________________
શ્રી ક્ષિતિમોહન સેન આનંદઘનજીના વેશ વિશે કોઈ નિશ્ચિત પ્રમાણ આપતા નથી. એમ લાગે છે કે શ્રી મનસુખલાલ મહેતાએ એ જ મતને સીધેસીધો સ્વીકારી લીધો છે. એમણે એ અંગે કોઈ પ્રમાણ ટાંક્યું નથી.
‘આનંદઘન’ નામની પરિચય-પુસ્તિકામાં શ્રી ધનવંત ઓઝા દર્શાવે છે કે આનંદઘનજી સાધુવેશધારી હતા અને નહોતા એ બંને માન્યતાઓને સમર્થન મળે એવી પંક્તિઓ એમનાં પદોમાં મળે છે. અને “ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા” એ પંક્તિ ટાંકીને તેઓ દર્શાવે છે કે આનંદઘનજી કોઈ સંપ્રદાયના પુરસ્કર્તા નહોતા અને એ પછી “ચૂરણ ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ
વૃત્તિ પરંપરા અનુભવ રે સમય પુરુષનાં અંગ કહ્યો એ
જે છેદે તે દુભવ રે.” (૨૧ : ૮) ટાંકીને નોંધે છે કે તેઓ જૈન સંપ્રદાયના અનુયાયી હતા.*
આ પરસ્પર વિરોધી વિધાન શ્રી ઓઝાના મંતવ્યને કોઈ ચોક્કસ મુદ્દા પર સ્થિર કરતું નથી. આ બંને પ્રમાણ આનંદઘનજીનાં પદોમાંથી નહીં, પણ સ્તવનોમાંથી લેવામાં આવ્યાં છે. “ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્ત્વની વાત કરતાં ન લાજે .” એમ કહેનાર એ કોઈ સંપ્રદાયના વાડાઓનો જડ પુરસ્કર્તા ન હોય, પણ તે પરથી કોઈ સંપ્રદાય સાથે તેને બિલકુલ સંબંધ ન હતો એમ કઈ રીતે માની શકાય ? હકીકતમાં તો શ્રી આનંદઘનજીએ તત્કાલીન સાધુસમાજમાં ચાલતા એ ભેદોની તીવ્રતાની સામે વિરોધ દર્શાવવા જ ઉપરના ઉદ્ગારો કાઢ્યો છે.
શ્રી ધનવંત ઓઝાએ નોંધેલી “ચૂરણ ભાષ્ય સૂત્ર નિર્યુક્તઇ, વૃત્તિ પરંપર અનુભવ રે.” એ ગાથામાં આનંદઘનનું જૈનશાસ્ત્રવિષયક જ્ઞાન પ્રગટ થાય છે. પરંતુ તે ઉપરથી તેઓ સાધુવેશધારી હતા એમ ભાગ્યે જ પુરવાર થઈ શકે.
આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું માનવું છે કે આનંદઘનજી સાધુવેશધારી હતા. આ અંગે તેઓ બે પ્રમાણ ટાંકે છે. એક તો આનંદઘનજીને જેમણે “આંખે દેખેલા છે એવા” શ્રી જ્ઞાનવિમલસૂરિએ એમની બાવીસી પર ટબો લખ્યો, પણ
ક્યાંય આનંદઘનજીએ અમુક કારણોથી સાધુવેશનો ત્યાગ કર્યો હતો એવો જરા પણ ઇશારો એમણે કર્યો નથી. આ પછી તેઓ બીજું પ્રમાણ શ્રી જ્ઞાનસારજીના સ્તબકનું આપે છે. એમાં શ્રી નમિનાથ જિનસ્તવનમાં જ્ઞાનસારજીએ સ્તવનનો અર્થ આપતાં લખ્યું છે કે શ્રીમદ્ આનંદઘનજી પોતે લોકોને, “હું જિનનો જંદો છું” અર્થાત્
મહાયોગી આનંદઘન
સાધુવેશધારી છું એમ કહેતા હતા. જો તેઓએ જૈન સાધુનો વેશ ત્યજ્યો હોત તો “હું જિનનો છૂંદો છું” એમ કઈ રીતે પોતાના વિષયક કહી શકે ?૪૩
આ વિગતનું મૂળ જોતાં શ્રી જ્ઞાનસારજીની આ નોંધ શ્રી નમિનિસ્તવનની દસમી ગાથાના ટબામાં મળે છે. આમાં તેઓ લખે છે
“તેહવી ક્રિયા ન કરી સકૂ, તેથી છતો વેશધારી છું. તૌ પિણ પૂછે. તું ક્રૂણ છે, તઇયે મહા હીન વચને પોતાના મુખથી કહું. હું જૈનનો જિંદો છું.*
આ સિવાય આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી બીજી કેટલીક વિગતો પણ નોંધે છે. તેઓ આનંદઘનજીએ શ્રાવકનાં કડવાં વેણ સાંભળીને પોતાનો વેશ છોડી દીધો હતો તેવી પ્રચલિત દંતકથાનો અસ્વીકાર કરે છે અને એવી જ રીતે કોઈ શ્રાવકે એમની પાસેથી ઓઘો, મુહપત્તિ વગેરે ખૂંચવી લીધાં હતાં, એવી દંતકથાનો પણ વિરોધ કરે છે. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી આ અંગે એક વધુ પુરાવો આપે છે. તેઓએ વિદ્વાન અનુભવી યતિ શ્રી મણિવિજયજી પાસેથી એક વાત સાંભળી હતી. તેમના કહેવા પ્રમાણે તપાગચ્છના શ્રી વિજયપ્રભસૂરિ વિહાર કરીને મેડતા ગામમાં આવ્યા ત્યારે આનંદઘનજીને એમણે એક નવો કપડો ઓઢાડ્યો હતો તેવી વાત શ્રી મણિવિજયજીએ કહી હતી. જોકે આ દંતકથાને પણ કોઈ નિશ્ચિત આધાર મળતો નથી. મુનિ શ્રી જિનવિજયજીનું મંતવ્ય
તા. ૧૫-૯-'૬૮ના રોજ સંધ્યાકાળે અમદાવાદમાં ‘અનેકાંત વિહારમાં ઇતિહાસ અને પુરાતત્ત્વના પ્રખર વિદ્વાન મુનિ શ્રી જિનવિજયજીની મુલાકાત લીધી હતી. તેઓએ આનંદઘનજી વિશે કેટલીક નોંધપાત્ર વિગતો કહી હતી. એમના મંતવ્ય પ્રમાણે આનંદઘનજી એ જૈન યતિ હતા અને આનંદઘનજીને સમજવા માટે એ સમયના પતિસમાજના વિશિષ્ટ વાતાવરણની પશ્ચાદભૂમિકા જાણવી જોઈએ. આ અંગે મુનિ શ્રી જિનવિજયજીએ કહ્યું :
આવા યતિઓ જોયાનું મને આછું સ્મરણ છે. આ યતિઓનું વાતાવરણ સંકીર્ણ નહોતું. જૈન સિવાય જૈનેતર સાધુસંતોના સંપર્કમાં તેઓ આવતા. એમનો સત્સંગ પણ થતો, આથી યતિસમાજમાં વ્યાપક મતૌદર્ય અને સર્વધર્મ પ્રત્યે સમભાવ પ્રવર્તતો હતો. પોતાની ધાર્મિક ભાવનાઓને પોતાના સંપ્રદાયમાં સીમિત કરવાને બદલે પોતાની આસપાસના સમાજમાં અને અન્ય ધર્મીઓમાં પણ એ ભાવનાઓ
* લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના શ્રી પુણ્યવિજયજી આદિના સંગ્રહની પ્રતિ ક્રમાંક ૧૯૮૩૩ના પત્ર ૮૮ પરથી..
જીવન