Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 10
________________ છોડી દઈ જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં “આશા ઓરનકી ક્યા કીજે” એ પદ એમના અંતરમાંથી વહી નીકળ્યું. ઉન્નત આધ્યાત્મિક ભાવોને વ્યક્ત કરતું આનંદઘનજીનું આ પદ મળે છે ખરું, પરંતુ આમાં સાધક કવિએ રૂપક આપ્યું છે. સંસારી સુખોની માયામાં ડૂબેલાઓને આશારહિત થઈને જ્ઞાનસુધારસ પીવાનો બોધ આપ્યો છે. એ પદમાં ક્યાંય જગતના સુખદુ:ખના કોઈ અનુભવની આછી ઝલક પણ દેખાતી નથી. આવી રીતે એક રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી એમણે તે કપડાં બાજુએ મૂકી રાખ્યાં હતાં. એ કપડાંને ધ્રુજતાં જોઈને મળવા આવેલા રાજાએ આ વિશે પૂછ્યું હતું એવી કથા મળે છે. હકીકતમાં માત્ર આનંદઘનજી વિશે જ નહીં, પણ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના જીવન વિશે પણ આવી જ દંતકથા મળે છે. ૧૯ આનંદઘનજીના જીવનની આવી દંતકથાઓને ઘણા લેખકોએ લંબાણથી અને છટાદાર શૈલીમાં નિરૂપી છે, પરંતુ અહીં એમને વિશેની શક્ય તેટલી પ્રમાણભૂત માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મૂળ નામ કયું ? આનંદઘન” એ ઉપનામ છે. એમનું દીક્ષા અવસ્થાનું નામ “લાભાનંદ” છે. એમની ચોવીશી પર સ્તબક (ટબો) લખનાર શ્રી જ્ઞાનવિમલસૂરિ બાવીસ સ્તવનોના સ્તબકને અંતે લખે છે. લાલાનંદજી કૃત તવન એટલા ૨૨ દીસઈ છઈ. યદ્યપિ હસ્યું તોહઈ આપણ હસ્તે નથી આવ્યા. અને આનંદઘનની સંજ્ઞા તે સ્વનામની કરી છઈ. એહવું વિગ (વ્યંગ્ય) સ્વરૂપ મૂક્યાથી જણાઈ છઈ તે જાણવું.” એવી જ રીતે શ્રી દેવચંદ્રજીએ “વિચાર રત્નસાર ” પુસ્તકમાં આનંદઘનજીના ધર્મનાથ જિનસ્તવનનું પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે. દેખે પરમ નિધાન.'' આ ચરણ અવતરણ તરીકે ટાંકીને “એવું શ્રી લાભાનંદજીએ કહ્યું છે.” એમ લખ્યું છે. એ રીતે “મેરે પ્રાન આનંદઘન” એ પદમાં કર્તાએ છેલ્લે “લાભ આનંદઘન* એમ લખ્યું છે, એમાં પણ કવિએ પોતાના લાભાનંદ નામ પ્રત્યે કદાચ સંકેત કર્યો હોય એમ માની શકાય. એમણે પોતાની રચનાઓમાં “આનંદઘન” ઉપનામ રાખ્યું છે. શ્રી કર્ખરવિજયજીએ પણ પોતાનાં પદોમાં “ચિદાનંદ” એવું ઉપનામ રાખ્યું છે. “આનંદઘન બહોતેરી "ની માફક “ચિદાનંદ બહોતેરી” પણ પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણલાલ મહાયોગી આનંદથન મો. ઝવેરીએ એમનું નામ લાભવિજય બતાવ્યું છે. તે સરતચૂક જણાય છે, કારણ કે ક્યાંય આ નામનો ઉલ્લેખ મળતો નથી. એક સુચક ઉલ્લેખ અમદાવાદના શેઠ હઠીસિંહનાં પત્ની હરકુંવર શેઠાણીએ પ્રસિદ્ધ હઠીસિંહનાં દહેરાંની પ્રતિષ્ઠાનું ભગીરથ કાર્ય કર્યું હતું. વેપારમાં તેમણે અસાધારણ સમજ , ધીરજ અને કાર્યદક્ષતા દાખવી હતી. કન્યાકેળવણી અને ધાર્મિક કાર્યોમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો, એ જાણીતું છે. ગુજરાતના આ નારીરને એમના જીવનકાળ દરમ્યાન ત્રણ વાર યાત્રા-સંઘ કાઢેચી હતી. એક વાર પંચતીર્થનો સંઘ કાઢ્યો હતો, એ પછી સમેતશિખરનો સંઘ કાઢ્યો હતો અને ત્રીજો પાલીતાણાનો સંઘ કાઢ્યો હતો. એ જમાનામાં વાહનવ્યવહાર અને અન્ય સુવિધાઓનો અભાવ હોવા છતાં આવા ત્રણ યાત્રા-સંઘો કાચી એ હકીકત હરકુંવર શેઠાણીની અપ્રતિમ ધર્મપ્રીતિ અને વ્યવસ્થાશક્તિનું નિદર્શન છે. એમણે અમદાવાદથી કાઢેલ સમેતશિખરના સંઘ વિશે શ્રી વીરવિજયજી મહારાજના એક શિષ્ય “શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં” લખેલાં છે. આ ઢાળિયાંમાં હરકુંવર શેઠાણી અને ઉમાભાઈ અમદાવાદથી સંઘ લઈને કયા રસ્તે થઈને શ્રી સમેતશિખર તીર્થ પહોંચ્યાં અને રસ્તામાં શું શું બન્યું તેની વિગતો આપવામાં આવી છે. એ પછી કયા રસ્તે પાછા આવીને સંઘે રાજનગરમાં પ્રવેશ કર્યો તે દર્શાવ્યું છે. આ સંઘમાં સામેલ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તેમજ વાહનનું પણ વર્ણન આપ્યું છે. વળી જે ઉમદા ધર્મભાવના સાથે આ સંથે પ્રયાણ કર્યું અને રસ્તામાં આવતાં મંદિરોમાં પૂજા-સેવા કરી તેની પણ વિગત આપી છે. શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં "ની અગિયારમી ઢાળ પછી છેલ્લે કલશમાં કવિ કહે છે “ધન ધન શાસન મહાવીરજીનું જે હનો છે ઉપકાર છે , ધન ધન ગણધર ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછવા એક ધાર જી. ધન ૧ તે શાસન રહે શે આ જુગમાં એકવીસ વરસ હજાર જી, પાટ સાંપી પંચમ ગણધરને, ગૌતમ વર્યા શિવનાર જી. ધન ૨ સુધર્મા સ્વામી પાટ જે બૂને, અક્ષય પદ વર્મા સાર જી , દશ વસ્તુ લઈ સાથે જે બૂ, સિદ્ધ થયા નિરધાર જી . ધન. ૩ તેને માટે પ્રભવ સ્વામી ચંદ પૂરધર સાર જી . શ્રુત કેવલી ખટ થયા અનુક્રમે, થુલીભદ્ર છેલ્લા મનોહાર જી. ધન ૪ એમ અનુક્રમે પરંપરા પટધર, વિજયદેવસૂરિ રાયા જી . નામ દશાદશ જેનું ચાઉં, ગુણીજન વૃંદ ગવાયા જી. ધન ૫ જીવને 20

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101