Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 19
________________ ક્યાંય ઉપયોગ કર્યો નથી. એમનાં સ્તવનોમાં આ ‘સુજાન’ શબ્દ મળતો નથી. આ ઘનાનંદે ‘ઘન આનંદ કવિત્ત’, ‘સુજાન હિત’, ‘કૃપાકંદ નિબંધ’, ‘વિયોગવેલી’, ‘ઇશ્કલતા’, ‘આનંદઘન કે કવિત્ત’, ‘સુજાનવિનોદ’ અને ‘રસકેલિવલ્લી' જેવી કૃતિઓ લખી છે. આ ઘનાનંદે પોતાની કૃતિમાં ઘનાનંદની સાથોસાથ ક્યાંક ‘અનંદઘન’ કે ‘આનંદઘન’ નામનો પ્રયોગ કર્યો છે. જેમ કે "कहियै काहि जताय हाय जो मो मधि बीतै । ખરનિ પુખ્ત, ટુજી-ખાન ઘા, નિસિવાસર રીતે | दुसह सुजान बियोग बस ताही सेंजोग नित । बहरि पर नहीं समै गमै जीयरा जितको तित । अहौ दई रचना निरखि रीझि खीझी मुरझा सुमन । ऐसी विरचि बिरंचिको कहा सरयौ आनंदघन || १०१ એક જ સર્જક બે જુદા જુદા નામથી રચનાઓ કરતા હોય તેવું મધ્યકાળના સાહિત્યમાં જોવા મળે છે. સૂર ‘સૂર’ અને ‘સૂરશ્યામ’, ઉદેયનાથ ‘કબિંદ્ર’ અને ‘ઉજ્જૈનાથ’, દત્ત ‘ગુરુદત્ત’ અને ‘દત્ત’ તેમજ આનંદ ‘ચંદ’ અને ‘આનંદ’ ઉપનામથી કાવ્યસર્જન કરે છે. આ રીતે વિષય, આલેખન અને શૈલી એ ત્રણે બાબતમાં ઘનાનંદ અને જૈન કવિ આનંદઘન ભિન્ન છે તે સહેલાઈથી પરખાઈ આવે છે. આનંદઘનનો અધ્યાત્મ એ જૈન તત્ત્વજ્ઞાન પર રચાયેલો છે અને એમનો રહસ્યવાદ નિર્ગુણીઓ અને સૂફીઓથી ભિન્ન છે. આ ઘનાનંદનો ઉલ્લેખ ‘વૃંદાવનવાસી આનંદઘન' અથવા ‘દિલ્લીવાળા આનંદઘન' તરીકે કરવામાં આવે છે. નંદગાંવના આનંદઘન જૈન કવિ આનંદઘન અને ઘનાનંદ ઉપરાંત એક ત્રીજા નંદગાંવના આનંદઘન મળે છે. તેઓ ચૈતન્ય મહાપ્રભુના સમકાલીન હતા. સં. ૧૫૬૩માં ચૈતન્ય મહાપ્રભુ નંદગાંવ ગયા હતા, જ્યાં એમણે આ આનંદઘનજીએ સ્થાપેલી નંદ, યશોદા, બલરામ અને કૃષ્ણની મૂર્તિઓનાં દર્શન કર્યાં હતાં. આ બંને મહાત્માઓનો મેળાપ થયો હતો. નંદગાંવનાં આનંદઘનનાં રચેલાં બે ચાર પદ નંદગાંવનાં મંદિરોમાં હજી આજે પણ ગાવામાં આવે છે. આ કવિ પણ આનંદઘન અને ઘન આનંદ એ બંને નામનો પ્રયોગ પોતાની રચનાઓમાં કરતા હતા. આ રીતે ત્રણેય આનંદઘનનો સમયગાળો આ પ્રમાણે થશે : ૧. નંદગાંવવાસી આનંદઘન : વિક્રમના સોળમા શતકનો ઉત્તરાર્ધ મહાયોગી આનંદધન 38 ૨. જૈન આનંદઘન : વિક્રમના સત્તરમા શતકનો ઉત્તરાર્ધ ૩. વૃંદાવનવાસી આનંદઘન (ઘનાનંદ) : વિક્રમના અઢારમા શતકનો