________________
એક પ્રમાણ તરીકે ટાંકે છે. પરંતુ તે બહુ બંધબેસતું નથી, કારણ કે આનંદઘેનના હાથે લખાયેલી પદની કોઈ પ્રતિ હજી સુધી ઉપલબ્ધ થઈ નથી. આથી પછીના સમયમાં જે રીતે જેને જેટલાં પદ કંઠે રહ્યાં એટલાં લખ્યાં. વળી પદસંગ્રહની વિવિધ હસ્તપ્રતોમાં તો અન્ય પદરચનાકારોની રચનાની સાથોસાથ આનંદઘનની થોડીક રચનાઓ પણ જોવા મળે છે. આથી વિશેષ પ્રચલિત અથવા તો થોડાંક ચૂંટેલાં પદો જ બીજાં પદોની સાથે સામેલ કર્યા હોય તેમ પણ બન્યું છે. વળી આ પદોમાં અન્ય કર્તાઓનાં પદો પણ આનંદઘનને નામે ચઢી જતાં એની કોઈ ક્રમબદ્ધતા રહી નહીં, પ્રત્યેક તીર્થંકરના નામોલ્લેખ સાથે રચાયેલાં સ્તવનોમાં આવી ક્રમબદ્ધતા જળવાઈ હોય તે સ્વાભાવિક છે.
ભાષાદૃષ્ટિએ વિચારીએ તો આનંદઘનનો જન્મપ્રદેશ રાજસ્થાન છે. પોતાની માતૃભાષા પર સાહજિક રીતે જ વ્યક્તિ પ્રભુત્વ ધરાવતી હોય છે. જ્યારે અન્ય ભાષાસ્વરૂપમાં પોતાની રચના કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એની માતૃભાષા એમાં ડોકિયાં કર્યા વિના રહેતી નથી. આનંદઘનનાં પદો રાજસ્થાની ભાષામાં લખેલાં છે, પણ એમનાં સ્તવનો ગુજરાતી ભાષાનો વિશેષ સ્પર્શ ધરાવે છે. આ સ્તવનોની ભાષામાં પાયારૂપ ભાષા તો રાજસ્થાની રહેલી છે એ તો લિગવ્યત્યય, “ણ ”કાર અને “3”કારનો ઉપયોગ તેમજ “ઓ”કારના પ્રયોગથી દેખાઈ આવે છે. આનંદઘને પોતાની માતૃભાષામાં કાવ્યરચના કરવાનો પ્રારંભ કર્યો હોય અને એ રીતે પ્રથમ પદો રચાયાં હોય એ સંભવિત છે. એ પછી એમણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિહાર કર્યો. એને પરિણામે એમની ભાષામાં ગુજરાતીનો પાસ બેઠો હોય તેમ અનુમાન થઈ શકે.
સ્તવનો ઉત્તરાવસ્થામાં લખાયાં એ માટે એક પ્રમાણરૂપે આપણે આનંદઘનનાં ચોવીસને બદલે બાવીસ સ્તવનો મળે છે એ હકીકત પણ ધ્યાનમાં લઈ શકીએ. સામાન્ય રીતે કોઈ પણ સ્તવનકાર ચોવીસી પૂરી કરે જ . આનંદઘને પણ ચોવીસી પૂરી કરી હોત, પરંતુ એમનો દેહવિલય થતાં એ અધૂરી રહી હોય એવું પૂરું સંભવિત છે. આ રીતે એમનાં મોટા ભાગનાં પદો જીવનના પૂર્વકાળમાં રચાયેલાં હોય અને સ્તવનો ઉત્તરકાળમાં રચાયેલાં હોય એમ માનવામાં બાધ આવતો નથી, પદો પૂરેપૂરાં લખ્યાં તે પછી જ સ્તવનો રચ્યાં હશે એમ આત્યંતિક વિધાન પણ ન કરી શકાય, ક્યારેક સ્તવનો લખતાં વચ્ચે કોઈ અનુભૂતિનો ઉછાળ આવી જતાં કોઈક નાનકડું પદ પણ રચાઈ ગયું હોય, આનંદઘેનની સ્તવનો અને પદોમાં પ્રગટતી પ્રતિભાને સાવ નોખી પાડવી શક્ય નથી. એમનાં પદોમાં પણ જિનભક્તિનો પ્રવાહ વહે છે. અને એમનાં સ્તવનોમાં પણ પદોનો ઊર્મિઉછાળ છે. પ્રણયની પરિભાષા તો આપણે
મહાયોગી આનંદથન
બાવીસમા શ્રી નેમિનાથ જિનસ્તવનમાં પણ જોઈ શકીએ છીએ. આ ઉપરથી આપણે એટલું જ તારણ કાઢી શકીએ કે મુખ્યત્વે એમનાં મોટા ભાગનાં પદો એમના પૂર્વજીવનમાં અને સ્તવનો ઉત્તરકાળમાં રચાયાં હશે.
