________________
પુસ્તક ૨-જુ હોય તે તર્જની ને મધ્યમ સાથે કે અનામિકાને મધ્યમ સાથે કંઈ લાગતું-વળગતું નથી એમ માનવું પડે. માટે જ કહેવું પડશે કે સંગ કથંચિત્ ભિન્નને કથંચિત્ અભિન્ન, એટલે કે કથંચિત દ્રવ્યથી ભિન્ન એટલે કથંચિત દ્રવ્યમય મધ્યમાથી તજનીને અને અનામિકાથી તજનીને જુદો છે. આ રીતે ચેથા અને પાંચમા અધ્યચનને સંબંધ પણ કથંચિત્ ભિન્નભિન્ન છે. તેમજ જે ચોથા અધ્યયનને સર્વથા ભિન્ન-નિરપેક્ષ રાખીએ તે પાંચમાને સંબંધ જણાવી શકાય નહીં. માટે ચેથા-પાંચમા અધ્યયનનું સ્વરૂપ ખ્યાલમાં લેવું જોઈએ. થા-પાંચમા અધ્યયનના પેટા વિષયોનું મહત્વ
વળી જે તેના અધિકાર–પેટા વિષયને પરસ્પર સંબંધ ન જાર્યો હોય તે ચેથા-પાંચમા અધ્યયનને હકીકતમાં પરસ્પર કંઈ લાગતું વળગતું ન રહે. કેમકે જેમ આકાશમાં ચંદન છાંટવામાં આવે તે તે ઉપર રહે છે. છતાં આકાશને ચંદન સાથે લાગતું વળગતું નથી. કારણ આકાશને ગુણ અવગાહ છે. એટલે રહેવા દે પણ ચંદનની શીતલતા–સુગંધિના આદિની અસર આકાશમાં કંઈ લાગે નહીં. તેમ ચે પાંચમું અધ્યયન કેવું છે? તેમાં કયા કયા અધિકારપેટા વિષયે છે? શી શી વસ્તુઓ છે? તે જણાવાય ત્યારે જાણી શકીયે કે ચેથા પાંચમા અધ્યયનને હકીકતમાં સંબંધ છે. આકાશ-ચંદન ન્યાયની સંગતિ
જેમ આકાશ અરૂપી ચંદન રૂપી એ જાણ્યું હોય તે આકાશચંદનને પરસ્પર કે સંબંધ હોય તે ખબર પડે. તેમ ચેથા અને પાંચમા અધ્યયનમાં શું જણાવ્યું છે? તેને આધકારને કઈ જાતને સંબંધ છે? તે જાણ્યાથી જ ખરેખર પિતાની બુદ્ધિમાં સંબંધને સાચે ખ્યાલ આવે.
તેથી વ્યાખ્યાકાર મહારાજા કહે છે કે અહીં પાંચમું શરૂ કરીએ છીએ. તેને સંબંધ ચેથા સાથે છે. તેથી જ પાંચમું ચોથા પછી ગોઠવવામાં આવ્યું છે.