________________
૧૬
આગમજ્યોત
ઉદર ભગવાનની મૂર્તિ ઉપર ચડી બેસે તેને આના ઉપર ચડાય કે નહીં તેને ખ્યાલ નહીં! જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયમાં મુશ્કેલી છે, સમજણને લઈને તે તેમ ન કરી શકે, વળી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં જાઓ તે કેટલી મુશ્કેલી? એળખાણ-પિછાણની કાંઈ શક્તિ નહીં, આવી સ્થિતિમાં તેને મિથ્યાત્વ શી રીતે ઘટે?
ત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે મહાનુભાવ! કુદેવાદિને સુદેવાદિ માનવારૂપનું મિથ્યાત્વનું લક્ષણ બધે ન ઘટે, દરેક જીવમાં સંગત થાય તેવું મિથ્યાત્વનું લક્ષણ આ છે“તત્વની અપ્રતીતિ તે મિથ્યાત્વ"
સુદેવાદિ તે શું છે? ઝવેરાતના જાણકાર ઝવેરી ઝવેરાતની, હીરાના કટકા કે મેતી વગેરેની કિંમત આંકે પણ ઝવેરીની આંગલી લઈને ફરીએ તે કિંમત થાય નહીં, તેમ સુદેવાદિ તે ઝવેરી પણ ઝવેરાત નહીં, તીર્થકરે માર્ગની કિંમત જણાવનારા લોકોને પ્રશસ્ત માગે પ્રવર્તાવનારા, પણ એમાં કિંમતી ચીજ કયી? તત્વપ્રતીતિ એટલે કે જે તત્વ હેય તેને યથાર્થરૂપે માનવું-સ્વીકારવું આ જાતની દઢ ધારણું તે સમ્યકત્વ. તત્ત્વ-પ્રતીતિરૂપ સમ્યક્ત્વની સમજુતી
આથી જ પ્રાચીન કાળમાં સમવસરણ આદિમાં દેશના સાંભળ્યા પછી ધર્મની જિજ્ઞાસાવાળા ભવ્યાત્માઓ એકરાર કરતા હતા કે
"सदहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तिआमि णं भंते ! णिग्गंथं पावयणं, . रोएमि णं भंते ! णिग्गंथं पावयणं”
શ્રી કૃષ્ણમહારાજે શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી પર્ષદામાં આ ત્રણ એકરાર કરેલા કે-“આ જિનેશ્વરનું શાસન તે જ મેક્ષને માર્ગ છે, એવી શ્રદ્ધા કરૂ છું. તે પણ અજાણપણે-મેઘમ નહીં, પણ પ્રતીતિ-પરીક્ષા વિશ્વાસ પૂર્વક, વળી શ્રદ્ધા માત્ર નહીં, પણ હું એ નિર્ગથ પ્રવચન ધારણ કરનાર બનું તેવી રૂચિ પણ ધરાવું છું