________________
પુસ્તક ૧-૩
દ્રવ્ય શબ્દના અપ્રધાન અર્થની સંગતિ
જગતમાં જેવી રીતે મુખ્ય ધર્મવાળી વસ્તુને મુખ્ય નામે બોલાવવામાં આવે છે તેવી જ રીતે તેવા મુખ્ય ધર્મો વિનાની ઉપચરિત ધર્મવાળી વસ્તુને પણ તેના મુખ્ય નામે જ બેલાવવામાં આવે છે. જેમ ઝવેરીની અપેક્ષાએ મુખ્ય તેજવાળા પદાર્થને હીરે ગણવામાં આવે છે. તેવી જ રીતે સામાન્ય ચળકતા કાચના કટકાને પણ સામાન્ય જ્ઞાનવાળી અવસ્થાવાળો મનુષ્ય હીરે કહેતાં અચકાતું નથી.
અથવા તે નિરૂપચરિત શબ્દની માફક ઉપચારથી પણ શબ્દોની બધા પ્રવૃત્તિ થઈ જાય છે, અને તેવી ઉપચરિત પ્રવૃત્તિ દ્રવ્ય શબ્દ આભારી હેઈ દ્રવ્ય દેવ (ભવનપતિ આદિ)માં દેવ શબ્દની પ્રવૃત્તિ અખલિત થઈ જાય છે તેવી જ રીતે બાહાથી સાધુને સમુદાય, જ્ઞાનાદિકની સંપદા અને ગુરુદત્ત આચાર્યપદાદિના કારણથી શુદ્ધ પરિણતિ ન હોય તે પણ વ્યવહારથી જે આચાર્ય ગણાય તે દ્રવ્યાચાર્ય કહેવાય ને તે જગ્યાએ દ્રવ્ય શબ્દનો અર્થ ભૂતકાળના ભાવાચાર્યવાળે કે ભવિષ્યકાળના ભાવઆચાર્યવાળે એ અને ન કરતાં અપ્રધાન આચાર્યવાળે એ જ અર્થ કરવો પડે છે.
તેવી જ રીતે ભગવાન જિનેશ્વરની સ્નાત્રાદિક પૂજા કરનારે મનુષ્ય તેમણે આચરવા લાયક જણાવેલા સંસાર ત્યાગરૂપ સર્વવિર તિના ભાવથી શૂન્ય હોય તે તેની કરેલી આરાધના દ્રવ્ય આરાધના કહેવાય છે. દ્રવ્ય આરાધના એટલે?
એટલે કે સર્વવિરતિની ભાવના સહિતની આરાધનામાં ભાવ આરાધનાની કારણતા હોવાથી જેમ દ્રવ્ય આરાધના કહેવાય છે તેમ સર્વવિરતિની ભાવનાથી રહિત મનુષ્ય કરેલી પણ જિનેશ્વર ભગ વાનની રથ યાત્રાદિક આરાધના કારણ રૂપે નહિ હોવા છતાં પણ અપ્રધાન આરાધના જરૂર છે. અને તેથી તે પણ દ્રવ્ય આરાધના, દ્રવ્યસ્તવ કે દ્રવ્યપૂજા કહેવાય છે.