Book Title: Anandghan Jivan Ane Kavan
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 6
________________ પ્રવૃત્તિ પણ વિકસવા માંડી હતી. આ ભંડારોએ વિદ્વાનોને જ્ઞાનપ્રવૃત્તિ કરવા માટે ઘણી અનુકુળતા કરી આપી હતી. વિક્રમના સત્તરમા શતકમાં એકલા તપાગચ્છમાં બાવન પંડિતો થયા હતા. ઘણાં વર્ષો પછી ધર્મપ્રવૃત્તિ માટે આવો અનુકૂળ સમય આવ્યો હતો. બીજી બાજુ જૈન સાધુઓ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જૈન ધર્મનો પ્રભાવ ફેલાવતા હતા. તપાગચ્છના હીરવિજયસૂરિએ શહેનશાહ અકબરને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું હતું. જૈન ધર્મનાં પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. અકબરે આ જૈન સૂરિને કેટલીક ભેટ આપવાની ઇચ્છા રાખી ત્યારે અપરિગ્રહી સાધુ માટે કોઈ પણ ભેટ અસ્વીકાર્ય છે એમ કહ્યું. બાદશાહ અકબરે અત્યંત આગ્રહ કરતાં હીરવિજયસૂરિએ કહ્યું કે, બંદીવાનને કેદમાંથી મુક્ત કરો અને પાંજરામાં પૂરેલાં પક્ષીઓને છોડી દો. આ ઉપરાંત પર્યુષણના આઠ દિવસ હિંસાનો નિષેધ ફરમાવ્યો. વસ્તુત: એ આઠ દિવસમાં બાદશાહે પોતાના ચાર દિવસ ઉમેરીને બાર દિવસ સમસ્ત રાજ્યમાં “અમારિ ” પ્રવર્તે તેવું ફરમાન કર્યું. આ સમયે હીરવિજયસૂરિને “જગદ્ગુરુ”નું બિરુદ આપ્યું. અકબર પર અહિંસાની ભાવનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે એક વર્ષમાં છ મહિના કોઈ જીવની હિંસા ન કરવાનો પછીથી એણે હુકમ કર્યો હતો.૧૦ હીરવિજયસૂરિ પછી અકબરના દરબારમાં શાંતિચંદ્રસૂરિ અને ભાનચંદ્રસૂરિએ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. ભાનુચંદ્રસૂરિએ શત્રુંજય તીર્થની યાત્રાએ આવતા યાત્રાળુઓ પરનો કર માફ કરવા એકબરને વિનંતી કરી અને એકબરે એનો સ્વીકાર પણ કર્યો. આ પછી વિજયસેનસૂરિ અકબરના આમંત્રણને માન આપીને દિલ્હી ગયા. બાદશાહના દરબારના ૩૬૬ બ્રાહ્મણોને વાદવિવાદમાં હરાવ્યા. આથી બાદશાહ અકબરે વિજયસેનસૂરિને “સવાઈ હીરવિજયસૂરિ” (હીરવિજયસૂરિથી પણ ચડ્યા તે બતાવતું) બિરુદ આપ્યું. આ વિજયસેનસૂરિએ અમદાવાદના સૂબા મીરઝા અઝીઝ કોકાને પોતાના ઉપદેશથી પ્રસન્ન કર્યો હતો.'' સિદ્ધિચંદ્રસૂરિની શતાવધાનની શક્તિ જોઈને બાદશાહ અકબરે એમને “ખુશફહેમ ની માનભરી પદવી આપી હતી.૧૨ “આઇને અકબરી "માં અકબરના દરબારના વિદ્વાનોની યાદીમાં આવતા “હરિજીસુર”, બિજ ઈસેનસુર” અને “ભાનુચંદ” એમ ત્રણ નામો અનુક્રમે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર ઉપાધ્યાયનાં નામો સૂચવે છે.