________________
હીયે ધર ભાવના ભાવો
એ પ્રભુ તારણહાર. સકલ સંઘ સેવક જિનજી કો
આનંદઘન ઉપગાર.
આ. ૭
(૭) સકુલિની શિક્ષા ગર્ભિત સજઝાય શ્રી આનંદઘનનાં સ્તવનો અને પદો લોકકંઠે ઠેર ઠેર ગુંજતાં હતાં. એની વ્યાપક લોકચાહનાને કારણે નરસિંહ, મીરાં કે કબીરની માફક આનંદઘનને નામે ચડેલાં સ્તવન મળી આવે છે. કાવ્યને અંતે “આનંદઘન ભણે રે" એમ કહીને એ સ્તવન આનંદઘનજીનું હોય તેમ બતાવવા પ્રયત્ન થતો હશે અથવા તો ઊગતો કવિ આ રીતે પોતાના કાવ્યને બીજાને નામે ચડાવી પણ દેતો હોય. કેટલેક સ્થળે આનંદઘનના પદ તરીકે આનો ઉલ્લેખ જોવા મળે છે. અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહની કુલ પાંચ પત્ર ધરાવતી ક્રમાંક ૧૬૫૧૫ની પ્રતિમાં જુદાં જુદાં સ્તવનો અને સજઝાય મળે છે. આમાં પત્ર ૩B પર આનંદઘનજીએ લખેલી કહેવાતી પાંચ ગાથાવાળી સઝાય પ્રાપ્ત થાય છે. આ પ્રતિનું માપ ૨૬ ૫ X ૧૨.૫ સે.મી. છે અને તે વિક્રમના વીસમા શતકમાં લખાયેલી લાગે છે. આનંદઘનને નામે આપવામાં આવેલી સઝાય આ પ્રમાણે છે :
સરસતિ સાંમની કરો રે પસાય હું ગુણ ગાઉં રૂડાં કુલવહુજી પરણી ચાલ્યો પરદેશ ધીરે રહી રરુ)હું સીયલ પાલજ્યો જી. ૧ હીરુ વીરુ સાસરી રે જાય નાનીને ધન કુંવરબાઈ રમેં હૈંગલેંજી નૃપ તાર પર પત્ત નીસાલે રે જાય નાનાને પરજાપત પોચા પાલણે. જી રે બારે રે વરસે આવ્યો રે કાન છોકરડાને બોલે રુડા ટાચકડા ન લાવીઓજી હું તૂઝ પૂછું મારી સકુલીણી નાર પીયુ પાંખે છોકરડા કીમ આવીયા જી. ૩
મહાયોગી આનંદઘન
સૂર્યદેવે કર્યો રે પસાય ગોત્રજ ગોત્ર વધાવીયાજી એતલે ઉઠી લાગ્યો રે પાય ધન પનોતી ધન કુલવહે આનંદઘન ભણે રે સઝાય ભણતાં સિવસુખ સંપજે જી. તેહનો અનુભવ લેહસે જે
તે સવિ સંપધ પામસે ઇતિ શ્રી સકુલિની સીક્ષા ગર્ભિત સ્વાધ્યાય સંપૂર્ણ : II
આ સક્ઝાયમાં આલેખાયેલા ભાવ તદ્દન સામાન્ય છે અને એક સાવ સામાન્ય કોટિના ઉપદેશગીત કરતાં આમાં કોઈ બીજી વિશેષતા જોવા મળતી નથી. ઠરડાતી આવતી અભિવ્યક્તિ અને એનું તદ્દન સામાન્ય આલેખન જ આ સઝાય શ્રી આનંદઘનજીની નથી એમ સાબિત કરી આપે છે. યોગ અને તત્ત્વજ્ઞાનના ગહન પ્રદેશો પર વિચરનાર યોગી આનંદઘનજીની આ કૃતિ નથી, તે તો પહેલી જ નજરે પારખી શકાય તેવું છે.
(૮) નાની વહુનું પદ અને મોટી વહુનું પદ આનંદઘનનાં સ્તવનો અને પદોમાં ધર્મ, યોગ અને અધ્યાત્મની ગરિમા જોવા મળે છે. સંસારના મોહ, માયા કે વ્યવહારો એમને સ્પશ્ય જ નથી, પરંતુ એમની લોકપ્રિયતાને કારણે હોય અથવા તો કોઈ કવિની પોતાનું નામ ગુપ્ત રાખવાની એષણાને કારણે હોય, ગમે તે હોય, પણ આનંદઘનજીના નામે એમણે કદી ન સર્યા હોય તેવાં નાની અને મોટી વહુનાં બે પદ જોવા મળે છે. અહીં એ પદ શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહના ૧૨૩૮૦નો ક્રમાંક ધરાવતા ગુટકોના ૧૭માં પત્ર પરથી લેવામાં આવ્યાં છે. આ ગુટકામાં કુલ ૨૮૧ પાનાં છે અને આખોય ગુટકો એક જ વ્યક્તિના હાથે બે વર્ષના ગાળામાં લખાયો છે. આ ગુટકાના લિપિકાર છે. સા. લલુ જેઠાભાઈ અને લેખસંવત છે વિ. સં. ૧૯૩૩ની વૈશાખ વદ ૮, ગુટકાની સ્થિતિ શ્રેષ્ઠ છે. અહીં એ ગુટકામાંથી છ પદનું નાની વહુનું ગીત અને પાંચ પદનું મોટી વહુનું ગીત આપવામાં આવ્યું છે.
પદ ૧ નાની વહુને પર ઘેર રમવાનો ઢાલ,
નાં પર ઘેર રમતાં થઈ
જૂઠા બોલી દેસે ધણીને આલ.નાં. ૧ હલવે ચાલા કરતિ હેડે
લોક કહે છીનાલ. નાં ર કવન
G+