Book Title: Anandghan Jivan Ane Kavan Author(s): Kumarpal Desai Publisher: Kumarpal Desai View full book textPage 3
________________ निवेहन મધ્યકાલીન સંત પરંપરામાં કવિત્વ અને અધ્યાત્મનું એક ઉત્તુંગ શિખર એટલે મહાયોગી આનંદઘન. એમનાં સ્તવનો અને પદોમાં એક રહસ્યવાદી કવિ તરીકેની એમની ગરિમાનો સતત અનુભવ થતો રહે છે, આથી જ કાવ્યરસિકથી માંડીને અધ્યાત્મરસિક સુધીના સહુ કોઈ મહાયોગી આનંદઘનજીનાં પદો. અને સ્તવનોમાં કાવ્યમસ્તી કે યોગાનંદનો અનુભવ કરે છે. સ્તવનમાં ગહન સિદ્ધાંતબોધ, વ્યાપક શાસ્ત્રદૃષ્ટિ અને ઘૂંટાઈ ઘૂંટાઈને આવતો ઊર્મિનો કવિત્વમય ઉછાળ, ભાવોની રમણીય લીલાનો અનુભવ થાય છે. એક વાર મારા પિતાશ્રી જયભિખનુને મળવા માટે ગુજરાતના સમર્થ નવલિકાકાર ધૂમકેતુ આવ્યા હતા. એમણે વાતવાતમાં ‘જયભિખ્ખું ને હળવી ટકોર કરતાં કહ્યું કે આનંદઘન અને મીરાં અધ્યાત્મ અને કવિતાની ઊંચી કોટિએ બિરાજમાન છે. પરંતુ મીરાં હિંદુઓ પાસે આવી, તેથી આખા વિશ્વની મહાન કવિયત્રી બની અને આનંદઘન જૈન સમાજ પાસે રહ્યા, તો એમની ઓળખ માત્ર સમાજ પૂરતી સીમિત રહી ગઈ. સર્જક ધૂમકેતુએ કરેલો વ્યંગ સ્મરણમાં રહ્યો હતો અને તેથી ગુજરાતી વિષયમાં મહાનિબંધ લખતી વખતે આ વિષય પર, અભ્યાસ કરવાનું મન થયું. મહાનિબંધના મારા માર્ગદર્શક ડૉ. ધીરુભાઈ ઠાકર પાસેથી આ વિષયમાં મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું અને તેને પરિણામે ‘આનંદઘન : એક અધ્યયન” નામનો ગ્રંથ તૈયાર કર્યો. આ ગ્રંથમાં અપાયેલ સામગ્રીમાં હસ્તપ્રતોના સંશોધન દરમ્યાન આનંદથનનાં આઠ અપ્રગટ પદો અને બે સ્તવનો મળી આવ્યાં છે. ઉપરાંત સિદ્ધતુર્વિશતા નામનું એક સંસ્કૃત સ્તવન પણ પ્રાપ્ત થયું છે. આ કૃતિઓની પ્રમાણભૂતતા અને વિશેષતા પરત્વે પણ પ્રસંગોપાત વિચાર કરેલો છે. આનંદઘનને નામે પાછળથી ચડેલાં પદોના તેમજ એમની કહેવાતી પાંચ સજઝાયોના કર્તુત્વ વિશે પણ નિર્ણયાત્મક ચર્ચા કરેલી છે. અત્યાર સુધી દંતકથાઓને આધારે આનંદઘનના જીવન અને કવનને લગતી હકીકતો તારવવાના પ્રયાસો થયેલા છે. આ હકીકતોની પાછળ રહેલી કિંવદન્તીઓની અવિશ્વસનીયતાને ગાળી નાખીને પ્રમાણભૂત પ્રતીત થાય તેટલી જ હકીકતને અહીં ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. મહાયોગી આનંદઘનના જીવનને લગતી અમુક હકીકત પર નવો પ્રકાશ પાડતો ઉલ્લેખ “શ્રી સમેતશિખર તીર્થના ઢાળિયાંમાંથી પ્રાપ્ત થયેલ છે. આનંદઘનનો જીવનકાળ, તત્કાલીન રાજ કીય અને ધાર્મિક પરિસ્થિતિ, સમકાલીન સમાજ પ્રત્યેનું આનંદઘનનું વલણ, ઉપાધ્યાય યશોવિજય જેવા જૈન કવિઓની તુલનાએ આનંદઘનનાં દર્શન-કવનની વિશેષતાઓ અને મર્યાદાઓ, જૈન પરંપરામાં આનંદઘનનું સ્થાન, સ્તવનોનો બોધ, સ્તવનો અને પદોની તુલના, આનંદઘન નામના અન્ય કવિઓ વગેરે અન્ય મુદ્દાઓની પણ તદ્વિષયક પ્રકાશિત સામગ્રીને આલોચના કરતાં કરતાં જરૂરી છણાવટ કરી છે. મહાયોગી આનંદઘનજી વિશે મહાનિબંધ લખ્યા બાદ લખાયેલા લેખોનો પણ આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘આનંદઘનજીની યોગમાર્ગીય રહસ્યવાદી કવિતા'એ લેખમાં એમનાં પદો અને સ્તવનોમાં મળતી યોગની પરિભાષાની ચર્ચા કરી છે, જ્યારે મહાયોગી આનંદઘન સાથે ઉપાધ્યાય યશોવિજયજી, કબીર, મીરાં અને અખાના કાવ્યસર્જન સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો છે. શ્રી કનુભાઈ શાહ અને શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના સહયોગથી અભ્યાસીઓને ઉપયોગી બની રહે તેવી આનંદઘન વિશેની સંદર્ભ-સામગ્રી આપવામાં આવી છે. આ ગ્રંથમાં સ્તવનોની શુદ્ધ વાચના વિષયક સંશોધન અને પાઠાંતરો પુસ્તકનું કદ વધી જવાના ભયને લીધે આપવામાં આવ્યા નથી. જિજ્ઞાસુઓને એ સામગ્રી અગાઉ પ્રકાશિત થયેલા ‘આનંદઘન : એક અધ્યયન’ પુસ્તકમાંથી મળી રહેશે. આશા છે કે આ વિષયના અભ્યાસીઓને ગ્રંથ ઉપયોગી બનશે. ૧૯ મે, ૨૦૧૧ -કુમારપાળ દેસાઈPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 101