________________
પુસ્તક ૧-લું
પ૭ દ્રવ્યદયાને ભેગ આપવું પડે તે અપવાદ પદે રહેવાથી ક્ષમ્ય ગણવાને માટે કઈ પણ બુદ્ધિશાળી અચકાશે નહિ.
દેશે વર્જવાને માટે કરાતી દ્રવ્યદયા પિતાના કરતાં અધિક દે વવા માટે ઉપયોગી થતી ભાવદયાને અંગે કાંઈક અંશે ક્ષતિ પામે છે તે કઈ પણ પ્રકારે અનુચિત નથી. ભાવદયામાં મર્યાદાનું પ્રાધાન્ય
યાદ રાખવું કે મૂર્તિ આદિકના સંબંધને અંગે દ્રવ્યદયાની કાંઈક અંશે થતી ક્ષતિ પણ શ્રાવકપણાની અણુવ્રતાદિ ધર્મની મર્યાદા બહારની તો હોય જ નહિ. અને તેથી જ અભક્ષ્ય, અપેય કે અનંતકાય આદિથી ભક્તિ કરવાનું કે ઈ પણ શાસ્ત્રકારે કઈ પણ કાળે વિધાન કર્યું જ નથી.
એટલે પંચંદ્રિયની હિંસા કરીને કરાતા યજ્ઞની સમાનતા અહિં કોઈ પણ પ્રકારે લાવી શકાશે જ નહિ. કેમકે જગતભરમાં પાંચ ઇદ્રિવાળા પ્રાણીઓ કરતાં વધારે ઇદ્રિવાળા કઈ પણ પ્રાણીઓ નથી કે જેની રક્ષાના પરિણામે પંચેન્દ્રિયની હિંસા અપવાદપદમાં આવે. વળી તે યજ્ઞાદિક દુન્યવી સમૃદ્ધિને માટે હેવાથી પણ અપવાદપદમાં આવી શકતા નથી, વળી તે પંચંદ્રિયની હિંસા પરમ પુરૂષના કેઈ પણ પ્રકારના બહુમાન આદિને માટે ઉપગ વાળી નથી, તેમ જ કઈ પણ ધર્મિષ્ઠ મનુષ્ય તેવા કતલખાના જેવા દેખાવને દેખીને ધ્રુજતા હૃદયવાળો થઈ જવાથી આત્મા કે પરમાત્માની ભાવનામાં જઈ શકતું નથી. ઉપસંહાર
ઉપર જણાવેલી હકીકતથી દરેક સુજ્ઞ મનુષ્યને સ્થાપનાની પૂજ્યતા અને તે આત્મગુણેને આપનારી, વધારનારી અને કરાવનારી છે એમ સહેજે સમજાયું હશે.
આ રીતે સ્થાપનાની માન્યતા, દર્શનીયતા, પૂજ્યતા જણાવવા