________________
આગમત
સાધુઓની અંદર આગમની વાચના શરૂ કરવી કે જેથી સાધુવર્ગને કાંઈક સિદ્ધાંતની દિશા માલુમ પડે તથા જ્ઞાનની અભિરૂચિ ઉદ્દભવે.
આ પ્રમાણેની વાત થયા બાદ તેને અંગે ખર્ચને માટે વેણુચંદભાઈ તરફથી ટીપ શરૂ કરવામાં આવી, અને મહેસાણે આવી
ત્યાં આ કાર્ય કરનારી સંસ્થાનું નામ “શ્રી આગમાદય સમિતિઓ રાખવામાં આવ્યું. પ્રથમ વાચના પાટણ મુકામે શરૂ કરી, ત્યાંની વાચનામાં સાધુ-સાધ્વીઓની સંખ્યા લગભગ પચાસની હતી.' મુદ્રણ જ
જ્યારે વાચના શરૂ થઈ ત્યારે નિર્ણયસાગર પ્રેસમાં છપાવવાને માટે કામ શરૂ કરવું ઠર્યું, કારણ કે આખા હિંદુસ્તાનમાં આ પ્રેસ જેવું કાર્ય કે ઈ પ્રેસ કરી શકતું નથી. પછી કાગળની સગવડ કરી છપાવવાનું કામ ચાલુ કર્યું. વેચાણ :
પુસ્તક છપાયા પછી તેની કેવી રીતે વ્યવસ્થા કરવી તેને માટે વિચાર કરતાં જે કે દરેક પુસ્તકના ખર્ચની રકમ આવેલી છે છતાં ભેટ આપવાનું નહિ રાખતાં જે અડધી કીંમતે વેચવાનું ઠરાવ્યું છે તેનું કારણ એટલું જ કે જે ભેટ આપવાનું રાખીશું તે જેને એક નકલ જોઈશે તે બે-ત્રણ મંગાવશે. અને જે ખપી હશે તેને એક પણ નહિ મળે અને અસ્તવ્યસ્ત થઈ જશે. આ કારણથી અડધી કિંમત રાખીને જે પૈસા આવે છે તે સૂત્રના બીજા અંગે (ભાષ્ય, ચૂર્ણિ વિગેરે) છપાવવામાં ખરચવા ઠરાવ્યું.
આવી રીતે વેચાણ કરવાનું રાખ્યા છતાં પણ કેટલાકે દશ દશ નકલે વેચાતી લઈને વધુ કિંમતે વેચવા લાગ્યા અને કેટલાક સાધુઓ તથા ગૃહસ્થની બુમ આવવા માંડી છે અને પુસ્તકે મળતા નથી. આથી કરીને ફરી સુરતમાં જ્યારે સમિતિની કમીટી મળી ત્યારે એ ઠરાવ કર્યો કે એડવાન્સ લેવાનું રાખવાથી પુસ્તકેની તેવી ગેરવ્યવસ્થા થશે નહીં. આ કારણથી આગમની ૧૦૦૦ નકલે છપાવવી ને