Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 18
________________ વર્ષો સુધી આ આનંદ કવિ કોણ છે, એ ક્યાંના રહેવાસી છે અને તેઓ કયા સમયમાં વિદ્યમાન હતા એ વિશે કોઈ માહિતી નહોતી, પરંતુ એ પછી કેટલીક એવી હસ્તપ્રત મળી કે જેમાં આનંદ કવિના વંશ, સમય અને સ્થાનનો સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો. વન ”માં પ્રસિદ્ધ થયેલો એ પરિચય આ પ્રમાણે મળે છે : "कायथ कुल आनंद कवि बासो कोट हिसार । कोककला इहि रूचि करन जिन यह कियो विचार ।। रिति बसंत संवत सरस सोरह सै अरू साठ । कोक मंजरी यह करी धर्म कर्म करि पाठ ||" (, ૧૨૬-૧૦ ) "रितु बसंत संबत सत सोरह आगत साठ कोकमंजरी यह करी करम धरम कै पाठ ||" ( રળ, ૧૬૨૩-૧૦ લી) આમ આ આનંદ કવિ વિક્રમની સત્તરમી શતાબ્દીના ત્રીજા ચરણમાં વિદ્યમાન હતા અને આ કવિએ ‘કોકમંજરી’ અને ‘સામુદ્રિક' એ બે ગ્રંથો લખેલા છે. આનંદ અને ઘનાનંદ વચ્ચે ચાલીસ વર્ષનું અંતર છે. એથીય વિશેષ આ બંનેની કૃતિઓમાં તો જમીન-આસમાન નહીં, પણ આકાશ-પાતાળનું અંતર છે.' સંવત ૧૯૬૦માં આનંદ કવિ વિદ્યમાન હતા. ઘનાનંદ ઘનાનંદ અને આનંદઘન એ એક જ હોવાની સંભાવના શ્રી ક્ષિતિમોહન સેને “જૈન મર્મી આનંદઘન” નામના વિસ્તૃત લેખમાં પ્રગટ કરી. શ્રી ક્ષિતિમોહન સેન લખે છે કે યોગાદિની પ્રક્રિયામાં પણ સત્યના આશક આનંદઘનનું મન માન્યું નહીં અને તેથી ‘બંસીવાળા’ અને ‘વ્રજનાથ’ તરફ તેમની દૃષ્ટિ ગઈ અને ‘શ્યામ'ની ભક્તિ પણ આખરે એમનામાં વિપ્લવ જગાડે છે એવી વાત આનંદઘન વિશે કરી. શ્રી જ્ઞાનમતિ ત્રિવેદીએ ‘ઘન આનંદ’ નામના સમીક્ષા-ગ્રંથમાં ‘ઘન આનંદ’ અને જૈન મર્મી આનંદઘનનો અભેદ દર્શાવ્યો. પરંતુ શ્રી ક્ષિતિમોહન સેને આ ઘનાનંદ અને આનંદઘનનો અભેદ બતાવવા માટે જે પદનાં ઉદાહરણો આપ્યાં છે એ પદ જ જૈન ધર્મી આનંદઘનનાં રચેલાં હોવા વિશે શંકા છે. કવિ ઘનાનંદ અને જૈન ધર્મી આનંદઘન બંનેનું જીવન અને કવન સ્પષ્ટ ભેદ ધરાવે છે. ઘનાનંદનો જન્મ બુંદલ શહેર જિલ્લાના વ્રજભાષી પ્રદેશના કોઈ મહાયોગી આનંદઘન ગામમાં સં. ૧૭૪૬માં લગભગ થયો હતો. બાળપણ વિતાવ્યા પછી તેઓ દિલ્હી ગયા. કવિ ઘનાનંદ મુઘલ સમ્રાટ મુહમ્મદશાહ રંગીલાના મુનશી બન્યા અને તેઓ સુજાન નામની વેશ્યા પર આસક્ત થયા હતા. ઘનાનંદ પોતાના સમયના મહાન ધ્રુપદ ગાયક હતા. એમની ગાયિકીની આ દક્ષતાને કારણે જ સુજાન એમના પ્રત્યે આકર્ષાઈ હતી. એક વાર બાદશાહે એમને ગાવાનું કહ્યું, પણ ઘનાનંદે નમ્રતાથી પોતાની અશક્તિ જાહેર કરી. ઘનાનંદના વિરોધીઓએ એ વખતે બાદશાહને કહ્યું કે તેઓ આમ ગાશે નહીં, પરંતુ જો સુજાનને બોલાવવામાં આવે તો જરૂ૨ ગાશે. સુજાન દરબારમાં આવી અને ઘનાનંદે એની સામે જોઈને મધુર સંગીત વહેવડાવ્યું. પરંતુ બાદશાહને ઘનાનંદની આ ગુસ્તાખી પર ગુસ્સો આવ્યો અને એને રાજ્યનિકાલ આપ્યો. આ સમયે વૈભવ છોડીને સુજાન પણ પોતાની સાથે આવશે એવી ઘનાનંદને આશા હતી, પરંતુ સુજાને એમને સાથ આપ્યો નહીં. અંતમાં તેઓ વૃંદાવન ચાલ્યા ગયા અને અહમદશાહ અબ્દાલીના બીજા આક્રમણ સમયે સં. ૧૮૧૭માં એમની હત્યા થઈ. આ ઘનાનંદ વૃંદાવનમાં ગયા અને નિંબાર્ક સંપ્રદાયમાં દીક્ષિત થયા, પણ સુજાન નામનો એમણે ક્યારેય ત્યાગ કર્યો નથી. એમના સવૈયા અને કવિત્તમાં એક જીવંત કામિનીના રૂપમાં એમણે સુજાનનો સતત ઉલ્લેખ કર્યો છે. ઘનાનંદના કાવ્યમાં એના વિરહી હૃદયની માર્મિક વેદના સતત ટપકે છે. આથી જ એણે કોઈ પ્રેમાખ્યાન લખ્યું નહીં અથવા તો રીતિકાલીન કવિઓની માફક નાયિકાના ભેદો અને ઉપભેદોનું અવલંબન લીધું નહીં. પ્રેમની પીડાનો આ ઉન્મત્ત ગાયકે અન્ય કવિઓ કરતાં પોતાની વિશેષતા આ રીતે બતાવે છે : “તો Ê ના વિત્ત વનાવત, मोहि तो मोरे कवित्त बनावत." આમ ઘનાનંદ શુદ્ધ વ્રજ ભાષામાં પદ લખનાર વિરલ કવિઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અભિધા કરતાં લક્ષણો અને વ્યંજનાનો એ વિશેષ ઉપયોગ કરે છે. એના વિયોગના નિરૂપણમાં એમની આંતરવૃત્તિઓનું વેધક પ્રતિબિંબ જોવા મળે છે. આથી જ એ કહે છે કે પોતાની કવિતા સમજવા માટે કોઈ વિદ્વાન કે પંડિતની જરૂર નથી. એ તો સ્નેહની પીડાને પારખનાર સહુ કોઈ પામી શકે. “સમલૈ વિતા ધનમાનંદ શી, हिय आखिन नेह की पोर तकी." ઘનાનંદ અને આનંદઘનના કાવ્યવિષયો જ જુદા છે. ઘનાનંદ પોતાનાં કાવ્યોમાં ‘સુજાન’ શબ્દનો પ્રયોગ કરે છે, જ્યારે આનંદઘને આ શબ્દનો આ અર્થમાં જીવન 37 36

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101