________________
આગમજ્યોત
નહિ કરનારે થાય છે. અને તેથી જ આખી જિંદગીમાં કરાતી દ્રવ્યદયા કરતાં પણ એક ક્ષણની ભાવદયાની ધારણા અનંતગુણ ફળવાળી માનવી પડે તેમ છે.
આજ કારણથી એક પણ જીવને સમ્યક્ત્વ આદિ પ્રાપ્ત કરાવનાર મહાપુરૂષને ચૌદ રાજલકમાં અભયદાન દેવડાવનાર અને પ્રાપ્ત કરનારને ચૌદ રાજલકમાં અભયદાન દેનારે ગણવામાં આવે છે.
ઉપરની બધી હકીકત બારીકીથી વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભાવદયાના સાધનેને દ્રવ્યદયાના નામે કે દ્રવ્ય હિંસાને બહાને અપનાવનાર મનુષ્ય બુદ્ધિ વગરને શાસ્ત્રના તત્વને નહિ સમજનારો છે. - આ ઉપર જણાવેલા ભાવદયાના મુદ્દાથી જ શાસ્ત્રકારો પ્રતિમા ચૈત્ય અને પૂજન આદિના ફળ જણાવતાં સ્પષ્ટપણે એ જ ધારણા રાખવાનું જણાવે છે કે “આ મનહર ચૈત્ય, સુંદર મૂતિ, અને પરમ રમણીય પૂજાને દેખીને અન્ય ભવ્ય જીવે સમ્યકત્વની પ્રાપ્તિ કરશે અને પરંપરાએ સકલ લેકના સર્વજીને સર્વ પ્રકારે અભયદાન દેનારા થશે.” ભાવદયાનું વિશિષ્ટ સ્વરૂપ
તેમ જ વિશિષ્ટ લક્ષ્ય તરીકે એ પણ જણાવાયું છે કે રમ્યચિત્ય, મનેzમૂતિ અને પરમ આલ્હાદક પૂજાને અંગે પરમપવિત્ર પૂજ્યપાદ મહાત્માએ અહીં પધારશે અને તેમના મુખકમળથી જગતઉદ્ધારક, અકલંક ભગવાન શ્રી જિનેશ્વરદેવની વાણીનું શ્રવણ અનેક ભવ્ય પામશે અને તેથી પણ તે ભવ્યજી ભવિષ્યમાં કે તત્કાલ સર્વ વિરતિમય પરિણામથી પરમ શુદ્ધિમય સિદ્ધપદને પામવાની યોગ્યતા મેળવશે.”
આવી રીતે જણાવેલ વિશિષ્ટ લક્ષ્ય અને ધારણાને ભાવદયા કહેવી તેમાં કઈ પણ પ્રકારે અતિશયોક્તિ નથી અને આવી ભાવદયાની ઉત્પત્તિ-સ્થિતિ–વૃદ્ધિને માટે વર્તમાનમાં જે કાંઈ