________________
૩૩
પુસ્તક ૧-લું માન હેય તે મનુષ્ય તે ગુણેને પ્રાપ્ત કરવાના શુભ અધ્યવસાયવાળો જ હોય, અને તે શુભ અધ્યવસાય સમયે સમયે અનંતી નિર્જરા કરાવનાર થાય તેમાં બે મત હેઈ શકે જ નહિ. અને તેવી નિર્જરાથી આત્મા નિર્મળતા પામીને પિતાના ક્ષાપશમિક કે સાયિક ગુણેને પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્ય જ નથી. અધિકાર ભેદે ફળભેદ
આરંભ-પરિગ્રહમાં આસક્ત પ્રાણીઓને જ્યારે આરંભ-પરિસ ગ્રહથી વિરક્તતારૂપ સર્વવિરતિ માટે ભગવાન જિનેશ્વરની મૂર્તિની દ્રવ્યપૂજા જરૂરી છે તે પછી જેઓને તે સર્વવિરતિરૂપ કાર્યની પ્રાપ્તિ થએલી છે, તેવા સાધુ મહાત્માઓને દ્રવ્યપૂજાની જરૂર ન હોય તે સ્વાભાવિક જ છે. જગતમાં જે કુંભારને ઘડે કરે હોય તેને દંડચકાદિરૂપ કારણે મેળવવાં પડે છે, પણ જેને ઘડા રૂપી કાર્ય થઈ ગયું હોય છે તેવા કુંભારને દંડચક્રાદિ કારણે મેળવવા પડતા નથી. કુંભારને છોકરો ઘડે કરતાં શીખતે હોય, તેને ઘડે કરી લીધું છે એ કુંભાર દંડથી ચક્ર ફેરવતાં શીખવે, તે વખત તે કુંભારને કરે, કઈ દિવસ પણ એમ ન કહી શકે કે “તમે તૈયાર ઘટને ચક ઉપર મુકે અને ચક્ર ફેર.” તે પછી સર્વ વિરતિની સિદ્ધિવાળાને સર્વવિરતિના કારણરૂપ દ્રવ્યપૂજાને ઉપદેશ આપતાં કયે અક્કલવાળે મનુષ્ય એમ કહે કે “તમે દ્રવ્યપૂજા કરે.” ! ! ! સાધુ-શ્રાવકને પૂજાથી લાભ-હાનિના ભિન્ન પ્રકારે
1. વળી કેટલાક સ્થાપનાની સત્યતા, માન્યતા, પૂજનીયતા વિગેરે શાસ્ત્રાધારે જાણ્યા છતાં લોકોને અવળે માર્ગે દોરવા એમ પણ કહેવા તૈયાર થાય છે કે “જે કાર્યમાં સાધુને લાભ હેય, તે કાર્યમાં શ્રાવકને પણ લાભ હોય, અને જે કાર્યમાં શ્રાવકને લાભ હોય તે કાર્યમાં સાધુને પણ લાભ જ હોય.”