, પાંચમી શું થાઉ હજૂર રે, પછે પામો આનંદ ભરપૂર, વિવેકદીરે કરો એજુવાલો રે, મિથ્યાત્વ અંધકારને ટાલો રે, પછે અનુભવ સાથે માલો રે. સુમતિ સાહેલી શું ખેલો રે, દુર્મતિનો છેડો મેહલો રે, પણું પામો મુક્તિ ગઢ હેલો રે. મમતાને કેમ ન મારો રે, જીતી બાજી કાંઈ હારો રે, કેમ પામો ભવનો પારો રે. શુદ્ધ દેવગુરુ સુપસાય રે, મારો જીવ આવે કાંઈ હાય રે, પછં આનંદથનમય થાય રે. જી. બા. ૭ જી. બા. ૮ જી. બા. ૯ જી. બા. ૧૦ જી. બા. ૧૧ ઇતિ (૧૩) સિદ્ધચતુર્વિશતિકા શ્રી આનંદઘનજીનાં જૂની ગુજરાતી ભાષામાં લખાયેલાં સ્તવનો અને પદો મળે છે. ઊંડું શાસ્ત્રજ્ઞાન અને જૈનસિદ્ધાંત વિશેની માર્મિક સમજને કારણે એમનાં કવન

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101