Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 12
________________ શેઠાણીએ પ્રભુને પધરાવ્યા ત્યારે પં. વીરવિજયજીએ અંજનશલાકા કરી હતી. વિ.સં. ૧૯૦૦ના ભાદરવા વદ ત્રીજ અને ગુરુવારે ૫. વીરવિજયજીનો દેહોત્સર્ગ થયો. આ જ શિષ્ય પરંપરામાં થયેલા શ્રીમદ્ વિજયાનંદસૂરિએ (આત્મારામજી મહારાજે ) એમના “જૈનતજ્વાદર્શ” નામના પુસ્તકમાં લખ્યું છે– “श्री सत्यविजयगणिजी क्रिया का उद्धार करके आनंदघनजी के साथ बहुत वर्ष लग वनवास में रहे, और बड़ी तपस्या योगाभ्यासादि करा ।" પં. સત્યવિજયગણિ સંવેગી, સંયમી, વિદ્વાન, ધ્યાન અને તપસ્વી હતા. તપાગચ્છમાં ક્રિયોદ્ધાર કરીને સંવેગી માર્ગ પ્રવર્તાવવા માટે તેઓ પ્રયત્નશીલ હતા. આત્મરંગી પં. સત્યવિજયગણિએ ગચ્છનાયક ભટ્ટારક બનીને શાસનસેવા કરવાને બદલે ધ્યાન અને ત્યાગમાં મસ્ત રહેવાનું સ્વીકાર્યું હતું. પં. સત્યવિજયગણિ જેવી તપ, ત્યાગ અને ધ્યાનની ભાવના આનંદઘનજીમાં પણ મનોરમ રૂપે પ્રતીત થાય છે. આનંદઘનજીએ સાંપ્રદાયિક મર્યાદાઓ ઓળંગીને નિજાનંદની મસ્તીમાં રમણા કરી, જ્યારે પં. સત્યવિજયગણિએ તપ અને ત્યાગના સંવેગીપણાથી આત્મસાધના કરી. આનંદઘનજીમાં યોગીની ઉચ્ચ ભૂમિકા અને નિજાનંદની મસ્તી જોવા મળે છે, જ્યારે પં. સત્યવિજયગણિમાં ક્રિયોદ્ધારની ભાવના અને સંવેગીપણાની ઉત્કટતા નજરે પડે છે. બંનેની પ્રવૃત્તિ પણ વિશેષત: અંતર્મુખ રહી છે. પ્રસિદ્ધિ કે પદવીની લાલસા તેમને સ્પર્શી શકી નથી. જ્ઞાન અને ધ્યાનમાં બંને ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા હતા. આનંદઘનજીના જીવનને જાણવા માટે પં. સત્યવિજયગણિના જીવનની હકીકતો ઉપયોગી હોવાથી અહીં તે જોઈએ. પં. સત્યવિજયગણિની જન્મસંવત કે દીક્ષાસંવત મળતી નથી, પરંતુ અનુમાનથી જન્મસંવત આશરે વિ. સં. ૧૬૫૬ ગણવામાં આવે છે. લાડનૂના ડૂગળ ગોત્રના ઓશવાલ શા. વીરચંદની પત્ની વીરમદેની કુખે એમનો જન્મ થયો. એમનું નામ શિવરાજ હતું. આશરે વિ. સં. ૧૯૭૧માં માતા-પિતાની સંમતિ લઈને ચૌદ વર્ષના શિવરાજે દીક્ષા લીધી. તપાગચ્છના શ્રી વિજયસિંહસૂરિએ એમને દીક્ષા આપી અને એમનું નામ સત્યવિજય આપવામાં આવ્યું. ૨૪ સત્યવિજયજીએ ગીતાર્થ મુનિ પાસે શાસ્ત્રસિદ્ધાંતનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમને દાદા-ગુરુ અને ગુરુદેવ તરફથી સાચા ત્યાગી બનવાનો ઉપદેશ સાંપડ્યો. વિદ્યા અને તપ બંનેમાં તેઓ આગળ વધવા લાગ્યો. વિ. સં. ૧૭૦૬ના મહા સુદ તેરસ અને ગુરુવારે આચાર્ય વિજયસિંહસૂરિએ પાટણમાં સંવેગી સાધુ-સાધ્વીને પાળવાના મહાયોગી આનંદઘન નિયમોનો ૪૫ બોલનો પટ્ટક ગુરુદેવની નિશ્રામાં બનાવ્યો. તેમાં પં. સત્યવિજયગણિના હસ્તાક્ષર મળે છે. આ પછી વિજયસિંહસૂરિનું વિ. સં. ૧૭૦૮ના મહા સુદ બીજના રોજ સમાધિપૂર્વક સ્વર્ગગમન થયું, ત્યારે પં. સત્યવિજયને ગચ્છનાયક ભટ્ટાર કે બનવાનું કહેવામાં આવ્યું, પણ ત્યાગ અને ધ્યાનમાં ડૂબેલા આ મહાત્માએ ગચ્છનાયક બનવાની સાફ ના પાડી. સં. ૧૭૧૧ના મહા સુદ તેરશ ને ગુરુવારે પાટણમાં પં, સત્યવિજયગણિવરે ક્રિયોદ્ધાર કરીને સંવેગીપણું સ્વીકાર્યું અને સંવેગી મુનિઓની માફક તેઓ કાથાના રંગથી રંગેલું વસ્ત્ર પહેરવા લાગ્યા. ક્રિયાને અંગે ૪૮૦ બાબતો ફેરવવી પડી એમ કહેવાય છે. કે પં. સત્યવિજય શુદ્ધ ક્રિયાના ચાહક હતા અને ઉપદેશમાં ત્યાગ અને વૈરાગ્ય પર ભાર મૂકતા. તેઓ મેડતા, નાગોર, જોધપુર, સૌજત તથા સાદડી વગેરે પ્રદેશમાં વધુ વખત વિચર્યા હતા અને એ તરફ ઘણા ચાતુર્માસ ગાળ્યા હતા. પં. સત્યવિજયગણિએ વિ. સં. ૧૭૫૪માં અમદાવાદમાં અને વિ. સં. ૧૭૫૫માં પાટણમાં ચોમાસું કર્યું. વિ. સં. ૧૭૫૬ના પોષ મહિનામાં તેઓ બીમાર પડ્યા. પાંચ દિવસ બીમાર રહ્યા. પં. સત્યવિજયગણિ સં. ૧૭૫કના પોષ મહિનામાં પાટણમાં અનશન સ્વીકારી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પં. સત્યવિજયજીના લઘુ ભાઈ લાભાનંદ હોય અને એ જ લાભાનંદ આનંદઘન હોય તો લાભાનંદ એટલે કે આનંદઘનના જીવનકાળને નિર્ધારિત કરવા માટે ઉપર દર્શાવેલું સાધન મહત્ત્વનું ગણાય. ૫. સત્યવિજયજીનો જન્મ આશરે સં. ૧૯૫૬માં થયો, આથી એ પછી શ્રી આનંદઘનજીનો જન્મ ગણી શકાય. જન્મસ્થાન આ મસ્ત અને એકલવિહારી સાધકનો જન્મ ક્યાં થયો હશે ? એમની રચનાઓમાંથી આ વિશે કોઈ ઉલ્લેખ મળતો નથી. એમના કોઈ સમકાલીને પણ આ અંગે કશી નોંધ કરી નથી. આને પરિણામે માત્ર ભાષાને આધારે આનંદઘનના જન્મસ્થાન વિશે વિદ્વાનોએ જુદાં જુદાં મંતવ્યો પ્રગટ કર્યા છે. જોકે ભાષાને આધારે સંતસાહિત્યમાં કોઈ કવિનું જન્મસ્થાન શોધવું એ ઘણું કપરું કામ છે. એક તો સંતોએ પોતાના પ્રદેશમાં બોલાતી જનસમુદાયની ભાષાને બદલે સંતો દ્વારા પ્રયોજાતી વ્યાપક પ્રદેશો પર ફેલાયેલી વિશિષ્ટ કાવ્યભાષાનો ઉપયોગ કર્યો છે. વળી આનંદઘનજીએ પોતે જ પોતાની કૃતિ લખી હોય એવી પદો કે સ્તવનોની એક પણ હસ્તપ્રત મળતી નથી. બીજી નોંધપાત્ર બાબત એ છે કે, જે પ્રદેશના લહિયાએ હસ્તપ્રત લખી હોય તે પ્રદેશની ભાષાની અસર પણ એના લખાણમાં ઝિલાતી હોય છે. લોકકંઠમાં જળવાયેલાં અને લોકવ્યાપક બનેલાં આ પદો કે સ્તવનોમાં જે સમયે હસ્તપ્રત જીવન

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101