________________
૫૮
આગમોત સાથે સ્થાપનાના પૂજનમાં થતી હિંસાનું માત્ર સ્વરૂપહિંસાપણું હાઈને અનુબંધ હિંસાપણું નથી એમ સાબીત થયું અને સ્થાપનાની આરાધનાથી સ્થપાતા મહાપુરૂષનું આદર્શજીવન અને તત્વષ્ટિ ઉત્પન્ન કરવાથી તેઓશ્રીના ભવતારક ઉપદેશમાં આરાધકની તલ્લીનતા થાય છે એ ફલિત થયું.
તેમજ સ્થાપના દ્વારા તેના દર્શન, પૂજન આદિ કરવાવાળાઓને અપૂર્વ સન્માર્ગની પ્રાપ્તિ સત્સમાગમ દ્વારા થાય એ લક્ષ્ય સ્વપર દયા કે જે દ્રવ્યદયાથી અનંતગુણી અધિક સાબીત કરવામાં આવી છે તેને લાભ આગળ જણાવી ગયા. સ્થાપ્ય નંદી સ્વરૂપ
અહીં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સ્થાપ્ય પુરૂષની સત્યતા અને મહત્તાને આધારે જ સ્થાપનાની સત્યતા ને મહત્તા રહેલી હોય છે, તે સ્થાપનાનંદીમાં મૂળ તરીકે “નંદી” કો લે કે જેને આધારે સ્થાપના નંદીની પૂજ્યતા થાય. અરૂપી જ્ઞાનરૂપ નંદીની સ્થાપના શી રીતે ?
આગળ ભાવનંદીના પ્રકરણમાં જ્ઞાનપંચકરુપી ભાવનંદી કહેવામાં આવશે અને તે ભાવનંદીની અપેક્ષાએ અહીં સ્થાપનાનંદી લે જરૂરી છે, પણ કેઈ પણ ચીજની સ્થાપના કરવામાં તે મૂળ ચીજના આકારની જ મુખ્યતા હોય છે, અને જ્ઞાનપંચકરૂપ નંદી તે અરૂપી હોવાને લીધે તેને કેઈ પણ નિયત આકાર નથી, કે જે આકારની આપણે સરખાવટ કરીને સ્થાપના કરી શકીએ. પણ પ્રથમ આપણે સ્થાપનાની સિદ્ધિના અધિકારમાં જણાવી ગયા છીએ તેમ તેવા અરૂપી ગુણાદિની સ્થાપના વખતે તેના આધારભૂત દ્રવ્યના આકારની સરખી આકૃતિવાળી સ્થાપના લેવી પડે છે, તેવી જ રીતે અહીં પણ જ્ઞાનપંચકને કેઈ પણ નિયત આકાર ન હોવાથી તેમ જ અરૂપી હેવાથી તેની સ્થાપના સ્વતંત્રપણે શકય નથી તે સ્વાભાવિક જ છે, પણ તે જ્ઞાનપંચકવાળા સાધુ વિગેરેની સ્થાપના