૧૩ શ્રી વિજયસેનસૂરિની પાટે આવેલા શ્રી વિજયદેવસૂરિને બાદશાહ જહાંગીરે એમની તપશ્ચર્યાથી મુગ્ધ થઈને માંડવગઢમાં “જહાંગીરી મહાતપા"નું બિરુદ આપ્યું હતું. ઉપાધ્યાય વિવેકહર્ષે કચ્છના રાજા ભારમલ્લવિ. સં. ૧૬૪૨ થી ૧૬૮૮)ને ઉપદેશ આપ્યો અને રાજ્યમાં મહાયોગી આનંદઘન અહિંસાની ભાવના પ્રવર્તાવી. આ સમયે અહિંસાના પ્રવર્તનમાં, જજિયાવેરો દૂર કરવામાં તેમજ ધર્મતીર્થો રચવામાં અને સંઘો કાઢવામાં જૈન ધર્મીઓએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તપાગચ્છના શ્રી વિજયદેવસૂરિ પછી વિજયસિંહસૂરિ અને વિજયપ્રભસૂરિના સમયમાં ધર્મપ્રવૃત્તિ અને ધર્મમહોત્સવો થતા રહ્યા. આ પછી તપાગચ્છમાં કેટલાંક કારણોસર બે આચાર્યોની જરૂર જણાતાં શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયઆનંદસૂરિને ગચ્છાધિપતિ બનાવવામાં આવ્યા હતા, પણ આગળ જતાં આમાંથી તપાગચ્છમાં બે વિભાગ પડી ગયા હતા. એક શાખા “દેવસુર” અને બીજી શાખા “અણસુર” તરીકે ઓળખાતી હતી. શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રીમદ્ સત્યવિજયજીએ સૂરિપદ સ્વીકારવાને બદલે સાધુસમાજમાં પેઠેલી ક્રિયાશિથિલતાને દૂર કરવા માટે કિયોદ્ધાર કરવા ગુરુની અનુમતિ મેળવી. તીવ્ર વૈરાગ્ય દાખવીને શ્રીમદ્ સત્યવિજયજીએ ધર્મપ્રભાવના માટે પ્રયત્નો કર્યા. જો કે એ સમયના સમાજે એમને ઉમળકાભેર પ્રતિભાવ આપ્યો નહોતો. આમાં ઉપાધ્યાય યશોવિજયજીએ પં. સત્યવિજયજીને સાથ આપ્યો હતો. આ સત્યવિજયજી આનંદઘનજીના મોટા ભાઈ હતા, એવો ઉલ્લેખ મળે છે. આ રીતે સત્યવિજયજી, આનંદઘનજી અને યશોવિજયજી સમકાલીન હતા. ત્રણ પ્રતાપી સાધુપુરુષો આનંદઘનજીના સમયની જૈન ધર્મની પરિસ્થિતિનો વિચાર કરીએ તો ત્રણ પ્રતાપી સાધુપુરુષો સમાજ પર ઝળહળતો પ્રકાશ પાથરી રહ્યા હતા. પં. સત્યવિજયજીમાં ક્રિયા, આનંદઘનજીમાં યોગ અને યશોવિજયજીમાં જ્ઞાન એમ આત્મજ્ઞાનનાં ત્રણ અંગોનો ત્રિવેણીસંગમ સધાયો હતો. આ ત્રણે મહાપુરુષ પરસ્પરના ગાઢ સંપર્કમાં હોવા છતાં એમણે પોતાના સાધનામાર્ગની આગવી રીતે જાળવી રાખી હતી. ૫, સત્યવિજયજી સાથે આનંદઘનજીનો અને યશોવિજયજીનો તેમજ આનંદઘનજી સાથે શ્રી સત્યવિજયજી અને યશોવિજયજીનો મેળાપ પ્રમાણસિદ્ધ છે. પં. સત્યવિજયજીએ ક્રિયા-ઉદ્ધાર માટે સૂરિપદ સ્વીકાર્યું નહીં. તેઓ સંવેગમાર્ગ પર આગળ ચાલ્યા.૧૪ આનંદઘનજી તો નિજાનંદની મસ્તીમાં ડૂબેલા યોગ અને આધ્યાત્મના માર્ગે અહર્નિશ આગળ વધતા યોગી જ હતા. એ જ રીતે ઉપાધ્યાય યશોવિજયજી જ્ઞાની અને દીર્ઘદર્શી મહાત્મા હતા. આ ત્રણે સાધુપુરુષોએ પોતાના સાધુસમાજમાં ચાલતી શિથિલતા જોઈ અને એને છાવરવાને બદલે એના પર સ્પષ્ટ શબ્દોમાં પ્રહાર કરી સાચા માર્ગ તરફ અંગુલિનિર્દેશ કર્યો. જીવન

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 101