Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 8
________________ મતમતાંતર અને વાદવિવાદના જાળામાં ચિત્ત અટવાઈ પડે છે. એને માર્ગ સૂઝતો નથી. એક બાજુ દર્શનનો તલસાટ બેચેન બનાવે છે, તો બીજી બાજુ ક્યાંય પ્રકાશ ન દેખાતાં હૃદય અકળામણથી છટપટે છે ઇમ અનેક વાદી મત વિભ્રમ સંકટ પડિઓ ન લહે, ચિતસમાધિ તે માટે પૂછું. તુમ વિણ તત કોઈ ન કહે.” (૨૦ : ૭) બાહ્ય સુખમાં રપચ્યા રહેનારા માણસો આત્માના અનંત સુખને ભૂલી ગયા છે, પાંજરામાં પુરાયેલો પોપટ મુક્તિનો આનંદ વીસરી ગયો છે. જે ગતના લોકો માયા, કામના કે વાસનાના મોહમાં ફસાયેલા છે. ગચ્છની વિતંડામાં વૈરાગ્યને ભૂલી બેઠા છે અને પછી નાભિમાં કસ્તુરી હોવા છતાં કસ્તુરીની શોધ માટે કસ્તુરી મૃગની માફક ઠેરઠેર ભટક્યા કરે છે. આ રાગીને એ વિરાગીની ઝાંખી કઈ રીતે થઈ શકે ? મોહમાં ફસાયેલાને નિર્મોહીનો દિદાર ક્યાંથી જોવા મળે ? આને માટે તો સઘળું છોડીને અધ્યાત્મની પ્રીત કરવી પડે. મનમધુકરને પ્રભુના ચરણમાં રાખવો પડે. પણ જગતની દશા તો એવી વિચિત્ર છે કે ભંડાર એની પાસે પડ્યો છે અને એ એક કોડી માટે ઠેરઠેર ફાંફાં મારે છે. “પરમનિધી પરગટ મુખ આગલે જગત ઉલ્લંઘી હો જાય. જિ. જ્યોતિ વિના જૂઓ જગદીસની અંધો અંધ મીલાય. જિ. ” (૧૫ : ૬) આનંદઘનજીના સમયમાં ધાર્મિક મતભેદો ખૂબ તીવ્ર રીતે પ્રવર્તતા હતા અને એને પરિણામે શ્રાવક કે સાધુજન સાચા માર્ગથી વિમુખ હતા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આનંદધનના સમકાલીન હતા અને એમણે આ વૈરાગ્ય-ધર્મમાં પડેલી વૈભવ અને વિષયોની “ધામધૂમ” સામે ચીમકી આપતાં લખ્યું છે : “વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુમદપૂર રે; ધૂમધામે ધમાધમ ચાલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. સ્વામિ ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે.” સ્વામિ ૮. | (ઢાળ ૧, કડી ૭, ૮) આત્મજ્ઞાની એકલવીર ભગવાન મહાવીરે સ્પષ્ટપણે કહ્યું છે મહાયોગી આનંદઘન ગુણે હિં સાધુ •ાળ મસાધુ” આનંદઘન આત્માનંદમાં લીન એવા સાધક હતા. સાધુજીવન સ્વીકાર્યા પછી રાગદ્વેષ, મોહ અને મમત્વમાં ફસાયેલા રહેવું એ તો સાધુજનને આત્માથી વિમુખ કરે છે, એને ધ્યેયભ્રષ્ટ કરે છે. આથી શ્રી વાસુપૂજ્ય જિનસ્તવનના સમાપનમાં એને જ આનંદઘન મતનો સંગી કહે છે, જે આત્મજ્ઞાની છે “આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજો દ્રવ્યત લિંગી રે વસ્તુગતે જે વસ્તુ પ્રકાસે આનંદઘન મત સંગી રે.” (૧૨ : ૬) જાણે આ જ શબ્દોનો પ્રતિભાવ શ્રીમદ્ યશોવિજયજીના “નયરહસ્ય શ્રી સીમંધર જિનસ્તવન”માં જોવા મળે છે. તેઓ કહે છે “કેવળ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મવિરુદ્ધ છે. તુજ. ૩૮* (ઢાળ ૬, ગાથા ૭૮) આમ આનંદઘનનો પંથ આત્મજ્ઞાની એકલવીરનો પંથ હતો. લોકપ્રીતિનો મોહ કે ગચ્છપ્રેમની મર્યાદા એમને સ્પર્શી શકે તેમ નહોતી. સત્યોપાસક તરીકે જીવનમાં આવતા ઉપસર્ગોને સહેવાનું એમનામાં આંતરિક ખમીર હતું. અળગા માર્ગે ફંટાઈને આગળ ધપવાની આત્મશક્તિ હતી. આત્મજ્ઞાન અને ચિત્તસમાધિમાં લીન બનીને અધ્યાત્મની અનુભૂતિનાં એક પછી એક ઉન્નત શિખરો સર કરનારા મનમોજી સાધક હતા. સંકુચિતતાની દીવાલોને અને બાહ્ય આવરણોને ફગાવી દઈને યોગ અને અધ્યાત્મના દિવ્ય પ્રદેશમાં મુક્ત વિહાર કર્યો હતો. આવા સાધકના સમયમાં જૈન સમાજની જે ધાર્મિક પરિસ્થિતિ હતી એનું સ્પષ્ટ અને નિર્ભીક પ્રતિબિંબ એમનાં સ્તવનોમાં ઝિલાયું છે. અનુશ્રુતિઓમાં વીંટાયેલું જીવન આધ્યાત્મિક અનુભૂતિના અતલ ઊંડાણને પંથે સંચરનારી વ્યક્તિને પ્રસિદ્ધિ કે નામનાની પરવા ક્યાંથી હોય ? અવર્ણનીય આત્માનંદની મસ્તીમાં લીન બનીને જીવનાર યોગીને કીર્તિનું પ્રલોભન કઈ રીતે આકર્ષી શકે ? પ્રિયતમ પ્રભુનાં દુર્લભ દર્શન માટે પળે પળે તડપનાર પોતાની જાતને ક્યાંથી યાદ રાખી શકે ? નામ, નામના, સ્થળ કે કાળનાં સીમિત બંધનોને પાર કરીને જ્યાં ચિત્ત અસીમ ઊંડાણમાં વિહરતું હોય, ત્યાં નામના કે કીર્તિની લોભામણી વાતને અવકાશ ક્યાંથી હોય ?

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 101