________________
આગમત
શરીર ન હોય, અને શરીર ન હોવાથી મુખને સદ્ભાવ ન હોય, અને સુખને અભાવ હોવાથી તે પરમેશ્વરે ઉપદેશક બની શકે નહિ, અને તેથી શાસ્ત્રોનું કથન ખુદ પરમેશ્વરનું કરેલું નહિ પણ તદિતર કેઈ સામાન્ય વ્યક્તિનું આ કથન છે એમ માનવું પડે.
કદાચ કહેવામાં આવે કે પરમેશ્વરના પ્રતિનિધિ એવા કઈ જ્ઞાનીએ, પરમેશ્વરનું જ્ઞાન જાણીને શાસ્ત્રોનું નિર્માણ કરેલું છે એમ કહેવામાં પણ તદિતર જ્ઞાનીઓનું પ્રામાણિકપણું અને શાસ્ત્રકથન ગણાય, પણ ખુદ પરમેશ્વરનું તે તે કથન ગણાય જ નહિ, અને સર્વશક્તિમાન પરમેશ્વર માનેલે હેવાથી સાક્ષાત સર્વ જીવોને તોપદેશ નહિ કરતાં કેઈક, સામાન્ય મનુષ્ય દ્વારા એ શાસ્ત્રોને ઉપદેશ શા માટે કરે?
તત્વથી, પરમેશ્વરે કહેલાં શાસ્ત્રો છે એમ માનનારાઓએ પરમેશ્વરને સાકાર માન્યા સિવાય છૂટકે જ નથી, અને પરમેશ્વરને સાકાર માનવાથી, પરમેશ્વરે સાક્ષાત્ કહેલા તને પરમેશ્વરની વાણી તરીકે માન્ય રાખવા તે ગ્ય ગણાય. કેઈ સામાન્ય વ્યક્તિ દ્વારા કહેવાતા તની પરમેશ્વરની વાણુરૂપે માન્યતા પરમેશ્વરને શરીર ન હોવાથી અસંભવિત હેવાથી અંધશ્રદ્ધા સિવાય સ્વીકારી શકાય નહિં.
વળી જે પરમાત્માને સર્વકમ રહિત હોવાથી વીતરાગ સર્વજ્ઞ માની તેઓની સિદ્ધપણાની અવસ્થાને લક્ષ્યમાં લઈ પરમાત્માને નિરંજન, નિરાકાર માને તેઓને પણ સિદ્ધપણાની અવસ્થા પ્રાપ્ત કરવાના પ્રયોગો અને પરિણામે સાકાર અવસ્થામાં થએલા માનવાના હેઈ નિરંજન, નિરાકારરૂપ થયેલા સિદ્ધ પરમાત્માની સ્થાપના પણ સાકારપણાના છેલલા ભાવને અનુસાર માનવી જ પડે. આ રીતે નિરંજન, નિરાકારરૂપ સિદ્ધપરમાત્માની સ્થાપના પણ તેમના સમગ્ર ગુણીપણાને લીધે ગુણે ઉપર બહુમાન ધરનારાઓને અવશ્ય વંદનીય, નમનીય અને પૂજય ઠરે એમાં આશ્ચર્ય જ નથી.