________________
રચનાઓ રાજસ્થાનમાં મળે છે, આથી વ્રજભાષાનાં પદો કોઈ અન્ય કવિનાં હશે એમ સહેજે અનુમાન કરી શકાય. કેટલાક પદને અંતે કોઈ કવિનું નામ મળતું નથી, એ પદો પણ આનંદઘનને નામે મુકાયાં છે, જ્યારે કોઈક પદમાં બે પંક્તિ એક કવિની, બીજી બે બીજા કવિની અને ત્રીજી બે આનંદઘનના કોઈ પદની, એમ રચના કરેલી જોવા મળે છે. આનંદઘનને નામે આવાં લગભગ ૧૨૧ પદો જોવા મળે છે. આમાં કયું પદ કોનું છે તેને માટે પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન કરીને નક્કી કરવાનું કાર્ય થયું નથી એ ખેદ ઉપજાવે તેવી બીના છે. “આનંદઘન ગ્રંથાવલીમાં ઉમરાવચંદ જરગડ અને મહતાબચંદ ખારૈડે આવાં પદો જુદાં તારવવા પ્રયાસ કર્યો છે. એમણે આનંદઘનનાં હોય તેવાં તોંતેર પદ જુદાં તારવ્યાં છે; જોકે પ્રાચીન હસ્તપ્રતોને આધારે એનું સંશોધન કરવાનું કામ તેઓએ કર્યું નથી.
આમ, બીજા મધ્યકાલીન કવિઓની માફક આનંદઘનનાં પદોમાં પણ અન્ય કવિઓની રચનાઓનું મિશ્રણ થયેલું છે. ખરું જોતાં એ જમાનાના બધા જ લોકપ્રિય કવિઓની કૃતિઓનું આમ બન્યું છે. સ્તવનોમાં એમ બનવા પામ્યું નથી. સ્તવનોના મુકાબલે પદોમાં કવિત્વશક્તિ, રસિકતા અને દૃષ્ટિની વ્યાપકતા જોવા મળે છે.
આનંદઘનની રચનાઓમાં એમની “આનંદઘન બાવીસી” અને “આનંદઘન બહીંતરી” બે પ્રસિદ્ધ રચનાઓ છે. આથી એવો ખ્યાલ પ્રવર્તે છે કે યોગી શ્રી આનંદઘને માત્ર આ બે જ કૃતિઓની રચના કરી છે. પરંતુ જુદા જુદા ભંડારોની હસ્તપ્રતોનું સંશોધન કરતાં શ્રી આનંદઘનજીની કેટલીક અપ્રગટ રચનાઓ પ્રાપ્ત થઈ છે. આમાંની કેટલીક રચનાઓ આનંદઘનની છે, જ્યારે કેટલીક અન્ય કર્તાએ આનંદઘનને નામે ચડાવી દીધી હોય તેવી લાગે છે. આનંદઘનજીનાં સ્તવનો અને પદોમાંથી એમના વ્યક્તિત્વની જે છાપ ઊપસી આવે છે, એ પરથી એમના કર્તૃત્વનો નિશ્ચય થઈ શકે તેમ છે. આનંદઘનનાં સ્તવનો અને પદોમાં ભાવની ગંભીરતા અને ભાષાની સુશ્લિષ્ટતા જોવા મળે છે. એ ધો૨ણે જોઈએ તો અહીં મળતું “નાની વહુનું અને મોટી વહુનું પદ” એમનું રચેલું નથી એમ નિ:સંકોચપણે કહી શકાય.
હસ્તપ્રતોમાંથી સંશોધન કરીને અહીં આપેલાં, ‘ઋષભ જિનનું પદ’, ‘આદેિજિન સ્તવન’, ‘પાર્શ્વજિનનું પદ’ અને ‘શ્રી પાર્શ્વપ્રભુનું પદ' એ આનંદઘનજીની રચના લાગે છે, જ્યારે ‘હોરી સ્તવન'માં જૈન પરિભાષાનો ઉપયોગ આનંદઘનજીનું કર્તૃત્વ સૂચવે છે. ‘સકુલિની શિક્ષા ગર્ભિત સજ્ઝાય’, ‘નાની વહુનું અને મોટી વહુનું પદ’, ‘પ્રભાતી સ્તવન’ જેવી રચનાઓ શંકાસ્પદ લાગે છે અને એની એ સ્થળે ચર્ચા પણ કરી છે.
મહાયોગી આનંદઘન
58
આ સિવાય કેટલીક અન્ય પ્રગટ રચનાઓ પણ મળે છે, જે ક્યાંક જ પ્રસિદ્ધ થઈ છે. એમાં ‘આત્મોપદેશ સજ્ઝાય’, ‘શ્રી મહાવીર જિન સ્તવન' અને ‘ચોવીસે તીર્થંકરનું સ્તવનનો સમાવેશ થાય છે. આનંદઘનની અપ્રગટ રચનાઓ જોઈએ.
(૧) શ્રી ઋષભ જિનનું પદ
અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજીએ ‘શ્રી ઋષભજિન સ્તવન’ લખ્યું છે. પણ તેમાં તીર્થંકરના જીવન કે એની અનુપમ શોભાનાં ગુણગાન કરવાને બદલે એમણે અધ્યાત્મ રસ વહેવડાવ્યો છે, જ્યારે અહીં આલેખાયેલા પદમાં ઋષભદેવના અંગની અનુપમ શોભા વર્ણવવામાં આવી છે. આનંદઘનજીનાં પદોમાં પણ ક્યાંય આ પદનો ઉલ્લેખ મળતો નથી. આ પદ શ્રી પુણ્યવિજયજી આદિ સંગ્રહમાંની ૧૩૪૮૨ ક્રમાંક ધરાવતી પ્રતિના માત્ર ૩B અને ૪A પર મળે છે. ૪ ગાથા ધરાવતા આ પદની ભાષા જૂની ગુજરાતી છે. આ પ્રતની સ્થિતિ શ્રેષ્ઠ છે. તેનો લેખનસંવત અનુમાને વિક્રમનું ૨૦મું શતક લાગે છે. પદ આ પ્રમાણે છે :
(વસંત)
બાવા રીષભ બેઠો અલબેલો, ડારું ગુલાલ સુંઠી ભરકે. ચોવા ચોવા ચંદન ઓર અરગજા, કેસરકી મટકી ભરકે.
મસ્તક મુગટ કાંને દોય કુંડલ, ફૂલનકા ગુજરા સિરપે.
બાંહે બાજૂબંધ સોહે બહોરખા અંગી બની હીરા ઝલકે. આનંદથન કે નાથ નિરંજન, તારલીજ્યો અપનો કરકે. ઇતિ પદમ
બા. ૧
કવન
59
બાર
બા ૩
બ
(૨) શ્રી પાર્શ્વ જિનનું પદ
મલ્હાર રાગ ધરાવતા આ પદમાં શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર પ્રત્યેની ભક્તિનો તલસાટ વ્યક્ત થાય છે. મનને એ પ્રભુચરણમાં ચિત્ત લગાડવાનું કહે છે અને અંતે એ ભક્તહૃદય પ્રભુને કહે છે - “તમ હો સાયબ મેરા.”