Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 26
________________ પોતાનો વિષાદ પ્રગટ કર્યો હોય, પરંતુ ઉપાધ્યાય યશોવિજયજીએ આવી કોઈ ઘટના પર ક્યાંય શોક વ્યક્ત કર્યો નથી. આથી ડૉ. વાસુદેવસિંહ આનંદઘનજીનો દેહોત્સર્ગ ઉપાધ્યાય યશોવિજયજીના દેહોત્સર્ગ પછી એટલે કે વિ. સં. ૧૭૪૫ પછી થયેલો માને છે. આ જ અષ્ટપદીનો આધાર લઈને “આનંદઘન ગ્રંથાવલી"માં સ્વ. ઉમરાવચંદ જરગડ અને શ્રી મહેતાબચંદ ખારડ એમના જન્મસંવતનું અનુમાન કરે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો જન્મ આશરે વિ. સં. ૧૯૭૦માં થયો હોય એમ માનવામાં આવે છે. ઉપાધ્યાય યશોવિજયજીથી આનંદઘન વયમાં મોટા હોવાથી તેમનો જન્મ વિ. સં. ૧૯૬૦ની આસપાસ થયો હોય તેમ માને છે. શ્રી મોતીચંદ કાપડિયા પણ આનંદઘનજીનો જન્મ વિ. સં. ૧૯૬૦ દર્શાવે છે અને દેહોત્સર્ગનો સમય વિ. સં. ૧૭૨૦ થી ૧૭૩૦ માને છે. આ સિવાય પં. વિશ્વનાથપ્રસાદ મિટૈ આનંદઘનજીનો સમય વિ. સં. ૧૭૦૦ની આસપાસ માન્યો છે." જ્યારે શ્રી અંબાશંકર નાગર વિ. સં. ૧૭00 થી ૧૭૩૧ સુધીના સમયમાં તેઓ હયાત હતા એમ માને છે. અને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ પણ વિ. સં. ૧૬૫૦ થી વિ. સં. ૧૭૧૦ સુધીમાં તેઓ અવશ્ય વિદ્યમાન હશે એમ માને છે. ૫. સત્યવિજયગણિનો જન્મ આશરે વિ. સં. ૧૯૫ક છે અને તેઓ આનંદઘનજીના મોટા ભાઈ ગણાયા હતા. આથી આનંદઘનજીનો જન્મ આ પછી થયો હોય, જ્યારે ઉપાધ્યાય યશોવિજયજીથી આનંદઘનજી વયમાં મોટા હતા અને ઉપાધ્યાય યશોવિજયજીનો જન્મ આશરે વિ. સં. ૧૯૭૦ માનવામાં આવે છે. આમ, આનંદઘનજીનો જન્મ આશરે વિ. સં. ૧૬૦ ગણી શકાય. આ બધાં મંતવ્યો પરથી એકંદરે તારવી શકાય કે આનંદઘનજીની હયાતીનો સમય આશરે વિ. સં. ૧૯૩૦ થી વિ. સં. ૧૭૩૦નો હતો. તેમના જન્મ અને મૃત્યુની કોઈ ચોક્કસ તારીખ કે વર્ષ દર્શાવે તેવું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. કને મેઘધનુષના મનભર રંગો જેવી નવનવોન્મેષશાલિની પ્રતિભા જુદી જુદી શબ્દલીલો સર્જતી હોય છે. આત્માની મસ્તીમાં લીન બનેલા સાધકને પળેપળે વિરલ અને વિલક્ષણ અનુભૂતિઓ થતી રહે છે. આ અનુભૂતિઓ જ્યારે શબ્દદેહે અવતરે છે, ત્યારે એનાં એટલાં બધાં વિભિન્ન સ્વરૂપો હોય છે કે એ એક જ વ્યક્તિના અંતરનો આવિષ્કાર છે તેમ માનવાનું મન ન થાય. કવિ આનંદઘનનાં સ્તવનો અને પદોની બાબતમાં લગભગ આવું જ બન્યું છે. સ્તવનમાં ગહન સિદ્ધાંતબોધ, માર્મિક શાસ્ત્રષ્ટિ અને ઘૂંટાઈ-ઘૂંટાઈને આવતો યોગાનુભવ ધ્યાન ખેંચે છે, જ્યારે પદોમાં ઊર્મિનો કવિત્વમય ઉછાળ , ભાવને લાડથી રમાડતી વાણી અને વીજળીની માફક અંતરમાંથી પ્રગટેલી , ઉલ્લાસથી રસેલી અનુભૂતિ મળે છે. સ્તવનોમાં આનંદઘન જૈનશાત્રની પરિભાષાના પરિવેશમાં ગહન યોગવાણી આલેખે છે. જ્યારે પદોમાં એ કહે છે : “વેદ ન જાણું કહેબ ન જાણું, જાણું ન લક્ષણ છન્દી, તરકવાદ વિવાદ ન જાણું, ન જાણું કવિ ફંદા. એ ૨.” (આનંદઘન ગ્રંથાવલી, પદ ૧૦) મહાયોગી આનંદઘન

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101