Book Title: Anandghan Jivan Ane Kavan Author(s): Kumarpal Desai Publisher: Kumarpal Desai View full book textPage 4
________________ જીવન આનંદઘનજીનો સમય આશરે વિ. સં. ૧૯૬૦ થી વિ. સં. ૧૭૩૦ સુધીનો ગણાય. ભારતની રાજકીય તવારીખની દૃષ્ટિએ આ સમય એ શહેનશાહ અકબરનાં અંતિમ વર્ષોથી શરૂ થઈને જહાંગીર અને શાહજહાંના અમલ પછી ઔરંગઝેબના રાજ્યકાળનાં પ્રારંભનાં પંદર વર્ષો સુધી પથરાયેલો ગણાય. આનંદઘનજીની જન્મભૂમિ રાજસ્થાન હોવાથી એમના જીવનનાં પ્રારંભનાં વર્ષો રાજસ્થાનમાં વીત્યાં હતાં. આ વર્ષોમાં રાજસ્થાનમાં રાજકીય સંઘર્ષ પરાકાષ્ઠાએ હતો. વિ. સં. ૧૬પ૩ની મહા સુદ ૧૧ને દિવસે મહારાણા પ્રતાપનો સ્વર્ગવાસ થયો. પ્રતાપના સ્વર્ગવાસ પછી પણ અકબરની મેવાડ તાબે કરવાની ઇચ્છા એટલી જ તીવ્ર રહી. એણે શાહજાદા સલીમને મહારાણા અમરસિંહ સામે લડવા મોકલ્યો પણ એમાં ફાવ્યો નહીં. ફરી પોતાના રાજ્યકાળના અડતાલીસમા વર્ષે વિ. સં. ૧૯૬૦માં દશેરાના દિવસે શાહજાદા સલીમને વિશાળ સેના અને શુરવીર સોદાગરો સાથે મેવાડ પર ચડાઈ કરવા મોકલ્યો, પણ સલીમને સફળતા ન મળી. વિ. સં. ૧૯૬૨ના કારતક સુદ ૧૪ને મંગળવારે શહેનશાહ અકબરનું અવસાન થતાં જહાંગીર ગાદીએ આવ્યો. મેવાડની સ્વતંત્રતા અને તેનું અણનમ ગૌરવ જહાંગીરને ખૂંચતાં હતાં. આથી તેણે મેવાડ પર એક પછી એક આક્રમણો કર્યા. શાહજાદા પરવેઝ , મહોબ્બતખાનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 101