________________
પુસ્તક ૧-લું
આવી રીતે જ્યારે અનપવર્તનીય અને નિરૂપક્રમ આયુષ્યવાળાને અંગે નિરપેક્ષપણે પ્રવર્તનારે મનુષ્ય હિંસક બને તે પછી જેઓનું આયુષ્ય, અધ્યવસાય નિમિત્ત આદિ સાત કારણથી અપવર્તન થવાવાળું કે ઉપક્રમથી ઘટવાવાળું હોય છે તેઓને અંગે હિંસાત્મક મન, વચન કે કાયાના વેગને પ્રવર્તાવનારા કેમ હિંસક બને નહિ? ઉપક્રમનું સ્વરૂપ
જેમ એક ઘડીઆળની ચાવી નિયમિત રીતે ઘડીઆળ ચાલે તે તે ઘડીઆળને છત્રીસ કલાક ચલાવનારી હોય તે પણ તે ઘડીઆળની ઠેસ ખસી જાય કે સ્કુ ઢીલા થઈ જાય તે તેજ ચાવી એક સેંકડમાં ઉતરી જઈ ઘડીઆળ બંધ પડે છે, એટલે કે ઘડીઆળને છત્રીસ કલાક ચલાવવાવાળી ચાવી છતાં પણ તે ચાવી એક સેકંડમાં ઉતરી જાય છે, તેવી રીતે શાસ્ત્રકારોના જણાવવા મુજબ ત્રણ પલ્યોપમ જેવું મેટામાં મોટું મનુષ્ય તિર્યંચનું આયુષ્ય પણ એક જ અંતર્મુહૂર્તમાં ભગવાઈ જાય અને તેવા મેટા આયુષ્યવાળે પણ એક જ અંતર્મુહૂર્ત જીવી મરણ પામે આવું લાંબુ આયુષ્ય અસંખ્યાતા વર્ષોનું હેવાથી તેનું અપવર્તન કે ઉપક્રમ નહિ માનનારાઓ યુગલિક મનુષ્ય કે તિર્યંચની સ્ત્રીઓના ગર્ભમાં નવ લાખ ગર્ભની હિંસા કેવી રીતે માની શકશે?
અર્થાત્ જ્યારે એવા લાંબા આયુષ્યવાળાના આયુષ્યને અપવર્તનને ઉપકમથી નાશ (જલદી ભોગવવું) થાય છે, તે પછી સામાન્ય મનુષ્ય તિર્યચેના આયુષ્યનું અપવર્તન કે ઉપકમ થાય તેમાં આશ્ચર્ય જ શું? બચાવવાનું ન માને તે પાંચમહાવતને માનતે નથી
આ ઉપરથી જેઓ સર્વથા એમ માને છે કે –“પ્રાણી પિતાના કર્મોથી જ જીવે છે અને મરે છે, પણ તેને કઈ પણુ મનુષ્ય બચાવી કે મારી શકતા નથી.” આવું બોલનારા