________________
૪૦
આગામત
ભાગ્યશાળીને પૂજાના વિધાનને નિયમ નથી. પણ જેઓ અર્થ ઉપાર્જન માટે કે પોતાના શરીરની શુશ્રષા માટે લેશ પણ દયાના વિચાર વિના વગર સકેચે પ્રવર્તવાવાળા હેઈને તેમ જ કેટલાકે અભક્ષ્ય અને અનંતકાયના ભક્ષણ કરનાર અને કરાવનાર હેઈને માત્ર જિનેશ્વર ભગવાનની પૂજામાં વપરાતા ફલ અને જલને અંગે વિરાધનાનું મોટું રૂપ આપે છે તેઓ તે મહામિથ્યાત્વી અને કદાગ્રહી જ ગણવા. સંસારની પ્રવૃત્તિઓમાં નિશંક રહેનારાઓની દયનીય દશા
યાદ રાખવું કે જગતભરમાં જેટલા પૃથ્વીકાય, અપકાય, અગ્નિ કાય, વાઉકાય પ્રત્યેક વનસ્પતિમાં ફૂલ, ફળ, બીજ, બેઇદ્રિય, તેઇદ્રિય, ચૌરંદ્રિય, પચેંદ્રિય, નારકી દેવતા અને મનુષ્યના સર્વ જીને એકઠા કરવામાં આવે તેના કરતાં એક સોયના અગ્ર ભાગમાં પણ રહેનારા લસણ, ડુંગળી વિગેરે અનંતકાયના જે અનંતગુણા છે આવી રીતે અનંતગુણ જીવમય અનંતકાયને ભક્ષણ કરનારા મનુષ્ય ભગવાન જિનેશ્વરદેવની પૂજામાં થતી પૃથ્વી આદિની અનંતભાગની સ્વરૂપ હિંસાને જે ધિક્કારવા જાય તે તે ખરેખર વેશ્યાપણે રહેલી વારાંગના કેઈક સતીને પિતાના પતિ સાથે વાત કરતાં ધિક્કારે તેના જેવું જ અત્યંત અવિવેકીમય અને શોચનીય જ ગણાય. અપવાદપદે સ્વરૂપહિંસા
આ સ્થળે એ પણ સમજવાની જરૂર છે કે ચૌદ રાજલેકના સર્વ ને અભયદાન દેવારૂપ સર્વવિરતિની પ્રાપ્તિ માટે આ એકેદ્રિયની સ્વરૂપહિંસા વાળું પૂજન હોવાથી અધિક લાભ નિયમિત છે. કેમકે એકેદ્રિય કરતાં ચઢિયાત બેઇકિયાદિકને વર્ગ રહ્યા હોવા સાથે તે એકેંદ્રિય વર્ગ પણ સર્વવિરતિની પ્રાપ્તિમાં રહ્યા છે. આજ કારણથી ઉત્કૃષ્ટ વર્ગમાં રહેલાં પચેંદ્રિય એવા બકરા આદિના હોમથી પ્રાપ્ત કરાતી દુન્યવી સમૃદ્ધિના યાજ્ઞિકના વિધાન કરતાં આ વિધાન સર્વથા જુદું પડે છે.