________________
યાદ છે. *ક
યોગી આનંદઘનના જીવન પર થયેલા આક્ષેપો અને એ સંતને સહેવી પડેલી આપત્તિઓનું આમાં સૂચન છે અને એથી જ આ અષ્ટપદી શ્રી યશોવિજયજી મહારાજે આનંદઘનજીની સ્તુતિ રૂપે રચી છે. દેહોત્સર્ગ
મારવાડમાં આવેલું મેડતા શહેર આનંદઘનજીના સમયમાં આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જાહોજલાલી ધરાવતું શહેર હતું. અહીંનો રાજા જોધપુર રાજ્યનો તાબેદાર નહોતો, પરંતુ સ્વતંત્ર રાજવી હતો, એમ મારવાડનો ઇતિહાસ કહે છે. આ મેડતામાં અનેક રાસાઓની રચના થઈ છે, પ્રભુપૂજા રચાઈ છે, ટીકાઓ લખાઈ છે. મેડતાનાં દેરાસરો એ સમયની જૈન ધર્મની પ્રબળતા અને જાહોજલાલીનો આજે પણ ખ્યાલ આપે છે. આ મેડતા સાથે બે પરમ ભક્ત અને અનુપમ પદસર્જકોનાં નામ જોડાયેલાં છે. વિરહથેલી મીરાં અને અધ્યાત્મયોગી આનંદઘન બંનેનાં જીવન સાથે આ શહેર સંકળાયેલું છે.
આનંદઘનના સમયમાં સેંકડો જૈન મુનિઓ મેડતા અને એની આસપાસનાં સ્થાનોમાં વિહાર કરતા હતા. આનંદઘનના જીવન વિશેની દંતકથાઓમાં પણ મેડતા શહેરનો ઉલ્લેખ વારંવાર આવે છે. આવી કિંવદંતીઓ પરથી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી માને છે કે આનંદઘનજીનો દેહોત્સર્ગ મેડતામાં થયો હતો અને ત્યાં તેમના નામની એક જૂની દેરી મળે છે, જે એમના સ્વર્ગગમન પછી એમના ભક્ત શ્રાવકોએ તૈયાર કરી હોવી જોઈએ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી નોંધ છે કે આ દેરી હાલ પણ વિદ્યમાન છે. એ રીતે શ્રી મોતીચંદ કાપડિયા પણ મેડતામાં આનંદઘનજીનો સ્તુપ છે તે ઉપરથી અને તે શહેરમાં તેમના સંબંધી ચાલતી વાતો ઉપરથી આ મહાત્માનો દેહવિલય મેડતામાં થયો હતો, એમ માને છે .૫૫ આજે મેડતામાં માત્ર આનંદઘનજીની સ્મૃતિ ધરાવતો એક ઉપાશ્રય મળે છે, જે આનંદઘનજીના ઉપાશ્રય તરીકે જાણીતો છે.
આનંદઘનજીના દેહોત્સર્ગ વિશે શ્રી પ્રભુદાસ પારેખ ‘આનંદઘન ચોવીશી'માં નોંધે છે :
હમણાં જ ગાડીમાં મુસાફરી કરતાં, પ્રણામી સંપ્રદાયના એક સ્વામીજી મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમારા સંપ્રદાયના સ્થાપક પ્રાણલાલજી મહારાજના જીવનચરિત્રમાં લખેલું છે કે પ્રાણલાલજી મહારાજ મેડતા સં. ૧૭૩૧માં ગયા હતા અને ત્યાં આનંદઘનજી ઉપનામધારી જૈન મુનિ લાભાનંદજીનો મેળાપ થયો હતો અને તે જ વર્ષમાં તેમનો કાળધર્મ થયો હતો.’ આ મતલબની વાત કરી હોવાનું
આ પછી વિ. સં. ૨૦૩૧માં પ્રગટ થયેલી ‘આનંદઘન ગ્રંથાવલીના “પ્રાસંગિક વક્તવ્ય” લેખમાં શ્રી અગરચંદજી નાહટા લખે છે :
"प्राणनाथ संप्रदाय के 'निजानन्द चरित्र से आनंदघनजी का स्वर्गवास संवत १७३१ में मेडता में हुआ, यह निश्चित हो गया है ।१५७
આ જ ગ્રંથમાં શ્રી મહતાબચંદ ખારેડ “શ્રી આનંદઘનજી કે જીવન-પ્રસંગ” લેખમાં મૂળમાંથી ઉદ્ધરણ આપીને લખે છે :
"श्री योगीराज आनंदघनजी के संबंध में कई चमत्कारपूर्ण किंवदंतियाँ सुनी जाती हैं । इन प्रवादों के सत्यासत्य के विषय में निर्णय होना तो संभव नहीं है किन्तु योगीराज चमत्कारी पुरूष थे, इसमें कोई संदेह नहीं है | हम लोग उनके अनुयायी भक्त अपने श्रद्धेय के प्रति चाहे कितनी भी उच्च कोटि की भावनायें रखें, वह प्रमाणिक नहीं मानी जा सकती हैं किन्तु अन्य धर्मावलंबियों के उल्लेख अधिक विश्वसनीय माने जा सकते हैं । प्रणामी संप्रदाय के संस्थापक श्री प्राणलालजी, आनंदघनजी के समसामयिक थे । उनके जीवनचरित्र में यह उल्लेख मिलता है
'श्री प्राणलालजी एक समय सं. १७३१ से पूर्व मेडता गये थे । उनका मिलन और शास्त्रार्थ श्री आनंदघनजी से हुआ जिस में उनका (आनंदघनजीका) पराभव होने से उन्होंने कुछ प्रयोग श्री प्राणलालजी पर किये किन्तु उससे उनका कुछ भी बिगाड नहीं हुआ । जब वे दूसरी बार मेडता गये तब उनका (आनंदघनजी વI) સ્વર્યાવાસ દો યુવI થી !'
इस उद्धरण से यह स्पष्ट हो जाता है कि आनंदघनजी का स्वर्गवास सं. १७३१ में हुआ था तथा वे चमत्कारी योगी थे ।" ५८
આનંદઘનજીના દેહોત્સર્ગ માટે આ પ્રમાણને અત્યાર સુધી નિર્વિવાદપણે સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ આ પ્રમાણનો મૂળ આધાર જોતાં જણાય છે કે ક્યાંય યતિ-સંન્યાસી લાભાનંદજી એ આનંદઘનજી હતા એવો ઉલ્લેખ મળતો નથી. એથીય વિશેષ શ્રી પ્રાણલાલજી મહારાજ (શ્રીજી મહારાજ) બીજી વાર મેડતા ગયા, ત્યારે આનંદઘનજીનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો એવી હકીકત મૂળ પુસ્તકમાં ક્યાંય મળતી નથી. “નિજાનંદ ચરિતામૃત”માં લાભાનંદ નામના સંન્યાસી-યતિ વિશે માત્ર આટલી જ વિગત મળે છે :
"इधर श्रीजी जब पालनपुर से आगे बढे तो मार्ग में उपदेश करते हुए मारवाड के 'मेरता' शहर में पहुँचे । यहीं पर एक लाभानंद नाम का यति-संन्यासी
જીવન
મહાયોગી આનંદધને
49