________________
આગમત
દેવે પિતાની પૂજા માન્યતા માટે આ પૂજા પ્રવર્તાવી નથી. યાદ રાખવું કે જિનેશ્વરદે કેવળજ્ઞાન ઉપાર્જન કરીને જગતને ધર્મોપદેશ દેનારા બન્યા પણ ન હતા તેની પહેલાં તેઓશ્રીને જન્મની જ વખતે સકલ ઈકોએ મેરૂ પર્વત ઉપર જન્માભિષેકને મહોત્સવ અને પૂજન કરેલા છે, અને તેજ દેવેન્દ્રની પૂજાની રીતિએ અનુસરીને ભવ્ય ભગવાન જિનેશ્વરદેવના સ્નાત્રપૂજન વિગેરે કરે છે. તીર્થકરે પૂજા પ્રવર્તક ખરા?
કદાચ કહેવામાં આવે કે ભગવાન જિનેશ્વરદેવના પૂજનથી થતે નિર્જરારૂપી લાભ દેવ કે ઈંદ્રો પિતાના જ્ઞાનથી જાણી શકતા ન હતા, તેમ જ અન્ય શ્રાવક-શ્રાવિકાઓ પણ ભગવાન જિનેશ્વરદેવના પૂજનથી થતે નિર્જરારૂપી લાભ સ્વયં જ્ઞાનથી જાણી શકતા નથી, પણ તે લાભનું જ્ઞાન ભગવાન જિનેશ્વરદેવના વચન દ્વારા એ જ થાય છે, અર્થાત્ જિનેશ્વરદેવે પોતાની પૂજાના સક્ષાત્ પ્રવર્તક ન હેય તે પણ ફળ-નિરૂપણ દ્વારા જરૂર પ્રવર્તક ગણાય.
આ કહેવાવાળાએ પ્રથમ એ સમજવું જરૂરનું છે કે બીજા મતેની પેઠે જૈનમતમાં જિનેવર એવી કઈ એક વ્યક્તિ નથી, પણ અનંતી થઈ ગઈ, કેઈ થાય છે, અને અનંતી થશે, એટલે એક ઈશ્વરવાદમાં જેની માન્યતા ન હોવાથી સામુદાયિક નિરૂપણમાં
વ્યક્તિનું કેઈ પણ પ્રકારે પ્રવર્તકપણું થતું નથી. ખરી રીતે તે સમુદાયની અપેક્ષાએ વ્યક્તિએ કરેલું કથન સત્ય ઉપદેશ રૂપ જ ગણાય છે. વ્યાવહારિક દષ્ટાન્તથી તીર્થકરેની પૂજા પ્રવર્તકતા
જેમ કેઈ પણ સજન દુર્જનના સંસર્ગથી થતા અવગુણ અને સર્જનના સંસર્ગથી થતા ફાયદાઓ કઈ પણ શ્રેતાને સમજાવે તેમાં તે ઉપદેશક સજન પિતાની મહત્તા કરે છે એમ કહી શકાય જ નહિ. જો કે તે સજીનના સમુદાયની અંતર્ગત તે જરૂર છે. પણ તેટલા માત્રથી તે સજનને પિતાની મહત્તા જણાવનારે નહિ