ઉત્તરાર્ધ. આમ, એ સ્પષ્ટ છે કે ત્રણે આનંદઘન ભિન્ન હતા. આધ્યાત્મિક જીવન ભૌતિક જીવનની મોહ, માયા, જંજાળ અને આળપંપાળ ઉવેખીને અંતરઆત્મની ખોજ માટે આત્માની કેડીએ ચાલનાર એકલવીર સાધકની અનુભૂતિ વિરલ હોય છે. દિવ્યચક્ષુનાં દર્શન ચર્મચક્ષુથી જોનાર શી રીતે મેળવી શકે ? નફાતોટાના દુન્યવી ધોરણોથી આવી વિરલ અને ગહન અનુભૂતિઓનો તાગ મેળવો મુશ્કેલ બને છે. આ અનુભૂતિ એવી છે કે જેમાં શબ્દ મૌન બને છે, વાણી વ્યર્થ નીવડે છે, તર્ક એ તત્ત્વને પામી શકતો નથી. વ્યવહાર એ અગમ્યને ઓળખી શકતો નથી. એને પરિણામે જ આત્મસાધનાના કાંટાળા પંથે ચાલનારા સાધકોની અનુભૂતિ સદાય વિલક્ષણ રહી છે. આત્મામાં પરમાત્મસ્વરૂપને પ્રગટાવવા માટે સાધકના હૃદયમાં તપ, ત્યાગ અને વૈરાગ્યની જ્યોત અહર્નિશ ઝળહળતી હોય છે. આત્મવિકાસ સાધનારા મુમુક્ષુને પળેપળ કોઈ નવીન અને દિવ્ય અનુભૂતિ સાંપડતી હોય છે. એના આધ્યાત્મિક જીવનમાં પરિવર્તન અને ઊર્ધ્વગમનની પ્રક્રિયા એકધારી ચાલતી જ હોય છે. આત્મસાધક આનંદઘન પણ આવા અનુભવોની પરંપરામાંથી પસાર થયા જ હશે. આનંદઘનનાં પદોને આધારે આચાર્ય ક્ષિતિમોહન સેને વિવિધ અનુભવમાંથી પસાર થતા આનંદઘનનું સચોટ વ્યક્તિચિત્ર આલેખ્યું છે. તેઓ કહે છે કે, આનંદઘનનો જન્મ જૈન વંશમાં થયો હતો, પણ એમની ચોવીશીમાં તેઓ જૈન તીર્થંકરોની સ્તુતિ કરવાને બદલે એમની ‘માનસિક સમસ્યાઓમાં વધુ વ્યસ્ત' છે અને એમાંથી એમના ભવિષ્યના મર્મી રૂપનું તેમણે અનુમાન કર્યું છે. શ્રી ક્ષિતિમોહન સેનના માનવા પ્રમાણે આનંદઘન સાધુવેશનો ત્યાગ કરીને મર્મી ભક્તોની માફક લાંબી કફની પહેરી, સિતાર, દિલરૂબા જેવાં વાઘો લઈને ઘૂમતા હતા. સંપ્રદાયમાં નિષ્ઠા રાખીને સાધનાની શરૂઆત કરી, પણ એનાથી એમને શાંતિ ન થઈ. આથી એમણે ‘બંસીવાળા' અને ‘વ્રજનાથ’ શ્રીકૃષ્ણ સાથે પ્રીત માંડી. પણ રાધાસમી શ્યામની ભક્તિ પણ આખરે આ સાધકમાં વિપ્લવ જગાડે છે. અનેક ગુરુઓ અને વિવિધ સાધનામાર્ગો એમને લક્ષની પ્રાપ્તિ કરાવતા નથી. પરિણામે જે પ્રકાશના માર્ગે કબીર વગેરે સહજવાદી મર્મીઓ ચાલતા હતા, તે માર્ગે પ્રકાશ પામવા માટે આનંદઘન ચાલવા લાગ્યા. આ રીતે આચાર્ય ક્ષિતિમોહન સેને જૈન સાધુ, કૃષ્ણભક્ત અને મર્મી સંત જીવન 39

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101