________________
આગમત
શાસ્ત્રકારે જ્ઞાનને “ઉત્પાદ” નહિ માનતાં “અભિવ્યંગ્ય” તરીકે માને છે તે વ્યાજબી જ છે. જ્ઞાનમય આત્માને સ્વીકારવાની જરૂર
જો કે કેટલાક મતવાળાએ “વિષયના સંગે સમવાય સંબંધથી આત્મામાં ઉત્પન્ન થતું જ્ઞાન” માને છે, પણ તેઓને વર્તમાનકાલના પણ અનંતા વિષયને સંબંધ અસંભવિત હેવાથી તેમ જ સંભવિત માન્યા છતાં એકકાલે સંગ અસંભવિત હેવાથી સર્વ પદાર્થોનું વર્તમાનકાલ વિષયક પણ જ્ઞાન થઈ શકે નહિ અને અતીત અને અનાગત કાલના પદાર્થોને તે નાશ અને અનુત્પત્તિ હેવાથી સંનિકર્ષ (સંબંધ) હોઈ શકે જ નહિ, એટલે જ્ઞાનને ઉત્પન્ન થતું માનનારાના પક્ષમાં કઈ પણ જીવનું કે ઈશ્વરનું સર્વજ્ઞપણું સંભવી શકે જ નહિં, કેઈ પણ જીવ કે ઈશ્વરનું સર્વશપણું તે જીવને સર્વજ્ઞ સ્વભાવી માનવાથી જ સંભવી શકે. શિક્ષકના દષ્ટાંતથી આત્માની જ્ઞાનમયતાની સિદ્ધિ
વળી દરેક વિચારક મનુષ્યના ખ્યાલ બહાર એ વાત નહિ હોય કે એક જ શિક્ષકના વર્ગમાં ભણતા સર્વ વિદ્યાર્થીને શિક્ષક સરખું શિખવે છતાં સર્વ વિદ્યાર્થીએ સર્વ વિષયના સરખું સમજનારા થતા નથી, જેમ માટીથી ઘડો બનાવવામાં કુંભાર જે જે વખત જેટલી જેટલી માટી લે તે તે વખતે તેટલા તેટલા પ્રમાણને ઘડે થાય જ છે, તેવી રીતે જ્યારે જ્યારે શિક્ષક જે જે વિદ્યાર્થીઓને કહે તે તે વિદ્યાર્થીઓને ત્યારે ત્યારે જ્ઞાન થવું જ જોઈએ, પણ તેમ થતું ન હેવાથી જ્ઞાનને ઉપાઘ ન માનતાં અભિવ્યંગ્ય માનવાની ફરજ પડે છે. જ્ઞાન અભિવ્યંગ્ય છે ઉપાઘ નથી–ની સાબીતીઓ
વળી અભ્યાસીઓના ખ્યાલમાં હશે કે એક વસ્તુ ગેખતાં પ્રથમ મગજમાં આવી પણ જાય છે, તે પણ પછી તેને જેટલા