આનંદઘનજીનાં પદો “આનંદઘન બહોંતરી” તરીકે જાણીતાં છે. આ નામ પરથી એમ લાગે છે કે આનંદઘનજીએ ૭ર પદ લખ્યાં હશે. પરંતુ જેમ આનંદઘનજીએ બાવીસ સ્તવનો લખ્યાં છે, છતાં એ “આનંદઘન ચોવીસી” તરીકે ઓળખાય છે, એ જ રીતે “આનંદઘન બહોંતરી” નામ પણ પાછળથી આપવામાં આવ્યું હોય એ બનવાજોગ છે. હસ્તપ્રતોમાં મળતાં પદો જુદી જુદી સંખ્યા ધરાવે છે, પરંતુ આ પદોમાં અન્ય કવિઓનાં પદો અને કોઈ અજ્ઞાત કવિએ આનંદઘનને નામે ચડાવી દીધેલાં પદો પણ ઘણાં મળે છે. જેમ કે આનંદઘનજીના નામે અત્યંત જાણીતું બનેલું
અબ હમ અમર ભયે ન મરેંગે.” એ પદ આગ્રાનિવાસી ઘાનતરાયનું ગણાય છે. “ઘાનતવિલાસમાં આ પદનો ક્રમાંક ૮૮ છે. એવી જ રીતે “તુમ જ્ઞાનવિભો ફૂલી વસંત” એ પદ પણ ઘાનતરાયનું છે એમ માનવામાં આવે છે, પરંતુ ઘાનતરાય આનંદઘનજી પછી થયા છે. આથી જૂની હસ્તપ્રતો પરથી ચકાસણી ન થાય, ત્યાં સુધી આને પ્રમાણભૂત માની શકાય નહીં. એવી જ રીતે “અવધુ વૈરાગ્ય બેટા જાયા”, “અવધૂ સો જોગી ગુરુ મેરા” અને “તજ મન કુમતા કુટિલકો સંગ” એ આનંદઘનને નામે ઓળખાતાં પદો ક્રમશ: બનારસીદાસ, બીર અને સુરદાસનાં* છે. આ સિવાય જૈન કવિ ભૂધરદાસ, ભક્ત કવિ આનંદઘન તેમજ ‘પંકજ ", ‘દેવેન્દ્ર” અને “સુખાનંદ" નામના કવિઓની કૃતિ આનંદઘનને નામે ચડેલી મળે છે. એક પદમાં આનંદઘન કહે છે : “આનંદઘન’ પ્રભુ તુમ્હારે મિલનકું જાય કરવત બ્લ્યુ કાશી.”
(‘આનંદઘન ગ્રંથાવલી’, પદ ૯૯) જૈન કવિ આનંદઘન કદીય કાશી જઈને કરવત મુકાવવાની કલ્પના ન કરે. એટલે એ પંક્તિવાળું આખું પદ જ પ્રક્ષેપરૂપ હશે. એ જ રીતે એક પદની અંતિમ પંક્તિ આ પ્રકારે છે : ‘આનંદઘન' કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ.”
(‘આનંદઘન ગ્રંથાવલી’, પદ ૧૦૧) આ પદ કબીરનું છે, એ એની છેલ્લી પંક્તિ જ કહી આપે છે. “કબીર ગ્રંથાવલી "માં પૃ. ૧૧૬ પર ૩૨ ૧માં પદરૂપે આ પદ સંગ્રહેલું છે. આનંદઘનનાં કેટલાંક પદ સાવ અસંબદ્ધ મળે છે, તો કેટલાંક વ્રજભાષામાં લખાયેલાં છે. આનંદઘનની