Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 301
________________ ૩૦. આગમત અસદાદિ અનન્તધર્મસ્વરૂપ અર્થને બાધ કર્યા સિવાય જ ઉત્પન્ન થાય છે, એ માટે તે મિથ્યાજ્ઞાન નથી, પરંતુ સમ્યજ્ઞાન જ છે. નિશ્ચય કરવામાં અસમર્થ હેવાથી તે પ્રમાણરૂપ ભલે ન હેય. આજ કારણથી પ્રમાણના લક્ષણને રચનાર આચાર્યોએ નિશ્ચય સહિત જ્ઞાનને પ્રમાણરૂપે માન્યું છે. જ્યાં (તત્વાર્થસૂત્રની અંદર) તત પ્રમાણે ' વિગેરે સૂત્રમાં (સંશયાદિને) તફાવત કર્યો નથી. ત્યાં સંશયાદિનું પણ જ્ઞાનપણું છે. એમ જણાવી પાંચ જ્ઞાનમાં પણ સંશયાદિનું જ્ઞાનપણું જણાવે છે. પ્રશ્ન-૫ સંશય આદિની જેમ મતિ-અજ્ઞાન આદિનું વિપરીતપણું હોવાથી એ બંનેમાં શું તફાવત છે? (કારણ કે સંશયાદિને. સમ્યગજ્ઞાન તરીકે સ્વીકારેલ છે.) ઉત્તર-પડિતની જેમ સમ્યગ્ર દષ્ટિએને પણ સંશયાદિ જ્ઞાન નિવિશેષ નથી. અર્થાત વિશેષવાળું છે, માટે (સમ્યમ્ દષ્ટિનું જ્ઞાન સંશયાદિવાળું હોવા છતાં) સમ્યજ્ઞાન જ છે, અને બીજાઓનું તે ઉન્મત્ત અને મુંઝાયેલા વિગેરેના સંશયાદિની માફક મિથ્યાજ્ઞાનરૂપ જ છે. પ્રશ્ન-૬ જે પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થો પ્રતિક્રમણ વાળા છે, તે બાવીસ તીર્થંકર વિગેરેના શાસનમાં શું આવશ્યક નથી ? ઉત્તર-પહેલાં અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં નિયમથી દૈવસિક, ત્રિક ઉભય સંધ્યાએ પ્રતિક્રમણ કરવાના છે, અને પકૂખી, માસી, સંવત્સરી પ્રતિક્રમણે પણ પક્ષાદિની અંદર અવશ્ય કરવાના છે. આ પ્રમાણે નિયમિત પ્રતિક્રમણ કરવાનાં હોવાથી પહેલા, છેલ્લા. તીર્થકરનું શાસન સપ્રતિક્રમણ છે, એમ કહ્યું છે. બાવીશ તીર્થકરોના શાસનમાં પણ પ્રતિક્રમણ સૂત્ર, અર્થ અને તદુભયથી નિયમિત છે. અર્થાત્ આવશ્યક તેને માટે પણ નિયમિત છે, પરંતુ ક્રિયાની અપેક્ષાએ અનિયમિત છે. એટલે કે તેઓને પ્રતિક્રમણ માટે ઉભયકાળ અને પફખી આદિની અપેક્ષા જ નથી.

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350