________________
આગમજ્યોત
ઉત્તર–આ મેહનું વચન છે. હું એ પૂછું છું કે શ્રાવક કેનું નામ? કે ત્રાકાલપૂજા કરે તેનું નામ. તે હવે દીક્ષા લેશે ત્યારે તે ભાવપૂજા જ કરશે તે ત્રકાલજ્ઞાની ભગવંતની પૂજા ત્રીકલ થતી અટકશે તેને ત્યાં વિચાર કરવાનું હોય કે વૈરાગ્ય ભાવનામાં ઝીલનાર ભાવપૂજાથી અનંત પુણ્ય બાંધે છે તે જોવાનું હોય, વળી માબાપની સેવાને ત્યાગ તમને ખુંચે છે. પણ ત્રિકાળજ્ઞાની ભગવંતની પૂજા પણ ભાવપૂજા રહેશે. તેને તમે ઊંડા ઉતરીને તે વખતે શું વિચાર કરે છે? કહે કે આ બધું અજ્ઞાનતાનું પરિણામ છે.
જેમ દીક્ષા લેનારને પૂજાનું નડતર ગણાતું નથી ઉલટું પૂજાનું પુણ્ય અનંત થાય છે તેમ મા બાપની સેવાનું નડતર તેમાં હોય જ નહિં તેથી તે વિશેષ પ્રકારે જ માબાપની યશકીતિ થાય છે. તેથી તે પ્રશ્ન કરે તે મૂર્ખતા જ છે. વારૂ! આજ તમારા માંથી કેટલા એવા છે કે માને એક આંસુ પણ પાડવા નથી દેતા, આ તે ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શીખામણ દેવા જેવી વાત છે.
કહેવાનું તત્ત્વ ખ્યાલ રાખજે અવળારૂપે ન લઈ જશે દીક્ષાનું તે બહાનું છે.
માબાપની ભક્તિ ક્યાં તમારે કરવી છે? જે માબાપની સેવા કરતા હોય તે તે ઠીક ! પણ તે નથી. ને દીક્ષામાં તે ખોટું બહાનું આગળ કરવું છે તે માટે આ કહેવામાં આવે છે તે બરોબર ખ્યાલ રાખજે ! ઘેર બાયડીની ભેર તણાવવા માને પણ લઢે છે. ત્યાં ક્યાં સેવા ઉડી જાય છે ? એ કેઈએ વિચાર કર્યો? તે દિક્ષા લેતી વખતે મા રૂવે છે તેને આગળ લાવે છે તે કેટલું સત્ય છે? તે તમારી મેળે એ વિચારી જેજે. દીક્ષાની મહત્તામાં વૈયાકરણીઓનું સમર્થન
આ વાત વૈયાકરણીઓએ પણ લીધી છે, વ્યાકરણ તે સર્વ