________________
આગમત
હોય તે શબ્દના વાચાર્થના આકારની સ્થાપના કરવાથી જેમ કેતરમાર્ગવાળા ભાવના પ્રતિબંધ તરીકે તે સ્થાપનાને માન્ય ગણે તેમ લૌકિક રીતિએ વપરાતા નામના વાચ્યાર્થીની સ્થાપનાને લેકની રીતિએ લોકોત્તરમાર્ગવાળાએ પણ સ્થાપના ગણવી પડે અને તેથી જ વ્યવહારનયની અપેક્ષાએ સત્યની પ્રરૂપણ કરતાં સ્થાપના સત્યને પણ સ્થાન આપેલું છે. - જે કે પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્થાપનાની દર્શનીયતા આદિ તે ભાવની દર્શનીયતા આદિને આધારે જ હોય છે. પણ ભાવની દર્શનીયતા આદિ ન હોવાને લીધે લૌકિકભાની સ્થાપના દર્શનીચતા આદિ ગુણવાળી ન ગણાય તે સહજ છે, પણ દર્શનીયતા આદિના અભાવને લીધે તેની સ્થાપના સત્યતા ઉડી જતી નથી. સ્થાપના સત્યનું મહત્વ “
આજ કારણથી સમ્યકત્વ અંગીકાર કરનારા મહાપુરુષને અન્ય મતના દેવ આદિની મૂર્તિઓના પૂજા સત્કારઆદિ બંધ કરવા પડે છે અને તેમ ન કરવાથી સમ્યકત્વને દૂષણ લાગવાનું માનવું પડે છે, જે તે અન્ય દેવ આદિની મૂર્તિમાં સ્થાપનાસત્યતા ન માનીએ અને બીજા સાધુ કે પત્થર આદિ સામાન્ય પદાર્થોની માફક જ તે મૂર્તિઓને ગણીએ તે તે મૂર્તિઓના વંદનાદિ-પરિહારનું કઈ પણ કારણ રહે નહિ, અને તે મૂતિઓના વંદન આદિ કરવામાં સમ્યકત્વને દૂષણ લાગવું જોઈએ નહિ, પણ સામાન્ય ધાતુ પાષાણ આદિકથી તે આકારવાળા ધાતુપાષાણ આદિનું મૂર્તિ તરીકે સ્થાપના સત્યપણું માનીએ તે જ પરિવાર અને દૂષણ ઘટી શકે.
કદાચ કહેવામાં આવે કે તે સ્થાપના જ અસત્ય ચીજ છે, અને તેથી તે અન્ય દેવની મૂર્તિને અન્ય દેવની સ્થાપના તરીકે માનવી તે જ અસત્ય છે, અને તેથી જ તેને પરિહાર અને દૂષણ છે. પણઆ વાત બરાબર નથી કારણ કે એવી રીતે તે સર્વ વસ્તુમાં પરિવાર અને દૂષણને પ્રસંગ આવે તે પછી કેવળ અન્ય