________________
૧૮
આગમત
તેથી જ કીધું કે વર્ષના તથા શ્રીરાય નમ જેમ હીરાની કિંમત તેજ દ્વારાએ જણાય તેમ શ્રુતદ્વારાએ સંઘ જણાય.
સંઘની વ્યાખ્યા માટે આગળ કહી ગયે છું તેમ
સાધુ સમુદાય તે સંસ્થાઓ, સંઘાડાને સમુહ તે કુલ કુલને સમુહ તે ગણ ને ગણુને સમુદાય તે સંઘ જાણ
આ વ્યાખ્યા સઘની જાણવી સંઘ એટલે?
આ વ્યાખ્યામાં ચાંદલાવાલા લાડુભટ્ટો કઈ જગ્યાએ આવે છે કે નહિ તે જરા ખ્યાલ રાખવું. ત્યારે વળી કેઈએમ કહે છે કે અમારી તે (શ્રાવક શ્રાવિકાની તે) ગણત્રીજ નહિ ને? ગણત્રી ખરી પણ શી રીતે તે હું આગળ કહી ગયે છું તેમ
કમલ જોડે જેમ ભમરો આવે. તેથી ભમરાને કમલના પાંદડાં તરીકે ન ગણાય? કે ભમરો હોય કમલના પાંદડાની જોડે જ પણ તેના અંશમાં પેસી જવા માગતે હેય તે તે ભુલ છે. તેથી કમલના પાંદડા સમાન સાધુ સાધ્વી રૂપ સંઘ છે ને ભ્રમર સમાન શ્રાવક શ્રાવિકા છે. નંદીસૂત્રમાં સંઘ (સાધુ સાધ્વી) ને મેરૂ પર્વત સમાન કીધે ને શ્રાવક શ્રાવિકાને મોર મેરલી સમાન કીધા તેથી જેમ મોર મેરલીથી પર્વત દીપે તેમ શ્રાવક શ્રાવિકાથી તે દીપે તે ચોક્કસ વાત છે. પરંતુ તેથી સંઘની વ્યાખ્યા તે ઉપર પ્રમાણે જ છે તમારે શાસન સુધારવાનું કામ કરવાનું તે સાધુ પાછળ રહીને જ વિચાર કરે કે અગાઉ જે જે નિન્ટ થઈ ગયા તેને સંઘ બહાર કોણે કાઢયા સાધુએ એ જ નહિં કે લાડુભટ્ટોએ.
મહાવીર સ્વામી ભગવતે જમાલી ને બહાર મૂક્યા તે વખતે શું જમાલીને માનનાર ન હતા? હતા પરંતુ સવાલ શાસનની વફરીદાને હતો ને તે સર્વ કેઇને માટે ન્યાયની ખાતર લાગુ પડે, તેથી પિતાના જમાઈ છતાં તેને સંઘ બહાર મૂક્યા.