________________
૨
આગમજાત
કાયના જીનું અભયદાન કરવાને જેએ શક્તિમાન ન થાય તેઓને જ આ પૂજનના વિધાનમાં પ્રવર્તવાનું છે એમ કહેવામાં પણ શું
ટું છે? વળી નદી ઉતરીને જેમ પ્રાપ્ત કરેલા સંયમનું પાલન કરવાનું હોવાથી નદી ઉતરતાં પણ સાધુને તે નિર્જરાને મહાન લાભ છે, તેવી રીતે નહિ પ્રાપ્ત થએલી સર્વવિરતિની પ્રાપ્તિ માટે ભગવાન જિનેશ્વરદેવના પૂજનમાં સ્વરૂપહિંસા છતાં પણ પ્રવર્તવાવાળ મનુષ્ય કેમ એકાંત નિરા પ્રાપ્ત કરે નહિ? ભાવદયાની દષ્ટિએ જિનપૂજાનું મહત્વ
યાદ રાખવું કે ભગવાન જિનેશ્વરેદેવના પૂજનની વખતે કર્મક્ષય થવા પૂર્વક આત્મગુણની પ્રાપ્તિનું જ ધ્યેય છે, અને તેમની સ્તુતિ કરતાં પણ ચૈત્યવંદનને અંતે “સંસારથી થ જોઈતે વૈરાગ્ય, સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રરૂપ માર્ગને અનુસરવાપણું” વગેરે આત્મકલ્યાણકારક વસ્તુઓનું ધ્યેય છે, અને તેથી જ તેવા ધ્યેયને અંગે થતા કાર્યને આત્માની ઉચ્ચતર ભાવદયા ગણવામાં કોઈ પણ જાતની હરકત નથી, અને ભાવદયાની પ્રાપ્તિ અગર રક્ષણ માટે દ્રવ્યદયાને કથંચિત ભેગ આપે એ વિવેકીઓ માટે હિતાવહ જ છે. જિનપૂજામાં દયાના સ્વરૂપની જાણકારીનું મહત્વ
દ્રવ્યદયા અને ભાવદયાનું સ્વરૂપ, અને તેમાં ભાવદયાની ઉત્કૃષ્ટતા જાણવાની આ સ્થળે સહેજે સર્વ કેઈને જિજ્ઞાસા થાય તે સ્વા. ભાવિક જ છે, અને તેથી પ્રાસંગિકપણે આપણે દ્રવ્યદયાના અને ભાવદયાના સ્વરૂપને વિચારવા આગળ વધીએ તે તેમાં કોઈ પણ પ્રકારે અપ્રાસંગિક ગણાશે નહિ.
ખરેખર અનેક પ્રમાણેથી સ્થાપનાની સત્યતા વિગેરે જણાવી તેની પૂજામાં કહેવાતી હિંસા તે હિંસાના લક્ષણવાળી નથી અથવા તે ભવાંતરે વેદવાલાયક અલ્પ પાપવાળી નહિ પણ ક્રિયાકાળે કે ફળકાળે તેમાં થતી સ્વરૂપહિંસાનું અ૫ પાપ નાશ પામી જાય છે એમ જણાવ્યું, છતાં કેટલાક સ્થાપના નહિ માનવાના દુરાગ્રહને