________________
૭૦
આગમત ઈશ્વરની કૃતિની અંધશ્રદ્ધા કરવી પડે છે તેવી કરવી પડશે નહિ.
તત્વ એ જ કે પરિણામી ભાવ માનનારાને નામ, સ્થાપના અને ભાવની સાથે દ્રવ્યનું સંમીલિતપણું માનવામાં ઘણું જ અનુકુળતા રહેશે. નામથી અભિધેય, આકારથી નિર્દેશ્ય, અને ભાવનું સ્થાન ખરેખર રીતિએ દ્રવ્ય જ હોઈ શકે માટે દ્રવ્ય નિક્ષેપ માનવાની જરૂર છે. સત્ કાર્યવાદની અપેક્ષાએ દ્રવ્યનું મહત્ત્વ
વળી કથંચિત્ સત્ કાર્યવાદ માનનારાઓને ભાવની નિષ્પત્તિ માટે યોગ્ય દ્રવ્ય લેવું પડે તે માટે પણ દ્રવ્ય નિક્ષેપાની જરૂર છે. જગના વ્યવહારથી પણ ધારેલા ઘટાદિક કાર્યની ઉત્પત્તિ પહેલાં પણ હું ઘટાદિક કરું છું એમકહેવાય છે. જે તે કિયાની વખતે ઘટાદિક વિદ્યમાન જ હોય તો તેને કરવાનું હોય નહિ અને અવિદ્યમાન એવા જ ઘટાદિક જે થતા હોય તે ઘટાદિકની નજીકની પ્રાગૂ અવસ્થામાં જ કપાલાદિ પછીની ક્રિયામાં ઘટાદિક કરૂં છું એમ કહી શકાય જ નહિ, અર્થાત્ ઘટાદિકના થવા પહેલાં અને કપાલાદિની પછીમાં કઈક એવી સ્થિતિ માનવી જોઈએ કે જેમાં ઉત્પન્ન થનારા કાર્યની કારણુતા છતાં તે કાર્ય રૂપે જ ગણી શકાય, તેનું જ નામ છેલ્લે કારણપણું અને દ્રવ્યપણું કહી શકાય.
જેવી રીતે છેલલા કારણને દ્રવ્યપણું કહી શકીએ તેવી જ રીતે છેલ્લા કારણના કારણેને પણ કારણપણે ગણને દ્રવ્યપણું કહેવામાં હરકત નથી. જેમ એક કારણ કારણતરનું વિરોધી નથી તેમ ભવિષ્યની અવસ્થાની કારણ પરંપરા પણ વિધવાળી નથી, અને તેથી શરૂઆતથી પણ દ્રવ્યપણું ગણવામાં વાંધા જેવું નથી. એકભવિકાદિ ત્રણ ભેદની અપેક્ષાએ દ્રવ્યનું મહત્વ
તેથી જ શાસ્ત્રકારે જુદી જુદી અપેક્ષાએ જ એકભવ, બદ્ધાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર એ ત્રણેને દ્રવ્યરૂપે માને છે. પૂર્વભવ એ ઉત્તસ્સવનું કારણ છે તેના કરતાં આયુષ્યનું બાંધવું તે સમજ