________________
પુસ્તક -જુ કરે ગુમડું કે વિકાર ન થાય તેની સંભાળ રાખી શકે પણ તે થયા પછી એનું કાર્ય રાકનું વિપરીત પણે પરિણમવું તે મન વચન કાયાની એ અંગે પ્રવૃત્તિ ન હોય તે પણ થવાનું જ !
જેમ શરીરમાં વિકૃતિ ન થવા દેવી તે તમારા હાથમાં, પણ પિષણ ન થવા દેવું તે તમારા હાથમાં નહીં તેમ અહીં મિથ્યાત્વ
અવિરતિ, રાગ-દ્વેષ દશા તે પણ જીવને વિકાર છે, તે થયા પછી તેનું પિષણ દેખીતી આપણી કેઈ વિશિષ્ટ પ્રવૃત્તિ ન હોય છતાં થયા જ કરે ! મિથ્યાત્વના લક્ષણને પ્રાસંગિક સૂક્ષ્મ વિચાર
“સાચી માન્યતાને અભાવ તે મિથ્યાત્વ અને સારી પ્રવૃત્તિને અભાવ તે અવિરતિ” તે ક્યાં નથી ? અવ્યવહાર રાશિમાં પણ સાચી માન્યતા કે સારી પ્રવૃત્તિને તે અભાવ હતે જ ! તેથી જ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ મિથ્યાત્વનું સ્થલ લક્ષણ કાઢી નાંખ્યું, કયું? “સુદેવ સુગુરૂ સુધર્મ તે કુદેવાદરૂપે માને કે કુદેવાદિને સુ દેવાદિ માને તે મિથ્યાત્વ”—આ લક્ષણ આપણા માટેનું જણાવ્યું છે.
- પંચેન્દ્રિય મનુષ્ય જેઓ આર્ય અને શ્રેષ્ઠ કુળમાં જન્મ્યા છે, જેઓ ધર્મમાં માનનારા છે, તેઓ સુ દેવાદિને કુદેવાદિ કે કુદેવાદિને સુદેવાદિ માને તે મિથ્યાત્વ. પણ ગાય ભેંસ કુતરાં વગેરેને કુવાદિને સુ દેવાદિ માનવાને પ્રસંગ ક્યાં છે? ગાય ઘડો કુતરૂં વગેરે પણ પિતાના માલિકને ઓળખે છે, તેના ઇશારાથી પિતે પ્રવર્તે છે. માટે તેઓ સંજ્ઞી તે છે જ! છતાં તેમને સુદેવાદિ ને કુદેવાદિ માનવારૂપનું મિથ્યાત્વ સંગત થઈ શકતું નથી.
હજી જરા સૂક્ષ્મતાથી વિચારીએ કે-એકેન્દ્રિયથી માંડી ઠેઠ પંચેન્દ્રિય સુધી જીવેને મનની શક્તિને વિકાસ ન લેવાથી કુદેવાદિને માનવા રૂપનું મિથ્યાત્વ શી રીતે ઘટે ?
છતાં તેઓ અનાદિકાળથી સંસારમાં પડેલા છે તે શા કારણે ઊંડું વિચારે?!!