________________
પુસ્તક ૧-લું
હક
ધ્યાનમાં રાખવું જરૂરી છે કે નામ સ્થાપનામાં કેવળ સ્થાપનારની ઈચ્છાને જ મુખ્યપણું મળે છે અને તેથી તે સંકેત જાણનારા તે પદાર્થને તે શબ્દથી વ્યવહાર કરે છે, જેમકે જે કીડાને ઈન્દ્રપક” નામથી ઓળખાવવામાં આવે તે કીડાને તે નામ જાણનારે તે નામથી જ ઓળખી શકે, પણ તે જ કીડામાં જે કેને બીજા નામે વ્યવહાર હોય અને “ઈન્દ્રપક” નામે વ્યવહાર ન હોય તે તે મનુષ્ય તે કીડાને “ઈન્દ્રગોપક' નામથી ઓળખી શકતે નથી.
એટલે કેવળ સ્થાપનારની ઇચ્છાથી અને વ્યવહારની ખાતર જ નામની પ્રવૃત્તિ હેય છે, ત્યારે દ્રવ્યપણાની સ્થિતિ તેઓમાં જ હોય છે કે જેઓ ભાવના સ્વરૂપને બાહ્યથી જે રૂપે માનતા હોય તે રૂપ બાહાથી જેમાં હોવા છતાં કઈ પણ કારણથી આંતરસ્વરૂપ નથી એમ નિશ્ચિત થાય, તે ત્યાં જ માત્ર અપ્રધાન દ્રવ્યપણું ગણાય છે, અથવા તે તાત્વિક ગુણવાળા પદાર્થને જે નામે સકળ લેકમાં વ્યવહાર થતો હોય તે જ નામ જે વસ્તુને અંગે જગતના આખા વ્યવહારમાં વાપરવાનું થાય તે તે વસ્તુને અપ્રધાન કે વ્યતિરિક્ત દ્રવ્ય કહેવું પડે છે. કારણ કે ભાવનિક્ષેપ તરીકે તેમાં તાવિક સ્વરૂપ નથી. નામ નિક્ષેપ તરીકે કેવળ એ એક જ વસ્તુને ઉદ્દેશીને નામનું સ્થાપન કરવામાં આવ્યું નથી અને ભાવ નિક્ષેપાના ગુણવાળી વસ્તુને તેમાં આકાર વિગેરે નથી તેથી તેને અપ્રધાન દ્રવ્ય કહેવાય છે. અસદ્દભાવ સ્થાપના અને પ્રધાનદ્રવ્ય વચ્ચે તફાવત
આ ઉપરથી એમ નક્કી થયું કે–સ્થાપનામાં તાત્વિક વસ્તુને આકાર હોવાથી એ અપ્રધાન દ્રવ્યથી ભિન્ન પડે તે માની શકાય પણ અસદુભાવ સ્થાપનામાં આકાર હોતા નથી કેમકે જે વસ્તુમાં તાત્વિક પદાર્થને આકાર ન હોય અને તે વસ્તુ તાવિક પદાર્થ તરીકે જે વસ્ત જગતમાં ઓળખાતી હોય તે તરીકે સ્થાપવામાં આવે ત્યારે