________________
૪૧
પુસ્તક ૧-લું
પ્રથમ તે પચેંદ્રિય જી કરતાં કઈ પણ તે છ ઇંદ્રિયવાળા જીવને વગ નથી કે જેની રક્ષણીયતાને અંગે પંચેન્દ્રિય વર્ગમાંથી કોઈ પણ જીવ વધ પામે તેના નુકશાનને અલ્પ ગણી શકાય, એ પણ યાદ રાખવાનું છે કે જે કાર્યમાં બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય કે પચેંદ્રિય જીવોને વધુ હોય તેવું કાર્ય ધર્મને સમજનાર કેઈ પણ મનુષ્ય કઈ પણ કાળે કરી શકે નહિ, તે. પછી પિતાની પ્રતિજ્ઞા અને માણસાઈને અનુચિત એવી ત્રસજીવની હિંસાના કાર્યમાં કઈ પણ વિવેકી સંકલ્પ સરખો પણ કરે નહિ, અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવના પૂજનના કાર્યમાં એકેદ્રિયની થતી સ્વરૂપહિંસા અપવાદપદે આવી શકે, પણ બકરાં વિગેરે પંચેંદ્રિયની હિંસા અપવાદપદે આવી શકે જ નહિ. પ્રભુ પૂજા અને યજ્ઞ હિંસાની વિષમતા
વળી ભગવાન જિનેશ્વરદેવનું પૂજન સર્વવિરતિના ધ્યેયથી એટલે અનાદિકાળથી આત્માના અવરાયેલા ચારિત્રગુણની પ્રગટતાને માટે છે, તેથી તે પૂજનમાં થતી સ્વરૂપહિંસા અપવાદપદમાં આવી શકે, કારણ કે હિંસાથી ચારિત્રમેહનીય વિગેરે બંધાય છે, જ્યારે પૂજનથી ચારિત્રમેહનીય વિગેરે તૂટે છે, એટલે એક જ ધ્યેયથી તે ઉત્સર્ગ અપવાદરૂપ બની શકે છે, પણ સ્વર્ગાદિની બાહ્ય સમૃદ્ધિ કે જે કેવળ આત્માને અધોગતિ પમાડનારી છે, તેને માટે પંચેંદ્રિય આદિજીની હિંસા કરી આત્માને મલિન કરવામાં આવે તે કઈ પણ પ્રકારે અપવાદરૂપ થઈ શકે નહિ, કારણ કે પરિગ્રહ અને હિંસા બંનેથી પાપનું જ પિષણ થાય છે, એટલે પંચેંદ્રિય અને સ્વર્ગપ્રાપ્તિ એ બંનેમાં એક પણ અપવાદ કે ઉત્સર્ગ થઈ શકે નહિ. નદીના દૃષ્ટાંતે પ્રભુપૂજાની મહત્તા
વળી હિંસાને સર્વથા ત્યાગ કરનારા મહાવ્રતધારીઓને જેમ નદી ઉતર્યા વગર વિહાર ન થાય તે નદી ઉતરવાનું વિધાન છે એમ કહેવાય છે તેવી રીતે અહીં પણ સર્વવિરતિ અંગીકાર કરી છએ