________________
આગમત
તે અસદ્ સ્થાપના કહેવામાં આવે છે. તે ગુણ અને આકાર વગરની વસ્તુને તાત્વિક પદાર્થના નામે ઓળખતાં તેને અપ્રધાન દ્રવ્ય કહેવું કે સ્થાપના કહેવી તે વિચારવા જેવું છે.
સ્થાપનાનું સ્વરૂપ સમજનાર મનુષ્ય જાણે છે કે સ્થાપનાનું અલ્પકાલીનપણું છે અને તેથી વિરક્ષાને લીધે જુદા જુદા કાળે જુદા જુદા રૂપે સ્થાપનારો મનુષ્ય સ્થાપી શકે છે, જ્યારે અપ્રધાન દ્રવ્યપણું તે નિયમિત યાવન્દ્રવ્યભાવી લેવા સાથે તાત્વિક પદાર્થના બાહ્ય ગુણકિયાનું સત્વ હોય તે જ હોય છે, માટે અભાવ સ્થાપના અને અપ્રધાન દ્રવ્યની ભિન્નતા આ રીતે સ્પષ્ટપણે સમજી શકાય તેવી છે. ભાવનિક્ષેપ ઉપક્રમ
દ્રવ્ય નિક્ષેપાનું નિરૂપણ કરતાં ઉપર આપણે જોઈ ગયા કે ભૂતકાળ અથવા ભવિષ્યકાળનું જે પરિણામી કારણ હોય એટલે કે જે પૂર્વકાળે કે ભવિષ્યકાળે ભાવપણે પરિણમવાનું હોય તેને દ્રવ્ય કહેવું પરંતુ જ્યાં સુધી ભાવનિક્ષેપાનું સ્વરૂપ માલુમ પડે નહિં ત્યાં સુધી ભાવને ઓળખી શકાય નહિ અને જ્યાં સુધી તાત્વિક ભાવસ્વરૂપને ઓળખી શકાય નહિ ત્યાં સુધી તેને ભૂત કે ભવિષ્યના કારણરૂપ દ્રવ્યને આપણે ઓળખી શકીએ નહિ માટે ભાવનું સામાન્ય સ્વરૂપ જાણવાની જરૂર અસ્થાને નથી. ભાવનિક્ષેપ વ્યાખ્યા
ભાવ તેને કહેવાય છે કે-વક્તાએ કહેવા ધારેલી ક્રિયા કે અનુભવયુક્ત જે હોય અથવા તે ક્રિયા અને અનુભવ બનેયુક્ત જે હેય. સામાન્ય રીતે અચેતન કે સચેતન ભાવ૫દાર્થમાં કહેવા ધારેલી ક્રિયાને અનુભવ એટલે તે તે ક્રિયામાં વર્તવું તે ભાવ કહેવાય છે. જેમકે જિનેશ્વરપણને સાક્ષાત અનુભવતા જિનેશ્વર મહારાજાઓ અને ઘટાદિપણામાં વર્તતા ઘટાદિ પદાર્થો પિતાપિતાની અપેક્ષાએ ભાવ કહેવાય છે. એવી રીતે વિવક્ષિત ક્રિયામાં