________________
આગમચેત
નાદિકના પર્યાયને પામનારી ચીજ હોય તેને દ્રવ્ય કહી શકાય છે, પછી તે ચીજ ચાહે તે જ્ઞાનાદિક ગુણવાળી હોય, વર્ણાદિક ગુણવાળી હોય કે તે સિવાયની પણ હોય, તો પણ તે બધી દ્રવ્ય શબ્દથી જણાવી શકાય છે.
જો કે “ શે” એવા તદ્ધિતના સૂત્રથી “સુ” શબ્દને અર્થ સામાન્યથી “પદાર્થ માત્ર થાય છે એમ ગણી તેને એક ભાગ રૂપી અવયવ અગર તેવા સામાન્ય વિકાર હોય તેને પણ દ્રવ્ય કહેવાય, એ રીતે ‘દુશદ ઉપરથી પણ દ્રવ્ય શબ્દ બનાવાય છે પણ તેવી રીતે બનાવેલ દ્રવ્ય શબ્દ સામાન્ય ધર્મની મુખ્યતા વિશેષ ધર્મની ગૌણતા માનનારાને અંગે વિશેષ અનુકૂળ આવે પણ નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્ય શબ્દ લેતી વખતે તે તદ્ધિતની વ્યુત્પત્તિ કરતાં પૂર્વે જણાવેલી કૃદન્તની વ્યુત્પત્તિ અનુકૂળ ગણાય. દ્રવ્ય શરદની કૃદંત વ્યુત્પત્તિનું મહત્વ
શબ્દશાસ્ત્રને જાણનારે કઈ પણ મનુષ્ય શબ્દની વ્યુત્પત્તિમાં અમુક રીતે જ કરવાની માન્યતાવાળો ન હોઈ શકે કેમકે શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નામ માત્રની વ્યુત્પત્તિઓ અનિયમિત જ છે. અને તેથી જ જમ્' ધાતુ છતાં ‘” શબ્દ કરવાની જરૂર પડી છે. એમ શબ્દશાસ્ત્રકારે કહે છે.
પૂર્વે જણાવેલી કૃદન્ત વાળી વ્યુત્પત્તિ અનુકૂળ એટલા માટે ગણવામાં આવી છે કે નિપાના અધિકારમાં દ્રવ્ય શબ્દને અર્થ કરતાં શાસ્ત્રકારે ભૂત કે ભવિષ્ય પર્યાના કારણભૂત વસ્તુને દ્રવ્ય ગણવા જણાવે છે એટલે કે અતીત, વર્તમાન કે અનાગત કાળના સવ પર્યાયે (અવસ્થાઓ) જે ભાવરૂપ છે તેના આધારભૂત જે વસ્તુ છે તે દ્રવ્ય કહેવાય છે, તેથી જ દ્રવ્યને ત્રિકાળાબાધિત ગણવામાં આવે છે અને સત્ રૂપે મનાતા ઉત્પાદયધ્રૌવ્યરૂપી ત્રણ અશમાં પણ ધ્રૌવ્ય અંશ દ્રવ્ય રૂપે ગણાય છે. ' '