________________
પુસ્તક ૧-લું
૧૯ છે, તેમાં પણ ગુરુ કરતાં દેવની વિશેષ આરાધના કરવાની હોવાથી દેવને માટે સ્વતંત્ર સ્થાને કરવાની ફરજ પડે છે. તે પછી જે જૈન મતમાં ત્યાગીઓનું એકત્ર રહેવું થતું નથી, ત્યાગીઓને સંગ નિયમિત નથી, તેમ જ ત્યાગીઓને નિયત સ્થાન ન હોવાથી શ્રી જિનેશ્વર મહારાજની સ્થાપનાની આરાધનાને અંગે દરેક ગામ કે ગામ ને નગરમાં જૈન વસ્તીના પ્રમાણમાં એક કે અનેક ચૈત્ય થાય તેમાં આશ્ચર્ય શું? ચિત્યથી સાધુસમાગમની સુલભતા
યાદ રાખવાની જરૂર છે કે જે ગ્રામ કે નગરમાં ગૃહત્ય નહિં પણ ગ્રામચેત્ય હોય તે વિહાર કરતાં પ્રામાનુગામ ફરતા સાધુઓને પણ ત્યાં દર્શન કરવા આવવાની ફરજ થઈ પડે છે, અને તે ફરજમાં ચૂકનાર સાધુને જૈનશાસ્ત્રકારે પ્રાયશ્ચિત્ત જણાવે છે.
એટલે પરમેશ્વરની મૂર્તિની નિશ્રાએ બનેલા ટામેચાને અંગે સાધુસમાગમની સુલભતા થાય છે. જે ગામમાં મંદિર ન હોય તેવા ગામમાં જવાની ફરજ જે સાધુઓ ઉપર પાડવામાં આવે તે તે અસ્થાને છે, એટલું જ નહિં પણ તે ફરજ અશક્ય ગણાય, અર્થાત ધર્મ હેતુના મુખ્ય સાધનેમાં હમેશાં ભક્તિથી સાધુસેવા એ જણાવેલી છે, તે પણ પરમેશ્વરના મુખ્ય ચિત્ય દ્વારા સારી રીતે મળી શકે છે.
યાદ રાખવું કે ત્યાગી પુરુષને ગૃહસ્થની કઈ જાતની અપેક્ષા નહિં હોવાથી તેમજ ગૃહસ્થની ઋદ્ધિસમૃદ્ધિની દરકાર નહિં હેવાથી તેવા ચિત્યને વાંદવાના પ્રયજન વગર સાધુઓનું ગામમાં આવવું અસંભવિત નહિં તે સંભવિત તે થાય જ.
વળી તેવા ચેત્યોને અંગે થએલા સાધુ દર્શનથી સંસ્કારિત આત્મા ભક્તિકારી લાભ મેળવે, એટલું જ નહિ પણ તે મુનિવર્યો પાસેથી જિન વાણીના શ્રવણને લાભ મેળવી, સમ્યકત્વ, દેશવિરતિ કે યાવત્ સર્વવિરતિ પણ પ્રાપ્ત કરી શકે અને તેથી પિતાના આત્માને સંસારથી વિસ્તાર પણ કરી શકે.