Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 20
________________ એ ત્રણ તબક્કામાં આનંદઘનના આધ્યાત્મિક જીવનની વિકાસયાત્રા દર્શાવી છે."* ક્ષિતિમોહન સેને આલેખેલી આનંદઘનની આધ્યાત્મિક ભૂમિકાઓ વિચાર માગી લે તેવી છે. આનંદઘન જૈન સાધુનો વેશ છોડી, કફની પહેરી અને તંબૂરો તથા દિલરૂબા હાથમાં લઈને પદો ગાતાં ઘૂમતા હોય તો ઉપાધ્યાય યશોવિજયજી જેવા સમર્થ અને વિદ્વાન સાધુ આનંદઘનની સ્તુતિ માટે અષ્ટપદીની રચના કરે ખરા ? આ અષ્ટપદીના એક એક પદમાં આનંદઘનની ઉચ્ચ સાધના અંગેનો ઉપાધ્યાય યશોવિજયજીનો અહોભાવ નીતરે છે. તેઓ જૈનવેશધારી સાધુ હતા, એ વિશે આપણે આગળ જોઈ ગયા. આચાર્ય ક્ષિતિમોહન સેને જે પદોને આધારે વ્યાકુળ કૃષ્ણભક્ત આનંદઘનનું ચિત્ર દોર્યું છે, તે પદો વિવાદાસ્પદ છે. એમણે ત્રેપનમાં પદ તરીકે આનંદઘનનું આ પદ નોંધ્યું છે : સારા દિલ લગા બંસીવારે સું, પ્રાણ પિયારે હું, મેરા મુકટ મકરાકૃત કું ડલ, પીતાંબર પટવારે સું. સા. ૧ ચંદ્ર ચકોર ભયે પ્રાન પપઇયા, નાગરિ નંદ દુલારે હું, ઇન સખા કે ગુણ ગ્રંધપ ગાવૈ, ‘આનંદઘન’ ઉજિયારે સું.” સા૨. આનંદઘનજીના નામે લખાયેલું આ પદ ભક્તકવિ ઘનાનંદના પદની છાયા ઝીલે છે. શ્રી વિશ્વનાથપ્રસાદજી મિશ્રના “ઘનાનંદ ઓર આનંદઘન” પુસ્તકના પૃ. ૨૬ ૧ પર આપેલા ૨૮૬માં પદમાં આની છાયા જોવા મળે છે. ભક્ત કવિ ઘનાનંદનું એ પદ આ પ્રમાણે છે. “મન લાગ્યો રી બંસીવારે સોં. બ્રજમોહન છવિ ગતિવારે સાં;' દેગ ચકોર ભએ પ્રાન પપીહા, આનંદઘન ઉજિયારે સૌં.” યોગી આનંદઘનના કહેવાતા પદમાં ઘનાનંદના પદની પ્રથમ પંક્તિની છાયા છે અને અંતિમ પંક્તિ પણ ઘનાનંદની રચના સાથે મળતી આવે છે, જ્યારે વચ્ચેની પંક્તિઓ જુદા જુદા કવિઓના પદમાંથી લીધેલી જણાય છે. વળી આ પદની ભાષા વ્રજભાષા છે. એની શૈલીનો આનંદઘનનાં પદોની સાથે મેળ બેસતો નથી. આવી જ રીતે “વ્રજનાથસે સુનાથ બિન, હાથોહાથ બિકાયો”, “પ્રભુ તો સમ અવર કોઈ ખેલકમેં” તેમજ “શ્યામ મને નિરાધાર કેમ મુકી” એ ત્રણે પદોનું આનંદઘનનું કર્તૃત્વ શંકાસ્પદ છે.* આનંદઘન સત્યના શોધક અને સત્યના આશક હોઈ કોઈ “પ્રકાશન મહાપ્રકાશ”ની શોધમાં હતા અને એ પ્રકાશ પામવા માટે એમને અનેક નિરાશા, નિરાધારતા તેમજ આપત્તિઓનો સામનો કરવો પડ્યો, એવું આચાર્ય ક્ષિતિમોહન મહાયોગી આનંદઘન સેનનું અનુમાન સ્વીકાર્ય જણાતું નથી. આનંદઘન એ પહેલેથી જૈન માર્ગમાં દૃઢ શ્રદ્ધા રાખતા હતા. આનંદઘનનાં સ્તવનોમાં એમની એ દૃઢ શ્રદ્ધા પ્રગટ થાય છે. આગમાં પ્રત્યેની એમની શ્રદ્ધા અને છયે દર્શનો અનેકાંતવાદી જૈન દર્શનનાં સાપેક્ષ અંગ છે એમ તેમણે ભારપૂર્વક દર્શાવ્યું છે. આ રીતે આનંદઘનનાં સ્તવનોમાં જૈન દર્શનના જ્ઞાતી અને એ માર્ગે આત્મસાધના કરનાર સાધકનાં દર્શન થાય છે તે નિર્વિવાદ છે. બીજા મતવાળાઓને તો તેઓ બરાબર પારખી ગયા છે. આથી જ અભિનંદન જિનસ્તવનની પ્રથમ ગાથામાં તેઓ કહે છે : “અભિનંદન જિન-દરસણ તરસીયે દરસન દુરલભ દેવ, મતમત ભેદં રે જો જઈ પૂછીઈ સહુ થાપે અહમેવ.” આનંદઘનમાં શ્યામ માટે તડપતી રાધાના સૂર નથી, પણ પ્રીતમ ઋષભમાં પ્રીતિસગાઈ બાંધીને બેઠેલા સાધકના સૂર છે. કૃષ્ણભક્તિ સાથે કૃષ્ણલીલા જોડાયેલી છે; જ્યારે આનંદઘનનો જિનેશ્વર તો દોષરહિત છે અને લીલારહિત છે. પ્રથમ સ્તવનની પાંચમી ગાથામાં તો આ ‘લીલા” વિશે કવિ આનંદઘન પ્રશ્ન કરે છે : “કોઈ કહે લીલા રે લલક અલખ તણી લખ પૂરે મન-આસ; શ્રેષરહિતનિ રે લીલા કિમ ઘટે લીલા દોષવિલાસ.” ઓ જિનેશ્વરના દર્શનમાં યોગી આનંદઘેનનું મન લીન બનેલું છે. આવા “સમરથ” “સાહિબ ને પામવાનો એમના અંતરમાં અપાર આનંદ છે. એની નિર્મળ અને સ્થિર ભક્તિમાં આત્મનિમજ્જન થયું છે અને ત્યારે કવિના આંતરમાંથી જાણે સૂર્ય પ્રગટતાં અંધકાર નાશ પામે તેમ જિનવરના દર્શનથી સઘળે પ્રકાશનો અનુભવ થઈ રહ્યો છે. માયાની મૂંઝવણો, મમતાનાં બંધનો અને પરિગ્રહનો પરિવેશ અળગો થઈ જાય છે. સાધનાનો કઠિન પથ સુગમ બની જાય છે. એવા જિનવરમાં દર્શન વિશે સાધક આનંદઘન કહે છે : “દરસન દીઠિ જિન તણઈ રે સંસો ન રહે વેધ દિનકર કરભર વરસતાં રે અંધકાર પ્રતિષેધ.” (૧૩ : ૫). જીવન 41

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101